અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૩)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે.

(૧) અગર ઘણી બઘી કઝા નમાઝો અદા કરવામાં આવે, તો દરેક નમાઝ માટે અલગ અલગ અઝાન આપવુ જાઈઝ છે અને અગર બઘી કઝા નમાઝો નાં માટે એકજ અઝાન આપવામાં આવે, તો પણ કાફી છે. અહીંયા સુઘી કે દરેક નમાઝનાં માટે ઈકામત અલગ હોવી જોઈએ.[૧]

عن أبي عبيدة بن عبد الله بن مسعود قال: قال عبد الله: إن المشركين شغلوا رسول الله صلى الله عليه وسلم عن أربع صلوات يوم الخندق حتى ذهب من الليل ما شاء الله فأمر بلالا فأذن ثم أقام فصلى الظهر ثم أقام فصلى العصر ثم أقام فصلى المغرب ثم أقام فصلى العشاء (سنن الترمذي رقم ۱۷۹)[૨]

હઝરત અબૂ ઉબૈદહ(રહ) થી રિવાયત છે કે (મારા વાલિદ) હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) બયાન કર્યુ કે ગઝવએ ખનદક઼ માં મુશરિકીન(ની સાથે લડાઈ)નાં કારણે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ચાર નમાઝોં કઝા થઈ ગઈ, અહીંયા સુઘી કે રાતનો એટલો ભાગ પસાર થઈ ગયો જેટલો અલ્લાહ તઆલાએ ચાહ્યો, તેથી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત બિલાલ(રદિ.) ને હુકમ આપ્યો, તો તેવણે અઝાન આપી પછી ઈકામત કહી, પછી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઝોહર નમાઝ પઢી, પછી તેવણે ઈકામત કહી તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અસર ની નમાઝ પઢી, પછી તેવણે ઈકામત કહી તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મગરીબ ની નમાઝ અદા કરી, પછી તેવણે ઈકામત કહી, તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈશાની નમાઝ અદા કરી.

નોટઃ- આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈશાની નમાઝ કઝા થઈ નહી, પરંતુ મોડેથી અદા કરવામાં આવી.

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] (و) يسن أن (يؤذن ويقيم لفائتة) رافعا صوته لو بجماعة أو صحراء لا ببيته منفردا (وكذا) يسنان (لأولى الفوائت) لا لفاسدة (ويخير فيه للباقي) لو في مجلس وفعله أولى، ويقيم للكل

قال الشامي : (قوله: وفعله أولى) لأنه اختلفت الروايات في قضائه صلى الله عليه وسلم ما فاته يوم الخندق، ففي بعضها أنه أمر بلالا فأذن وأقام للكل، وفي بعضها أنه اقتصر على الإقامة فيما بعد الأولى، فالأخذ بالزيادة أولى خصوصا في باب العبادات، وتمامه في الإمداد (قوله: ويقيم للكل) أي لا يخير في الإقامة للباقي، بل يكره تركها كما في نور الإيضاح. (رد المحتار ۱/۳۹٠-۳۹۱)

[૨] قال أبو عيسى: وفي الباب عن أبي سعيد وجابر حديث عبد الله ليس بإسناده بأس إلا أن أبا عبيدة لم يسمع من عبد الله

قال الحافظ في الفتح (۲/۸۲) : وفي قوله أربع تجوز لأن العشاء لم تكن فاتت

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …