રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો

સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?

જવાબ- જે માણસ સુબહ સાદિકનાં સમયે પોતાનાં ઈલાકામાં મૌજૂદ હોય તેના પર તે દિવસનો રોઝો ફર્ઝ છે.

જ્યારે કે સુબ્હ સાદિક નાં સમયે તે મુસાફિર નથી (બલકે પછીથી દિવસનાં દૌરાન તે સફર કરવાનો છે) એટલા માટે તેને રોઝો છોડવાની રુખસત નહી મળશે. અને જો તે રોઝો ન રાખે તો તે ગુનેહગાર થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ومنها السفر الذي يبيح الفطر وهو ليس بعذر في اليوم الذي أنشأ السفر كذا في الغياثية فلو سافر نهارا لايباح له الفطر في ذلك اليوم وإن أفطر لا كفارة عليه بخلاف ما لو أفطر ثم سافر كذا في محيط السرخسي (الفتاوى الهندية ج۱ ص۲٠٦)

(وللمسافر الذي أنشا السفر قبل طلوع الفجر إذ لايباح له الفطر بإنشائه بعد ما أصبح صائما بخلاف ما لو حل له مرض بعده فله (الفطر) لقوله تعالى فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخر … (وصومه) أي المسافر (أحب إن لم يضره) لقوله تعالى: ,أن تصوموا خير لكم (مراقي الفلاح ص٦۸٦)

احسن الفتاوى ٤/٤٤۷

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/26

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?