કુર્બાનીનો વુજૂબ

સવાલ– કુર્બાની કોના પર વાજીબ છે?

જવાબ- કુર્બાની દરેક તે આકિલ (અકલમંદ) બાલિગ (પુખ્તવયનાં) મુકીમ (જે મુસાફીર ના હોય) મુસલમાન પર વાજીબ છે, જે કુર્બાનીનાં દિવસોમાં નિસાબનાં બકદર માલનો માલિક હોય.

કુર્બાનીનાં દિવસો – દસ, અગ્યાર અને બાર ઝિલ હિજ્જહ છે.

નોટ – નિસાબ થી મુરાદ એ છે કે માણસ પાસે એટલો માલ હોય, જેનાં પર સદકએ ફિત્ર લાઝિમ થતો હોય.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

وشرائطها الإسلام والإقامة واليسار الذي يتعلق به وجوب صدقة الفطر

قال الشامي في رد المحتار: قوله ( وشرائطها ) أي شرائط وجوبها ولم يذكر الحرية صريحا لعلمها من قوله واليسار ولا العقل والبلوغ لما فيهما من الخلاف كما يأتي والمعتبر وجود هذه الشرائط آخر الوقت وإن لم تكن في أوله كما سيأتي (رد المحتار ج٦ ص۳۱۲)

( ويضحي عن ولده الصغير من ماله ) صححه في الهداية ( وقيل لا ) صححه في الكافي قال وليس للأب أن يفعله من مال طفله ورجحه ابن الشحنة قلت وهو المعتمد لما في متن مواهب الرحمن من أنه أصح ما يفتى به

قال الشامي في رد المحتار: قوله ( ويضحي عن ولده الصغير من ماله ) أي مال الصغير ومثله المجنون قال في البدائع وأما البلوغ والعقل فليسا من شرائط الوجو في قولهما وعند محمد من الشرائط حتى لا تجب في التضحية في مالهما لو موسرين ولا يضمن الأب أو الوصي عندهما وعندمحمد يضمن والذي يجن ويفيق يعتبر حاله فإن كان مجنونا في أيام النحر فعلى الاختلاف وإن مفيقا تجب لا خلاف اه قلت لكن في الخانية وأما الذي يجن ويفيق فهو كالصحيح اه إلا أن يحمل أن يجن ويفيق في أيام النحر فتأمل (رد المحتار ج٦ ص۳۱٦)

الباب الثامن في صدقة الفطر  وهي واجبة على الحر المسلم المالك لمقدار النصاب فاضلا عن حوائجه الأصلية كذا في الاختيار شرح المختار ولا يعتبر فيه وصف النماء ويتعلق بهذا النصاب وجوب الأضحية (الهندية ص۱۹۱ ج۱)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/88

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?