અઝાન આપવાનો તરીકોઃ
اَللهُ أَكْبَرْ اللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
اَللهُ أَكْبَرْ اَللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
લફ્ઝ “أكبر”(અકબર) ની “ر”(રો) ને બે તરીકાવોથી પઢવુ દુરૂસ્ત છે. (૧) જઝમ(ـْ) ની સાથે લફઝ الله(અલ્લાહ) ની મિલાવવા વગર. (૨) ફતહા(જબર)(ــَ) ની સાથે લફઝ الله(અલ્લાહ)ને મિલાવીને.
આ બન્નેવ તરીકાવો નાં વગર બીજા કોઈ તરીકાવોથી પઢવુ(ઉદાહરણ તરીકે લફ્ઝ અલ્લાહુ અકબર ની રો“ر” ને જ઼મ્મા(પેશ) (ـُ) ની સાથે અથવા કસરા(ઝેર) (ـِ) ની સાથે પઢવુ) સુન્નતનાં ખિલાફ છે.[1]
أَشْهَدُ أَلَّا إِلٰهَ إِلَّا اللهْ
હું ગવાહી(સાક્ષી) આપુ છું કે અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ(ઈબાદતને લાયક) નથી.
أَشْهَدُ أَلَّا إِلٰهَ إِلَّا اللهْ
હું ગવાહી(સાક્ષી) આપુ છું કે અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ(ઈબાદતને લાયક) નથી.
લફ્ઝ “ألّا”(અલ્લા)નો તલફ્ફુઝ(ઉચ્ચાર) ખાલી મોઢે થી(એટલે બારીક મોઢાથી ન કે પૂર મોઢાથી (મોઢુ ભરીને પઢી)કરવામાં આવે અને લામ“ل” ની તશદીદ“ـــــّ”ને અવાજ ખેંચીને નહી કેહવુ જોઈએ. પણ એ કે લફ્ઝ અશહદુ“أشهد” માં શીન“ش”નાં સુકૂન“ْ” ને સ્પષ્ટ રીતે એવી રીતે અદા કરવામાં આવે કે તેનાં પછી હા“هـ” નો તલફ્ફુઝ(ઉચ્ચાર) ઝાહિર રહે એટલે અશહદુ“أشهد” પઢવામાં આવે. શીન“ش” નાં સુકૂન“ْ” ને હઝફ(કાઢીને) કરીને, હા“هـ” ની સાથે મિલાવીને એવી રીતે પઢવું કે હા“هـ” નો તલફ્ફુઝ(ઉચ્ચાર)જ ન થાય દુરૂસ્ત નથી એટલે અશદુ“أشد” કેહવુ દુરૂસ્ત નથી.
أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهْ
હું ગવાહી(સાક્ષી) આપુ છું કે મુહમ્મદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં રસૂલ છે.
أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهْ
હું ગવાહી(સાક્ષી) આપુ છું કે મુહમ્મદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં રસૂલ છે.
લફ્ઝ અન્ન“أنّ ” માં નૂન“ن” ને ગુન્નાની મિકદારથી વધારે ખેંચવુ દુરૂસ્ત નથી. એવીજ રીતે મુહમ્મદ“محمد”માં બીજીમીમ“م” ની તશદીદ“ـّ” અને રસૂલ“رسول”માં રા“ر” ને ખેંચીને પઢવુ દુરૂસ્ત નથી.
حَيَّ عَلٰى الصَّلَاةْ
આવો નમાઝ નાં માટે
حَيَّ عَلٰى الصَّلَاةْ
આવો નમાઝ નાં માટે
લફ્ઝ હય્ય“حَيَّ” માં યા“ي”ની તશદીદને સંપૂર્ણપણે અદા કરવામાં આવે એટલે હય્ય“حَيَّ” ની તશદીદની સાથે પઢવુ જોઈએ. હય“حَيَ” (વગર તશદીદ) પઢવુ દુરૂસ્ત નથી. એવીજ રીતે અલા“علٰی” ની ઐન“ع” ને સારી રીતે અદા કરવામાં આવે.
પણ એ વાત નો ખ્યાલ રાખવામાં આવે કે જ્યારે અસ્સલાત“الصَّلَاةْ” પર વક્ફ(અટકવામાં) કરવામાં આવે તો હા“ح” ની અવાજ પૈદા ન થાય(બડી હા ની અવાજ ન નિકળે).
حَيَّ عَلٰى الْفَلَاحْ
આવો કામયાબી(સફળતા)ની તરફ
حَيَّ عَلٰى الْفَلَاحْ
આવો કામયાબી(સફળતા)ની તરફ
લફ્ઝ ફલાફ“الْفَلَاحْ” પર એવી રીતે વક્ફ કરવામાં આવે કે અંતમાં હા“ح”(બડી હા) ની અવાજ નિકળે, ન કે હા“ه”(છોટી હા).[2]
اَللهُ أَكْبَرْ اللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
لآ إِلٰهَ إِلَّا اللهْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે.
ફજર ની અઝાન કેવી રીતે આપવામાં આવે?
ફજર ની અઝાનમાં હય્ય અલલ ફલાહ“حَيَّ عَلٰى الْفَلَاحْ”નાં પછી બે વખત[3]:
اَلصَّلَاةُ خَيْرٌ مِّنَ النَّوْمْ
નમાઝ ઊંઘથી બેહતર છે.કેહવામાં આવે.
عن محمد بن عبد الملك بن أبي محذورة عن أبيه عن جده قال: قلت: يا رسول الله علمنى سنة الأذان … فإن كان صلاة الصبح قلت: الصلاة خير من النوم الصلاة خير من النوم (سنن أبي داود رقم ۵٠٠)
હઝરત અબૂ મહઝૂરા(રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી રજૂઆત કરી કે મને અઝાન નો મસ્નૂન તરીકો સીખવો. (આ હદીષ માં છે કે) રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ “ફજરની અઝાનમાં હય્ય અલલ ફલાહ“حَيَّ عَلٰى الْفَلَاحْ” પછી અસ્સલાતુ ખ઼યરુમ મિનન નવમ“اَلصَّلَاةُ خَيْرٌ مِّنَ النَّوْمْ” નો વધારો કરો.”
Source: http://ihyaauddeen.co.za/?cat=379
[૧] وحاصلها أن السنة أن يسكن الراء من الله أكبر الأول أو يصلها بالله أكبر الثانية فإن سكنها كفى وإن وصلها نوى السكون فحرك الراء بالفتحة فإن ضمها خالف السنة لأن طلب الوقف على أكبر الأول صيره كالساكن إصالة فحرك بالفتح (رد المحتار ۱/۳۸٦)
[૨] رد المحتار ۱/۳۸۳، بدائع الصنائع ۱/٦۳۷، الفتاوى الهندية ۱/۵۳، القول الجميل
[૩] الأذان خمس عشرة كلمة وآخره عندنا لا إله إلا الله كذا في فتاوى قاضي خان وهي الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله هكذا في الزاهدي والإقامة سبع عشرة كلمة خمس عشرة منها كلمات الأذان وكلمتان قوله قد قامت الصلاة مرتين كذا في فتاوى قاضي خان ويزيد بعد فلاح أذان الفجر الصلاة خير من النوم مرتين كذا في الكافي (الفتاوى الهندية 1/55)