અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૦)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે.

(૧) ઊંચા અવાજથી અઝાન આપવુ.See 25

عن عبد الله بن زيد رضي الله عنه قال … فأخبرته بما رأيت فقال: إنها لرؤيا حق إن شاء الله فقم مع بلال فألق عليه ما رأيت فليؤذن به فإنه أندى صوتا منك (سنن أبي داود رقم ٤۹۹)

હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ(રદિ.)ની હદીષમાં છે કે મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને પોતાનું સપનું બયાન કર્યુ(વર્ણવ્યુ), તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, “બેશક આ એક સાચુ સપનું છે.” હઝરત બિલાલ(રદિ.)ની પાસે ઊભા થઈ જાવો અને તેમને તે કલિમાત બતાવો જે તમને સપનામાં બતાવવામાં આવ્યા છે, જેથી તે અઝાન આપે, કારણકે તેમની અવાજ તમારા અવાજથી વધારે ઊંચી છે.

عن عبد الرحمن بن عبد الله بن عبد الرحمن بن أبي صعصعة الأنصاري ثم المازني عن أبيه أنه أخبره أن أبا سعيد الخدري قال له: إني أراك تحب الغنم والبادية فإذا كنت في غنمك أو باديتك فأذنت بالصلاة فارفع صوتك بالنداء فإنه لا يسمع مدى صوت المؤذن جن ولا إنس ولا شيء إلا شهد له يوم القيامة قال أبو سعيد: سمعته من رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري رقم ٦٠۹)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્દુર્રહમાન બિન અબી સઅસઆ(રદિ.) થી રિવાયત છે કે હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.) તેઓને ફરમાવ્યુ કે હું જોતો છું કે તમને બકરિયો ચરાવવુ અને જંગલમાં રેહવાનું પસંદ છે, તેથી(મારી એક વાત યાદ રાખો) જ્યારે તમે બકરીયોં અથવા જંગલમાં હોય(અને નમાઝનો સમય થઈ જાય) અને તમારે અઝાન આપવી હોય તો ઊંચા અવાજથી અઝાન આપ્યા કરો, એટલા માટે કે જીન્નાત, ઈન્સાન અથવા કોઈ બીજી મખલૂક(જીવ) જેનાં કાનમાં પણ મુઅઝ્ઝિનની અવાજ પહોંચશે, તે કયામતનાં દિવસે તેનાં માટે ગવાહી આપશે. હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.) ફરમાવ્યુ કે મેં આ હદીષ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાંભળી છે.

(૨) ઘીરે ઘીરે અઝાન આપવુ અને દરેક જુમ્લા(વાક્ય) પછી થોભવુ.[૧]

عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل … (سنن الترمذي رقم ۱۹۵)[૨]

હઝરત જાબિર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત બિલાલ(રદિ.) ને ફરમાવ્યુ, “ઘીર ઘીરે થોભી થોભીને અઝાન આપ્યા કરો.”

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] ويترسل في الأذان ويحدر في الإقامة وهذا بيان الاستحباب كذا في الهداية حتى لو ترسل فيهما أو حدر فيهما أو ترسل في الإقامة وحدر في الأذان جاز كذا في الكافي وقيل يكره وهو الحق هكذا في فتح القدير والترسل أن يقول الله أكبر الله أكبر ويقف ثم يقول مرة أخرى مثله وكذلك يقف بين كل كلمتين إلى آخر الأذان (الفتاوى الهندية ۱/۵٦)

[૨] قال أبو عيسى: حديث جابر هذا حديث لا نعرفه إلا من هذا الوجه من حديث عبد المنعم وهو إسناد مجهول

قال الحافظ في هداية الرواة (۱/۳۱۱) : ضعيف

قال النبي صلى الله عليه وسلم: “إذا أذنت، فترسل، وإذا أقمت، فاحدر” ، قلت: أخرجه الترمذي عن عبد المنعم بن نعيم ثنا يحيى بن مسلم عن الحسن، وعطاء عن جابر أن رسول الله صلى الله عليه وسلم، قال لبلال: “يا بلال، إذا أذنت، فترسل، وإذا أقمت، فاحدر، واجعل بين أذانك وإقامتك قدر ما يفرغ الآكل من أكله، والشارب من شربه، والمعتصر إذا دخل لقضاء حاجته” ، انتهى. قال الترمذي: هذا حديث لا نعرفه إلا من هذا الوجه من حديث عبد المنعم، وهو إسناد مجهول، انتهى. وعبد المنعم هذا ضعفه الدارقطني، وقال أبو حاتم: منكر الحديث جدا لا يجوز الاحتجاج به، وأخرجه الحاكم في مستدركه عن عمرو بن فائد الأسواري ثنا يحيى بن مسلم به، سواءا، ثم قال: هذا حديث ليس في إسناده مطعون فيه غير عمرو بن فائد، ولم يخرجاه، انتهى. قال الذهبي في مختصره: وعمرو بن فائد، قال الدارقطني: متروك، انتهى. وأخرجه ابن عدي عن يحيى بن مسلم به، وقال فيه: فاحذم – بحاء مهملة، وذال معجمة مكسورة -، وأسند عن يحيى، قال: يحيى بن مسلم بصري متروك الحديث. انتهى. ومن أحاديث الباب ما أخرجه الدارقطني في سننه عن سويد بن غفلة، قال: سمعت علي بن أبي طالب، يقول: كان رسول الله صلى الله عليه وسلم يأمرنا أن نرتل الأذان ونحذف الإقامة، انتهى. وأخرج أيضا عن مرحوم بن عبد العزيز عن أبيه عن أبي الزبير – مؤذن بيت المقدس – قال: جاءنا عمر بن الخطاب، فقال: إذا أذنت فترسل، وإذا أقمت فاحذم، انتهى. وعبد العزيز مولى آل معاوية بن أبي سفيان القرشي البصري، ذكر ابن أبي حاتم أنه روى عنه ابنه مرحوم، ولم يعرف بحاله، ولا ذكره غيره، قال في الإمام: وروى الطبراني في معجمه الوسط عن عمرو بن بشير عن عمران بن مسلم عن سعيد بن علقمة عن علي، قال: كان رسول الله صلى الله عليه وسلم يأمر بلالا أن يرتل الأذان، ويحدر في الإقامة، انتهى. (نصب الراية ۱/۲۷۵-۲۷٦)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …