હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત કોઈકને નસીહત કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુઃ
“આ ઝમાનામાં દુરૂદ શરીફ અને ઈસ્તિગફારની કષરત રાખવામાં(વધારે પઢવામાં) આવે અને એની કોશિશ કરવામાં આવે કે કોઈ રફીક(તથા કોઈ ઈન્સાન)ને મારા(પોતાનાં) તરફથી તકલીફ ન પહુંચે અને અગર કોઈનાં તરફથી હક તલફી(કોઈનો હક યા અધિકાર છિનવો) અને તઅદ્દી થઈ(જુલમ થયો) હોય તો તેનાં પર ઈલતિફાત(ઘ્યાન) ન કરવુ(બલકે માફ કરી દે). ઈન્શા અલ્લાહ ઘણી વધારે તરક્કીનો સબબ બનશે.” (કુતુબુલ અકતાબ હઝરત શૈખુલ હદીષ મૌલાના મુહમ્મદ ઝકરિય્યા(રહ.), ભાગ-૧, પેજ નં- ૩૭૯)
Source: https://ihyaauddeen.co.za/?p=7620