અઝાનનો જવાબઃ
અઝાન દીને ઈસ્લામનો મહાન અને પ્રખ્યાત શિઆર(સૂત્ર) છે અને ખૂબ મહત્તવનો દરજો રાખે છે. તેથી આપણાં માટે અઝાનનો શિષ્ટાચાર અને આદર રાખવુ જરૂરી છે. અઝાનનો અદબ એ છે કે આપણે તેનો જવાબ આપે અને અઝાનનાં સમયે દુન્યવી વાત-ચીત ન કરેં. ફુક઼હાએ કિરામે(પ્રખર વિદ્વાનોએ) લખ્યુ છે કે અઝાનનાં વચ્ચે દુન્યવી વાત-ચીત કરવુ મકરૂહ છે. અઝાનનાં સમયે નિચે પ્રમાણેનાં આદાબ(શિષ્ટાચાર)નો ખ્યાલ રાખોઃ[૧]
(૧) અઝાન સાંભળતા સમયે અઝાન નો જવાબ આપો. જવાબ આપવાનો તરીકો એ છે કે અઝાનનાં કલિમાત મુઅઝ્ઝિનનાં કેહવા પછી પુનરાવર્તન કરો.[૨]
ઉદાહરણ તરીકે જ્યારે તમે અઝાન સાંભળો કે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર الله أكبر الله أكبر કહી રહ્યા છે, તો તેનાં પછી તમો પણ અલ્લાહુ અકબર الله أكبر الله أكبر કહો.
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤذن فقولوا مثل ما يقول (صحيح البخاري رقم ٦۱۱)
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે તમે મુઅઝ્ઝિન ને સાંભળો(જયારે તમે સાંભળો), તો મુઅઝ્ઝિનનાં અલફ્ફઝ઼ દોહરાવો.
عن عمر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا قال المؤذن الله أكبر الله أكبر فقال أحدكم الله أكبر الله أكبر … ثم قال لا إله إلا الله قال لا إله إلا الله من قلبه دخل الجنة (صحيح مسلم رقم ۳۸۵)
હઝરત ઉમર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર الله أكبر الله أكبرકહે અને તેનાં જવાબમાં તમારામાંથી કોઈ દિલથી(પૂરા એઅતેકાદ(માન્યતા)ની સાથે) الله أكبر الله أكبر કહે (અને મુઅઝ્ઝિનની સાથે અઝાનનાં બઘા કલિમાતને પુનરાવર્તિત કરે) તો તે જન્નતમાં દાખલ થશે.”
(૨) જ્યારે મુઅઝ્ઝિન હય્યા અલ-સ સલાહ حي على الصلاة અને હય્યા અલ-લ ફલાહ حي على الفلاح કહે, તો તેનાં જવાબમાં લા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله કેહવુ જોઈએ. પણ બેહતર એ છે કે જવાબ આપવા વાળો પેહલા હય્યા અલ-સ સલાહ حي على الصلاة અને હય્યા અલ-લ ફલાહ حي على الفلاح કહે પછી લા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله પઢે.[૩]
عن أبي سعيد الخدري أن رسول الله صلى الله عليه وسلم قال إذا سمعتم النداء فقولوا مثل ما يقول المؤذن (صحيح البخاري رقم ٦۱۱)
હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.)થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે તમે અઝાન સાંભળો, તો મુઅઝ્ઝિનનાં શબ્દોને દોહરાવો(પુનરાવર્તન કરો)(મુઅઝ્ઝિનનાં શબ્દોને પુનરાવર્તન કરી અઝાનનો જવાબ આપો).”
عن عمر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا قال المؤذن الله أكبر الله أكبر فقال أحدكم الله أكبر الله أكبر… ثم قال حي على الصلاة قال لا حول ولا قوة إلا بالله ثم قال حي على الفلاح قال لا حول ولا قوة إلا بالله (صحيح مسلم رقم ۳۸۵)
હઝરત ઉમર(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર الله أكبر الله أكبر કહે તો તમે અલ્લાહુ અકબર الله أكبر الله أكبر કહો…જ્યારે હય્યા અલ-સ સલાહ حي على الصلاة કહે, તો તમે લા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهકહો અને જ્યારે તે હય્યા અલ-લ ફલાહحي على الفلاح કહે, તો તમે લા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهકહો.”
Source: http://ihyaauddeen.co.za/?cat=379
[૧] ولا ينبغي أن يتكلم السامع في خلال الأذان والإقامة (الفتاوى الهندية ۱/۵۷)
[૨] ( ويجيب ) وجوبا وقال الحلواني ندبا والواجب الإجابة بالقدم ( من سمع الأذان ) ولو جنبا لا حائضا ونفساء وسامع خطبة وفي صلاة جنازة وجماع ومستراح وأكل وتعليم علم وتعلمه بخلاف قرآن ( بأن يقول ) بلسانه ( كمقالته ) إن سمع المسنون منه وهو ما كان عربيا لا لحن فيه ولو تكرر أجاب الأول ( إلا في الحيعلتين ) فيحوقل ( وفي الصلاة خير من النوم ) فيقول صدقت وبررت (الدر المختار ۱/۳۹٦)
قال الشامي : قوله ( فيحوقل ) أي يقول لا حول ولا قوة إلا بالله وزاد في عمدة المفتي ما شاء الله كان وخير بينهما في الكافي وفصل في المحيط بأن يأتي بالحوقلة مكان الصلاة وبالمشيئة مكان الفلاح إسماعيل والمختار الأول نوح أفندي ثم إن الإتيان بالحوقلة وإن خالف ظاهر قوله عليه الصلاة والسلام فقولوا مثل ما يقول لكنه ورد فيه حديث مفسر لذلك رواه مسلم واختار في الفتح الجمع بينهما عملا بالأحاديث قال فإنه ورد في بعضها صريحا إذا قال حي على الصلاة قال حي على الصلاة إلخ وقولهم إنه يشبه الاستهزاء لا يتم إذ لا مانع من اعتباره مجيبا بهما داعيا نفسه مخاطبا لها وقد رأينا من مشايخ السلوك من كان يجمع بينهما فيدعو نفسه ثم يتبرأ من الحول والقوة ليعمل بالحديثين وقد أطال في ذلك وأقره في البحر والنهر وغيرهما قلت وهو مذهب سلطان العارفين سيدي محيي الدين نص عليه في الفتوحات المكية (رد المحتار ۱/۳۹۷)
[૩] واختار المحقق في الفتح الجمع بين الحيعلة والحوقلة عملا بالأحاديث الواردة وجمعا بينها ففي مسند أبي يعلى عن أبي أمامة عنه صلى الله عليه وسلم إذا نادي المنادي للصلاة فتحت أبواب السماء واستجيب الدعاء فمن نزل به كرب أو شدة فليتحر المنادي إذا كبر كبر وإذا تشهد تشهد وإذا قال حي على الصلاة قال حي على الصلاة وإذا قال حي على الفلاح قال حي على الفلاح ثم يقول يعني بعدما يتمه متابعا اللهم رب هذه الدعوة الحق المستجاب لها دعوة الحق وكلمة التقوى أحينا عليها وأمتنا عليها وابعثنا عليها واجعلنا من خيار أهلها محيانا ومماتنا ثم يسأل الله عز وجل حاجته رواه الطبراني في كتاب الدعاء وقال الحاكم صحيح الإسناد فهذا صريح في أنه يقول مثل ما يقول في جميع الكلمات ولا يقال أن ذلك يشبه الإستهزاء لأنا نقول لا مانع من صحة اعتبار المجيب بهما آمرا نفسه داعيا إياها محركا منها السواكن مخاطبا لها حثا وحضا على الإجابة بالفعل ثم يتبرأ من الحول والقوة وقد رأينا من مشايخ السلوك من يجمع بينهما (حاشية الطحطاوي على مراقي الفلاح ص ۲٠۳)
انظر أيضا حاشية رقم ۳۸