عن عمر بن الخطاب رضي الله عنه قال: إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلي على نبيك صلى الله عليه وسلم (سنن الترمذي، الرقم: 486)
હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) ફરમાવે છે કે દુઆ (ની કબુલિયત) આસમાન અને ઝમીનનાં દરમિયાન અટકી રહે છે, તે ઉપર નથી જતી જ્યાં સુઘી કે તમે પોતાનાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો.
હઝરત ઈમામ માલિક (રહ.) નું રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં પડોશિયોને પ્રાથમિકતા આપવુ
હઝરત ઈમામ માલિક (રહ.) હદીષ શરીફનાં વિદ્યાર્થીઓ અને મદીના મુનવ્વરહનાં રેહવાસિઓને બીજા લોકોથી પેહલા પઢાવતા હતા.
કોઈએ હઝરત ઈમામ માલિક (રહ.) ને તેનું કારણ પૂછ્યુ, તો આપે ફરમાવ્યુઃ આ લોકો હઝરત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પડોશી છે. (તરતીબુલ મદારિક, ૧૩/૨)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=5696, http://ihyaauddeen.co.za/?p=7666