અંબિયાએ કિરામ(અલૈ.) ની બાબતમાં અકાઈદનું બયાન

(૧) અલ્લાહ તઆલાએ દુન્યા માં ઘણાં બઘા અંબિયાએ કિરામ(અલૈ.) મોકલ્યા, જેથી તેઓ લોકોને સીઘો રસ્તો દેખાડે. [૧]

(૨) નુબુવ્વત અલ્લાહ તઆલાની તરફથી એક પસંદગી છે. અલ્લાહ તઆલા જેને ચાહે તેને આ મહાન મનસબ(સ્થાન)નાં માટે પસંદ ફરમાવે છે. કોઈ પણ માણસ પોતાની મેહનતો અને કોશિશોથી નુબુવ્વત હાસિલ(પ્રાપ્ત) નથી કરી શકતો. [૨]

(૩) જે પૈગંબરને અલગ કિતાબ અને શરીઅત આપી મોકલવામાં આવ્યો હોય, તેને “રસૂલ” કહેવામાં આવે છે અને જે પૈગંબરને અલગ કિતાબ અને શરીઅત ન મળી હોય, બકલે પાછલા રસૂલની કિતાબ અને શરીઅતની ઈત્તિબાઅ કરવાનો (અનુસરવાનો) આદેશ આપવામાં આવ્યો હોય, તેને “નબી” કહેવામાં આવે છે. [૩]

(૪) અંબિયાએ કિરામ(અલૈ.) અલ્લાહ તઆલાનાં સૌથી વધારે મુતીઅ તથા ફરમાંબરદાર બંદા છે. તે ક્યારેય પણ અલ્લાહ તઆલાની નાફરમાની નથી કરતા.

(૫) બઘા અંબિયાએ કિરામ(અલૈ.) માસૂમ છે. અલ્લાહ તબારક વ તઆલા દરેક પ્રકારનાં ગુનાહથી તેઓની હિફાઝત ફરમાવે છે, જેથી તેઓ સંપૂર્ણ રીતે બે ગુનાહ અને મઆસીથી પાક છે.[૪]

(૬) અંબિયાએ કિરામ(અલૈ.)ની સાચી સંખ્યાનો જ્ઞાન માત્ર અલ્લાહ તઆલાને છે. આપણે અલ્લાહ તઆલાનાં બઘા નબિયોં અને રસૂલોં પર ઈમાન રાખીએ છીએ ચાહે તેઓની સંખ્યા જેટલી પણ હોય.[૫]

(૭) અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નબીયોં ને નુબુવ્વતની નિશાનીનાં તૌર પર મોઅજીઝાત અતા(અર્પણ) ફરમાવે છે. પણ એ વાત યાદ રેહવી જોઈએ કે નબી ઈન્સાન હોય છે અને તે પોતાનાં તરફથી કોઈપણ પ્રકારનો મોઅજીઝો નથી પેશ કરી શકતા, એમનાં હાથો વડે જે પણ મોઅજીઝાત ઝાહિર થાય છે, તે અલ્લાહ તઆલાની મદદ તથા સહાયતા અને ઈજાઝત થી જ થાય છે. [૬]

(૮) સૌથી પેહલા નબી હઝરત આદમ(અલૈ.) છે. અને સૌથી છેલ્લા નબી હઝરત મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. દરેક બીજા અંબિયાએ કિરામ(અલૈ.) આ બન્નેવ નબીયોનાં દરમિયાન આવ્યા છે. [૭]

(૯) કેટલાક મશહૂર(પ્રખ્યાત) અંબિયાએ કિરામ(અલૈ.) જેમનાં નામો ક઼ુર્આને કરીમ અને અહાદીષે મુબારકા માં આવ્યા છે નીચે પ્રમાણે છેઃ

(૧) હઝરત નૂહ(અલૈ.), (૨) હઝરત ઈબ્રાહીમ(અલૈ.), (૩) હઝરત ઈસ્હાક઼(અલૈ.), (૪) હઝરત ઈસ્માઈલ(અલૈ.), (૫) હઝરત યાક઼ૂબ(અલૈ.), (૬) હઝરત યૂસુફ(અલૈ.), (૭) હઝરત દાવૂદ(અલૈ.), (૮) હઝરત સુલૈમાન(અલૈ.), (૯) હઝરત અય્યૂબ(અલૈ.), (૧૦) હઝરત મૂસા(અલૈ.), (૧૧) હઝરત હારૂન(અલૈ.), (૧૨) હઝરત ઝકરિય્યા(અલૈ.), (૧૩) હઝરત યહયા(અલૈ.), (૧૪) હઝરત ઈસા(અલૈ.), (૧૫) હઝરત ઈલ્યાસ(અલૈ.), (૧૬) હઝરત અલ-યસઅ(અલૈ.), (૧૭) હઝરત યૂનુસ(અલૈ.), (૧૮) હઝરત લૂત(અલૈ.). (૧૯) હઝરત ઈદરીસ(અલૈ.), (૨૦) હઝરત ઝુલ-કિફ્લ(અલૈ.), (૨૧) હઝરત સાલેહ(અલૈ.), (૨૨) હઝરત હૂદ(અલૈ.), (૨૩) હઝરત શોઐબ(અલૈ.).[૮]

(૧૦) કયામતથી પેહલા નબી હઝરત ઈસા(અલૈ.)ને દજ્જાલને કતલ કરવા માટે મોકલવામાં આવશે. હઝરત ઈસા(અલૈ.)ની નુબુવ્વત મનસૂખ(રદ) નહી થશે, પણ તે આ દુન્યામાં આપણાં નબી હઝરત મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નાઈબ ની હૈષિસતથી આવશે અને હઝરત રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લલ્લમ)ની શરીઅતની પૈરવી કરશે(અનુસરસે). જ્યાં સુઘી તેઓ આ દુન્યા રહેશે, તેમની પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તરફથી વહી આવતી રહેશે. જેનાંથી તેવણ બાતિલનાં ખિલાફ લડશે અને ઉમ્મતે મુસ્લિમહ ની મદદ ફરમાવશે. [૯]

Source:


[૧] (وقد أرسل الله تعالى رسلا من البشر إلى البشر مبشرين) لأهل الإيمان والطاعة بالجنة والثواب (ومنذرين) لأهل الكفر والعصيان بالنار والعقاب فإن ذلك مما لا طريق للعقل إليه وإن كان فبأنظار دقيقة ولا يتيسر إلا لواحد بعد واحد (ومبينين للناس ما يحتاجون إليه من أمور الدنيا والدين) (شرح العقائد النسفية صـ ١٦٠)

[૨] اَللّٰہُ یَصۡطَفِیۡ مِنَ الۡمَلٰٓئِکَۃِ  رُسُلًا وَّ مِنَ النَّاسِ ؕ اِنَّ اللّٰہَ سَمِیۡعٌۢ  بَصِیۡرٌ (سورة الحج: ٧٥)

والبعثة لتضمنها مصالح لا تحصى لطف من الله تعالى ورحمة يختص بها من يشاء من عباده من غير وجوب عليه خلافا للمعتزلة ( شرح المقاصد صـــــ ۵/۵)

[૩] والرسول إنسان بعثه الله تعالى إلى الخلق لتبليغ الأحكام وقد يشترط فيه الكتاب بخلاف النبي فإنه أعم (شرح العقائد النسفية صـ ٤٠)

الرسول له شريعة وكتاب فيكون أخص من النبي (شرح المقاصد ٥/٦)

[૪] والأنبياء عليهم الصلاة والسلام كلهم منزهون عن الصغائر والكبائر والكفر والقبائح (الفقه الأكبر صـ ٥٦)

[૫] وَرُسُلًا قَدْ قَصَصْنٰهُمْ عَلَيْكَ مِنْ قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ط وَكَلَّمَ اللّٰهُ مُوسٰى تَكْلِيمًا (سورة النساء: ١٦٤)

(والأولى أن لا يقتصر على عدد فى التسمية فقد قال الله تعالى منهم من قصصنا عليك ومنهم من لم نقصص عليك ولا يؤمن فى ذكر العدد أن يدخل فيهم من ليس منهم) إن ذكر عدد أكثر من عددهم (أو يخرج منهم من هو منهم) إن ذكر عدد أقل من عددهم  (شرح العقيدة النسفية صـ ۱٦٤)

[૬] عن أبي هريرة قال قال النبي صلى الله عليه و سلم ما من الأنبياء نبي إلا أعطي ما مثله آمن عليه البشر وإنما كان الذي أوتيته وحيا أوحاه الله إلي فأرجو أن أكون أكثرهم تابعا يوم القيامة (صحيح البخاري، الرقم: ٤٦۹٦)

(وأيدهم) أي ألانبياء (بالمعجزات الناقضات للعادات) (شرح العقائد النسفية صـ ١٦١)

[૭] وأول الأنبياء آدم وآخرهم محمد صلى الله عليه وسلم  (العقائد النسفية صـ ١٦٢)

[૮] وَوَهَبْنَا لَهُ إِسْحٰقَ وَيَعْقُوبَ ط كُلًّا هَدَيْنَا ۚ وَنُوْحًا هَدَيْنَا مِنْ قَبْلُ وَمِنْ ذُرِّيَّتِهِ دَاوُدَ وَسُلَيْمٰنَ وَأَيُّوْبَ وَيُوْسُفَ وَمُوسٰى وَهـٰرُوْنَ ط وَكَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِينَ ﴿٨٤﴾ وَزَكَرِيَّا وَيَحْيٰى وَعِيسٰى وَاِلْيَاسَ ط كُلٌّ مِّنَ الصّٰلِحِينَ ﴿٨٥﴾ وَاِسْمٰعِيلَ وَالْيَسَعَ وَيُوْنُسَ وَلُوْطًا ط وَكُلًّا فَضَّلْنَا عَلٰى الْعٰلَمِيْنَ (سورة الانعام: ٨٤-٨٦)

اِنَّآ اَوْحَيْنَآ اِلَيْكَ كَمَآ اَوْحَيْنَآ اِلٰى نُوْحٍ وَّالنَّبِيِّنَ مِنْم بَعْدِهِ ج وَاَوْحَيْنَآ اِلٰى اِبْرٰهِيْمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَعِيسٰى وَاَيُّوْبَ وَيُوْنُسَ وَهـٰرُونَ وَسُلَيْمٰنَ ۚ   وََاٰتَيْنَا دَاوۥدَ زَبُوْرًا (سورة النساء: ١٦٣)

وَاذْكُرْ فِى الْكِتٰبِ اِدْرِيْسَ ز اِنَّهُۥ كَانَ صِدِّيْقًا نَّبِيًّا (سورة مريم: ٥٦)

وَاذْكُرْ اِسْمٰعِيْلَ وَالْيَسَعَ وَذَا الْكِفْلِ ط وَكُلٌّ مِّنَ ٱلْأَخْيَارِ (سورة ص: ٤٨)

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ هُوْدٌ اَلَا تَتَّقُوْنَ (سورة الشعراء: ١٢٤)

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ صٰلِحٌ اَلَا تَتَّقُوْنَ (سورة الشعراء: ١٤٢)

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ لُوْطٌ اَلَا تَتَّقُوْنَ (سورة الشعراء: ١٦١)

اِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ اَلَا تَتَّقُوْنَ (سورة الشعراء: ١٧٧)

[૯] ثم يجيء عيسى بن مريم من جهة المغرب مصدقا لمحمد وعلى ملته فيقتل الدجال ثم إنما هو قيام الساعة  ( الاستذكار ٨/٣٣٤)

(فان قيل) إعتراض على كونه خاتم النبيين (قد ورد فى الحديث) كما في صحيح البخاري ومسلم وغيرهما (نزول عيسى عليه الصلاة والسلام بعده قلنا) نعم قد ورد (لكنه) أي عيسى عليه السلام (يتابع محمدا صلى الله عليه وسلم) فيحكم على شريعته (لإن شريعته قد نسخت فلايكون إليه الوحي) اي لتجديد الشرع أما نفي الوحي مطلقا فمحتاج إلى دليل (ونصب أحكام) جديدة (النبراس صـ ٤٤٦)

Check Also

કયામતથી સંબંઘિત અકાઈદ

(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...