એહરામની હાલતમાં ચેહરો છુપાવવાના કારણે દમ ની અદાયગી (ચુકવણી)

સવાલ- જો કોઈ ઔરત ઇહરામની હાલતમાં પોતાનો ચહેરો ઢાંકી લે, તો શું તેના પર દમ વાજીબ થશે?

જવાબ- જો ઇહરામની હાલતમાં ચહેરા નો ચોથો ભાગ (પાવ) કે તેથી વધુ, તમામ દિવસ કે તમામ રાત (૧૨ કલાક) કે તેથી વધુ સમય સુધી છુપાયેલો રહે તો તેના પર એક દમ વાજીબ થશે.

જો ચહેરો એક ચોથાઈ ભાગ અથવા વધુ, એક દિવસ કે એક રાત (૧૨ કલાક) કરતા ઓછા સમય માટે છુપાયેલો રહે, તો તેના પર સદકો વાજીબ થશે.

જો ચહેરો ચોથાઈ ભાગ થી ઓછો, તમામ એક દિવસ કે એક રાત (૧૨ કલાક) કે તેથી વધુ સમય માટે છુપાયેલો રહે, તો આ કિસ્સામાં પણ તેના પર સદકો વાજીબ થશે.

જો ચહેરા નો એક ચોથાઈ થી ઓછા ભાગ, એક દિવસ અથવા એક રાત (૧૨ કલાક) કરતા ઓછા સમય માટે છુપાયેલો રહે, તો આ સૂરતમાં પણ તેના પર સદકો વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( يتقي الرفث ) …. ( وقلم الظفر وستر الوجه ) كله أو بعضه كفمه وذقنه نعم في الخانية لا بأس بوضع يده على أنفه… قال الشامى: قوله ( كله أو بعضه ) لكن في تغطية كل الوجه أو الرأس يوما أو ليلة دم الربع منهما كالكل وفي الأقل من يوم أو من الربع صدقة كما في اللباب وأطلقه فشمل المرأة لما في البحر عن غاية البيان من أنها لا تغطي وجهها إجماعا اه أي وإنما تستر وجهها عن الأجانب بإسدال شيء متجاف لا يمس الوجه كما سيأتي آخر هذا الباب وأما في شرح الهداية لابن الكمال من أنها لها ستره بملحفة وخمار وإنما المنهي عنه ستره بشيء فصل على قدره كالنقاب والبرقع فهو بحث عجيب أو نقل غريب مخالف لما سمعته من الإجماع ولما في البحر وغيره في آخر هذا الباب (شامى ج 2 ص 488)

و حيثما أطلق الصدقة في جناية الإحرام فهي نصف صاع من بر أو صاع من غيره إلا في جزاء اللبس و الطيب و الحلق و قلم الأظفار إذا فعل شيئا منها كاملا بعذر فهي ثلاثة أصوع طعام أو ستة من غيره و الا في جزاء اللبس اقل من ساعة و جزاء الثلاث و ما دونها من الشعر و الجراد و القمل ففيها تصدق بما شاء و لو يسيرا و الا في قتل المحرم صيدا فهي فيه قدر القيمة (لباب و غيره)… و كل صدقة تجب في الطواف فهي لكل شوط نصف صاع أو في الرمي فلكل حصاة صدقة…(لباب) –(غنية الناسك ص240)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/214

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?