એક દુરૂદના બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال: سمعت أبا قيس مولى عمرو بن العاص يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر (مسند أحمد، الرقم: 6605، وإسناده حسن وحكمه الرفع إذ لا مجال للإجتهاد فيه كما في القول البديع صـ 237)

હઝરત અબ્દુલ્લાહ બિન-અમ્ર રદ઼િયલ્લાહુ ‘અન્હુમા ફરમાવે છે કે જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પર એક દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા અને ફરિશ્તાઓ તેના પર સિત્તેર (૭૦) દુરૂદ મોકલે છે. તેથી, જે ચાહે વધારે દુરૂદ પઢે અને જે ચાહે ઓછુ દુરૂદ પઢે. (જે વધારે સવાબ કમાવા માંગે, તે વધારેમાં વધારે દુરૂદ-શરીફ પઢે).

દરરોજ એક હજાર વખત દુરૂદ શરીફ પઢવુ

અબુલ હસન બગ઼દાદી દારમી(રહ.) કહે છે કે તેવણે અબુ અબ્દુલ્લાહ બિન હામિદ ને મરવા પછી ઘણી વખત સપના જોયા, તેમને પૂછ્યુ કે શું થયુ? તેવણે કહ્યુ કે અલ્લાહ તઆલાએ મારી મગ઼ફ઼િરત ફરમાવી દીઘી અને મારા પર રહમ ફરમાવ્યો. તેવણે તેમને પૂછ્યુ કે મને કોઈ એવો અમલ બતાવો જેનાંથી હું સીઘો જન્નતમાં દાખલ થઈ જાવું. તેવણે બતાવ્યુ કે એક હઝાર રકાત નફલ પઢો, અને દરેક રકાતમાં એક હઝાર વખત قُلْ هُوَ اللهُ اَحَدْપઠો. તેવણે કહ્યુ કે આ તો ઘણું મુશ્કિલ અમલ છે. તો તેવણે કહ્યુ કે પછી તો દરેક રાતમાં એક હઝાર વખત દુરૂદ શરીફ પઢ્યા કરો. દારમી કહે છે કે આ અમલને મેં પોતાનો મામૂલ બનાવી લીઘો(દરરોજ પઢવાનુ ચાલુ કરી લીઘુ). (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ- ૧૫૭, અલ કવલુલ બદીઅ, પેજ નઃ-૨૫૯)

ગઝ્વ-એ-ઉહુદમાં હઝરત અલી (રદ઼િયલ્લાહુ અન્હુ) ની બહાદુરી

ગઝ્વ-એ-ઉહુદમાં મુસલમાન ચારેય તરફ દુશ્મનોથી ઘેરાયેલા હતા જેના કારણે ઘણા બઘા સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) શહીદ પણ થયા અને ઘણા સહાબા મૈદાનથી ભાગવા લાગ્યા.

નબી-એ-અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પણ કુફ્ફારના એક જથ્થા (જમાત)ના વચમાં આવી ગયા અને કુફ્ફારે આ મશહૂર કરી દીઘુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) શહીદ થઈ ગયા, સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) આ ખબરથી ઘણા પરેશાન હાલ હતા અને આજ કારણે ઘણા સહાબા ભાગી પણ ગયા અને એમ તેમ વિખેરાય ગયા.

હઝરત અલી (રદ઼િયલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે જ્યારે કુફ્ફારે મુસલમાનોને ઘેરી લીઘા અને હુઝૂરે-અકદસ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મારી નજરથી ઓજલ થઈ ગયા, તો મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને પેહલા જીવતા લોકોમાં શોધ્યા પણ મને ન મળ્યા, પછી મેં શહીદોમાં જઈને શોધ્યા, પણ ત્યાં પણ મને ન મળ્યા, તો મેં પોતાના દિલમાં કહ્યું કે એવુ તો થઈ નથી શકતુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) લડાઈથી ભાગી જાય, એમ લાગે કે હક તઆલા શાનુહુ અમારા આમાલના કારણે અમારા પર નારાજ થયા એટલા માટે પોતાના પાક રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને આસમાન પર ઉઠાવી લીઘા.

તેથી મેં વિચાર્યુ કે હવે આનાથી બેહતર કોઈ સૂરત નથી કે હું પણ તલવાર લઈને કાફિરોના જથ્થા (જમાત) માં ઘુસી જાવું અને લડુ, અહિંયા સુઘી કે માર્યો જાવું, તેથી મેં તલવાર લઈને દુશ્મન પર હમલો કર્યો, અહિંયા સુઘી કે કુફ્ફાર વચમાંથી હટવા લાગ્યા અને ભાગવા લાગ્યા અને મારી નજર નબી-એ-અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર પડી, તો જ્યારે મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને જોયા તો મને ઘણી ખુશી થઈ અને હું સમજ્યો કે અલ્લાહ જલ્લ શાનુહુએ પોતાના મલાઈકાના (ફરિશ્તોના) ઝરીયે પોતાના મહબૂબ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ની હિફાજત ફરમાવી, હું તરત જ હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ની પાસે જઈને ઊભો થયો, જેથી કરીને હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)નો દિફા’ (બચાવ) કરી લવું, કારણકે કુફ્ફારની એક જમાત હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર હમલા માટે આવી.

હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું કે “અલી તેઓને રોકો”. મેં એકલો આગળ વધ્યો અને તે જમાતનો મુકાબલો કર્યો અને તેઓના મોઢા હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)થી ફેરવી નાંખ્યા (એટલે હરાવી નાંખ્યા) અને અમુકને કતલ કરી દીઘા.

ત્યાર બાદ પછી બીજી એક જમાત હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર હમલો કરવાની નિય્યતથી અગાળી વધી અને નજદીક આવી. આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) પછી મને ફરમાવ્યું કે “અલી તેઓને રોકો”. મેં એકલાએ તે જમાતનો મુકાબલો કર્યો, ત્યાર બાદ હઝરત જીબ્રીલ (અલૈહિસ્સલામ) આવીને હઝરત અલી (રદ઼િયલ્લાહુ અન્હુ) ની આ બહાદુરી અને મદદની તારીફ કરી, તો હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું:

إنه منى وأنا منه

બેશક અલી મારાથી છે અને હું અલીથી છું.

તો હઝરત જીબ્રીલ (અલૈહિસ્સલામ) આ વાત પર ફરમાવ્યું:

وأنا منكما

હું તમારા બન્નેવથી છું.

હઝરત અલી (રદ઼િયલ્લાહુ અન્હુ) ની બહાદુરી જુવો! જે સમયે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેઓને દુશ્મનોનો મુકાબલો કરવાનો હુકમ આપ્યો, તો તેમણે દુશ્મનની સફોમાં જઈને પોતાને નાંખી દીઘા અને એવી બહાદુરી બતાવી કે જાતે પોતે દુશમનની સાથે મુકાબલો કર્યો, અહિંયા સુઘી કે દુશ્મનને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સુઘી પહોંચવા ન દીઘા.

આ વાકિયાથી હઝરત અલી (રદ઼િયલ્લાહુ અન્હુ)ની બેપનાહ મોહબ્બત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) માટે જાહેર થાય છે, કે તેમણે પોતાની જાતને હલાકતમાં નાંખી દીધી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને બચાવવા માટે. (મુસ્નદે-અબી-યઅલા અલ મુસિલી, રકમ નં-૫૪૬, તારીખે-તબરી, ભાગ નં-૨, પેજ નં-૫૧૪, ફઝાઈલે-આમાલ, પેજ નંઃ ૧૧૪)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

ખૈરો-ભલાઈ તલબ કરના

ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા...