(૧) હઝરત રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અંતિમ રસૂલ અને ખાતમ અલ-અંબીયા છે. આપ પર રિસાલત અને નુબુવ્વતનો સિલસિલો ખતમ થઈ ચૂક્યો છે. આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પછી લોકોની હિદાયતનાં માટે કયામત સુઘી કોઈ નવા પૈગંબર મોકલવામાં આવશે નહીં, અગર કોઈ આ અકીદો(માન્યતા) રાખતો છે કે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પછી કોઈ બીજા નવા પૈગંબર મોકલ્યા છે(અથવા મોકલવામાં આવશે), તો તે ઈસ્લામનાં દાઈરાથી નીકળી જશે અને કાફિર થશે.[૧]
(૨) આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો લાવેલો દીન દીને ઈસ્લામ પાછલા બઘા દીનો(ઘર્મો)નાં માટે નાસિખ઼(ખતમ કરવા વાળુ) છે, તેથી હવે અલ્લાહ તઆલાનાં નઝદીક સ્વીકાર્ય દીન માત્ર ઈસ્લામ છે. ઈસ્લામનાં વગર કોઈ પણ દીન સ્વીકાર્ય નથી.[૨]
(૩) અગાઉના અંબિયા મર્યાદિત ઝમાનાનાં માટે વિશેષ કૌમનાં માર્ગદર્શનનાં માટે મબઉષ કરવામાં(મોકલવામાં) આવ્યા હતા, પણ અમારા આકા હઝરત રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કયામત સુઘીનાં માટે આખી કાયનાત(બ્રહ્માંડ) અને બઘા ઈન્સાન અને જીન્નાતની હિદાયત અને માર્ગદર્શનનાં માટે મોકલવામાં આવ્યા હતા, તેથી આપ(સલ્લ્લ્લાહુ અલયહિ વસલ્લમ) કયામત સુઘીનાં માટે બઘા ઈન્સાન અને જીન્નાતના રસૂલ છે અને તમારો લાવેલો દીન ક્યારેય પણ મનસૂખ(રદ) નહી થશે, બલકે કયામત સુઘી જીવીત અને હંમેશા રહેશે.[૩]
(૪) અલ્લાહ તઆલાએ કેટલાક અંબિયાએ કિરામને કેટલાક અંબિયાએ કિરામ પર ફઝીલત(શ્રેષ્ઠતા) આપી છે. નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો મરતબો બઘા નબીયો અને રસૂલોંથી ઊંચો અને ચડિયાતો છે. અલ્લાહ તઆલાએ હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને બઘા નબીયોં અને રસૂલોંનાં ઈમામ બનાવ્યા.[૪]
(૫) હઝરત રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને અલ્લાહ તબારક વ તઆલા તરફથી ઘણી બઘી એવી વિશેષ નેમતોં અર્પણ કરવામાં આવી છે, જે બીજા અંબિયાએ કિરામ(અલૈ.) ને અર્પણ કરવામાં નથી આવી.
નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો મુબારક ઈરશાદ છેઃ
મને છ એવી નેમતોં અર્પણ કરવામાં આવી છે, જે પાછલા અંબિયામાંથી કોઈને પણ અર્પણ કરવામાં નથી આવીઃ (૧) મને જવામિઉલ કલિમ આપવામાં આવી છે(જવામિઉલ કલિમથી મુરાદ એવો કલામ(વાત) છે જેમાં શબ્દો થોડા હોય અને મઆની(અર્થો) બેશુમાર(ઘણાં બઘા) હોય. નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં જવામિઉલ કલિમથી કુર્આને કરીમ અને હદીષોની તરફ ઈશારો ફરમાવ્યો છે), (૨) મારી મદદ કરવામાં આવી વિશેષ રિતનાં રોઅબ(દબદબો)થી (એટલે એક મહીનાનાં સફરનાં અંતર(મસાફત) થી દુશ્મનોં પર મારો રોઅબ (દબદબો,ધાક) લાગી જાય છે), (૩) મારા માટે માલે ગનીમત હલાલ કરવામાં આવ્યો છે, (૪) આખી પૃથ્વી મારાં માટે પાક કરવામાં આવી અને મારાં અને મારી ઉમ્મતનાં માટે મસ્જીદ બનાવવામાં આવી છે(મારી ઉમ્મતનો કોઈપણ માણસ કોઈપણ જગ્યા પર નમાઝ પઢી શકે છે અને પાણી ઉપ્લબ્ધ ન હોવાની સૂરતમાં કોઈપણ જગ્યાની મંટોડીથી પાકી(સફાઈ) હાસિલ કરી શકે છે), (૫) મને આખી મખલૂકઃ ઈન્સાન અથવા જીન્નાતનાં નબી બનાવી મોકલવામાં આવ્યો છે, (૬) મારાં ઉપર નબીયોંનો સિલસિલો ખતમ કરી દેવામાં આવ્યો છે(હું અંતિમ નબી છું, મારાં પછી કોઈ નવો નબી નહી આવશે).[૫]
(૬) સૌથી મહાન નેઅમત જે અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને અર્પણ કરી છે તે “મેઅરાજ” ની નેઅમત છે. મેઅરાજથી મુરાદ તે મોઅજીઝાના(ચમત્કારિક) પ્રવાસ છે, જેમાં આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને બેદારીની હાલતમાં(જાગૃત સ્થિતિમાં) શારીરિક રીતે(જીસ્માની તૌર પર) મક્કા મુકર્રમાંથી બયતુલ મક્દિસ લઈ જવામાં આવ્યા. બયતુલ મક્દિસ પહોંચ્યા પછી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બઘા અંબિયાએ કિરામ(અલૈ.)ની ઈમામત કરી જેનાંથી આ વાત સ્પષ્ટ રિતે જાહેર થઈ ગઈ કે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બઘા અંબિયાએ કિરામ(અલૈ.)નાં સરદાર છે અને તમો ઈમામુલ અંબિયા વલ મુરસલીન છો. ત્યાંથી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આસમાન પર લઈ જવામાં આવ્યા અને સાત આસમાંનોની સેર(યાત્રા) કરાવવામાં આવી, ત્યાં સુઘી કે આપે જન્નત તથા જહન્નમનો મુશાહદો કર્યો (નિરીક્ષણ કર્યુ) અને આપને અલ્લાહ તઆલાનાં દીદાર અને અલ્લાહ તઆલાથી હમકલામી(વાતચીત)નો શરફ(સન્માન) પ્રાપ્ત થયો. આ મેઅરાજનાં સફરમાં આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પાંચ નમાઝોનો તોહફો(ભેટ) આપવામાં આવી.[૬]
[૧] آمنا بذلك كله وأيقنا أن كلا من عنده وأن محمدا عبده المصطفى ونبيه المجتبى ورسوله المرتضى، خاتم الأنبياء وإمام الأتقياء وسيد المرسلين وحبيب رب العالمين (العقيدة الطحاوية صـ ٢٦)
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال إن مثلي ومثل الأنبياء من قبلي كمثل رجل بنى بيتا فأحسنه وأجمله إلا موضع لبنة من زاوية فجعل الناس يطوفون به ويعجبون له ويقولون هلا وضعت هذه اللبنة قال فأنا اللبنة وأنا خاتم النبيين (صحيح البخاري، الرقم: ٣٥٣٥)
[૨] قد ختم الله تعالى بشرع محمد صلى الله عليه وسلم جميع الشرائع فلا رسول بعده يشرع و لا نبي بعده يرسل اليه بشرع يتعبد به في نفسه انما يتعبد الناس بشريعته الى يوم القيامة (اليواقيت والجواهر ٢/٣٨)
عن عبد الله بن ثابت قال جاء عمر بن الخطاب إلى النبي صلى الله عليه وسلم فقال يا رسول الله إني مررت بأخ لي من قريظة وكتب لي جوامع من التوراة أفلا أعرضها عليك قال فتغير وجه رسول الله صلى الله عليه وسلم قال عبد الله فقلت مسخ الله عقلك ألا ترى ما بوجه رسول الله صلى الله عليه وسلم فقال عمر رضيت بالله ربا وبالإسلام دينا وبمحمد صلى الله عليه وسلم نبيا قال فسري عن النبي صلى الله عليه وسلم ثم قال والذي نفس محمد بيده لو أصبح فيكم موسى ثم اتبعتموه وتركتموني لضللتم أنتم حظي من الأمم وأنا حظكم من النبيين (مصنف عبد الرزاق، الرقم: ١٠١٦٤)
[૩] وكل دعوى نبوة بعد نبوته فغي وهوى وهو المبعوث إلى عامة الجن وكافة الورى المبعوث بالحق والهدى (العقيدة الطحاوية صـ ٢٦)
[૪] سنن الترمذي، الرقم: ۱۵۵۳، صحيح البخاري، الرقم: ۳۳۵
[૫] سُبۡحٰنَ الَّذِیۡۤ اَسۡرٰی بِعَبۡدِہٖ لَیۡلًا مِّنَ الۡمَسۡجِدِ الۡحَرَامِ اِلَی الۡمَسۡجِدِ الۡاَقۡصَا الَّذِیۡ بٰرَکۡنَا حَوۡلَہٗ لِنُرِیَہٗ مِنۡ اٰیٰتِنَا ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡبَصِیۡرُ (سورة بني إسرائل: ١)
فالإسراء وهو من المسجد الحرام إلى بيت المقدس قطعي ثبت بالكتاب والمعراج من الأرض إلى السماء مشهور ومن السماء إلى الجنة أو على العرش أو غير ذلك آحاد (شرح العقائد النسفية صـ ١٧٠)
والمعراج حق وقد أسري بالنبي صلى الله عليه وسلم وعرج بشخصه في اليقظة إلى السماء ثم إلى حيث شاء الله من العلى وأكرمه الله بما شاء وأوحى إلى عبده ما أوحى (العقيدة الطحاوية صـ ٢٨)
والمعراج لرسول الله عليه السلام فى اليقظة بشخصه إلى السماء ثم إلى ما شاء الله تعالى من العلى حق (العقائد النسفية صـ ١٦٩)
[૬](وقد أرسل الله تعالى رسلا من البشر إلى البشر مبشرين) لأهل الإيمان والطاعة بالجنة والثواب (ومنذرين) لأهل الكفر والعصيان بالنار والعقاب فإن ذلك مما لا طريق للعقل إليه وإن كان فبأنظار دقيقة ولا يتيسر إلا لواحد بعد واحد (ومبينين للناس ما يحتاجون إليه من أمور الدنيا والدين) (شرح العقائد النسفية صـ ١٦٠)