عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة فليقل في دعائه: اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات فإنها زكاة وقال: لا يشبع مؤمن خيرا حتى يكون منتهاه الجنة (صحيح ابن حبان، الرقم: 903، وإسناده حسن كما في مجمع الزوائد، الرقم: ١٧٢٣١)
હઝરત અબૂ-સઈદ ખુદ્રી રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે મુસલમાન પાસે સદકો કરવા માટે કંઈ ન હોય, તે પોતાની દુઆમાં આ દુરૂદ શરીફ પઢે:
اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات
હે અલ્લાહ! તમારા બંદા અને રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલો અને દરેક મોમિન મર્દ તથા મોમિન ઔરત અને દરેક મુસલમાન મર્દ અને મુસલમાન ઔરતો પર રહમત મોકલો.
તો આ દુરૂદ સદકો ગણાશે (તેનાથી સદકાનો સવાબ મળશે). રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે વધારેમાં ઈર્શાદ ફરમાવ્યું કે મોમિનનુ પેટ કોઈ નેકીથી ક્યારેય નથી ભરાતુ, અહીંયા સુઘી કે તે જન્નતમાં પહોંચી જાય.
દુરૂદ શરીફ જિંદા અને મુર્દા બન્નેવનાં માટે રહમત નું બા’ઈસ (નિમિત્ત) છે
એક ઔરત હતી તેનો છોકરો ઘણો ગુનેહગાર હતો, તેની માં તેને વારંવાર સમજાવતી (નસીહત કરતી), પરંતુ તે બિલકુલ માનતો ન હતો, તેવીજ હાલતમાં તેનો ઈન્તિકાલ થઈ ગયો.
તેની માં ને ઘણોજ રંજ હતો કે તે તૌબા કરવા વગર મરી ગયો. તેણીની ઘણી તમન્ના હતી કે કંઈક રીતે તેને ખ્વાબ માં જોવે, તેને ખ્વાબ માં જોયો તો તે અઝાબ માં મુબ્તલા (જકડાયલો) હતો. તેનાં કારણે તેની માં ને હજી વધારે સદમો થયો.
એક જમાના પછી તેણીએ ફરીથી ખ્વાબમાં જોયુ તો તે ઘણીજ સારી હાલતમાં હતો, ઘણી ખુશીની હાલતમાં.
વાલિદાહએ પુછ્યું કે આ શું થઈ ગયુ.
તેણે કહ્યું કે એક ઘણો જ ગુનેહગાર માણસ આ કબ્રસ્તાન પાસેથી પસાર થયો. કબરોને જોઈને તેને કંઈક ઈબરત થઈ, તે પોતાની હાલત પર રડવા લાગ્યો અને સાચા દિલથી તૌબા કરી અને કંઈક કુર્આન શરીફ અને વીસ વખત દુરૂદ શરીફ પઢીને આ કબ્રસ્તાન વાળાઓ ને બખશી દીઘુ, જેમાં હું હતો તેમાંથી જે હિસ્સો મળ્યો આ તેનો અસર છે જે તમે જોઈ રહ્યા છો.
મારી અમ્માં! હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ દિલોનું નૂર છે, ગુનાહોંનો કફ્ફારો છે અને જિંદા અને મુર્દા બન્નેવનાં માટે રહમત છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૧)
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મુબારક-કબર પર સતત દુરૂદ મોકલતા ફરિશ્તાઓ
હઝરત કા’બ અહ઼્બાર (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે:
દરરોજ સવારે, સિત્તેર હજાર ફરિશ્તાઓ આસ્માનથી ઉતરે છે; તેઓ અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની કબરે-અત઼્હરને પોતાની પાંખો ફેલાવીને ઘેરી લે છે અને દુરૂદ-શરીફ પઢતા રહે છે. તેઓ સાંજ સુધી એ જ રીતે દુરૂદ-શરીફ પઢતા રહે છે.
તે પછી, તેઓ ઉપર જાય છે અને બીજા સિત્તેર હજાર ફરિશ્તાઓ આસ્માનથી ઊતરે છે અને, તેમની પાંખો ફેલાવીને, આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મુબારક-કબરને ઘેરી લે છે અને દુરુદ-શરીફ પઢતા રહે છે.
ખુલાસો આ છે કે સિત્તેર હજાર ફરિસ્તાઓ પૂરી રાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલતા રહે છે અને બીજા સત્તર હજાર ફરિસ્તાઓ આખો દિવસ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ પઢતા રહે છે.
આ સિલસિલો ચાલુ રહેશે; ત્યાં સુધી કે જમીન ફાટી ન જશે (યાની આ સિલસિલો કિયામતના દિવસ સુધી જારી રહેશે). પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ મુબારક-કબરમાંથી નીકળશે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે આ સત્તર હજાર ફરિશ્તાઓ હશે। (એક રિવાયતમાં આવ્યું છે કે ફરિશ્તાઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ જ્યારે કબરમાંથી નીકળશે તો આ સિત્તેર હજાર ફરિશ્તાઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના માન-સમ્માન કરતા ચાલશે જ્યાં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ મેદાને-હશર સુધી પહોંચી ન જાય)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/633-the-reward-of-sadaqah-through-reciting-durood , http://ihyaauddeen.co.za/?p=5973