રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગા-ને-દીન રમઝાનની તૈયારી રમઝાનના છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા.

(૨) જ્યારે રજબનો મહીનો શરૂ થઈ જાય, તો નિચે પ્રમાણેની દુઆ માંગેઃ

اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبٍ وَّشَعْبَان وَبَلِّغْنَا رَمَضَان

હે અલ્લાહ! અમારા માટે રજબ અને શાબાનના મહીનામાં બરકત અતા ફરમાવજો અને અમને રમઝાન સુઘી પહોંચાડજો.

عن أنس رضي الله عنه أنه قال: كان النبي صلى الله عليه و سلم إذا دخل رجب قال: اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبٍ وَّشَعْبَانَ وَبَلِّغْنَا رَمَضَان (شعب الايمان، الرقم: ۳۸۱۵)

હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે જ્યારે રજબનો મહીનો શરૂ થતો ,તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુઆ પઢતા હતા:

اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبٍ وَّشَعْبَان وَبَلِّغْنَا رَمَضَان

(૩) રમઝાનની બરકતો અને રહમતોથી પૂરી રીતે ફાયદો ઉઠાવવા માટે માણસે નિઝામુલ-અવકાત (ટાઈમ ટેબલ) બનાવવું જોઈએ.

عن أبي سعيد الخدري رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: من صام رمضان وعرف حدوده وتحفظ مما ينبغي له أن يتحفظ كفر ما قبله (رواه ابن حبان في صحيحه والبيهقي كما في الترغيب والترهيب، الرقم: ۱٤۷٤)

હઝરત અબૂ-સઈદ ખુદરી રઝ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે માણસ રમઝાનુલ-મુબારકના રોઝા રાખે અને તેની હદોને ઓળખે (રમઝાનુલ-મુબારકની હદો, હુકમો અને આદાબને ધ્યાનમાં રાખે) અને જે જે વસ્તુઓથી બચવું જોઈએ, તે બઘાથી તે બચે, તો તેના પાછલા બઘા (સગીરા) ગુનાહો મિટાવી દેવામાં આવશે.

(૪) જો કોઈ ના માથે હુકૂકુ-લ્લાહ (અલ્લાહ તઆલાના હકો) અથવા હુકૂકુલ-ઈબાદ (લોકોના હકો) ની અદાયગી બાકી હોય, (હુકૂકુ-લ્લાહ જેવી રીતે કઝા નમાઝો, કઝા રોઝા અને સદકાતે-વાજીબા વગૈરહ અને હુકૂકુલ-ઈબાદ જેવી રીતે કોઈના પર જુલ્મ કર્યો હોય અથવા કોઈકને તકલીફ પહોંચાડી હોય અથવા કોઈકનો કર્ઝ અથવા દૈન તેના માથે હોય), તો રમઝાન મહીનાના આવવાથી પહેલા તે તમામ કામોને પૂરા કરી દેવામાં આવે અને દરેકના હક અદા કરી દેવામાં આવે.

કોઈના પર જુલ્મ કર્યો હોય અથવા કોઈને તકલીફ પહોંચાડી હોય, તો તેમનાથી માફી માંગી લે, જેથી તમે રમઝાનુલ-મુબારકની બરકતો પૂરી રીતે હાસિલ કરી શકો.

(૫) રમઝાનથી પેહલા પોતાની નફલ ઈબાદતોમાં વધારો કરે અને ઈબાદતનો મામૂલ બનાવે, જેથી રમઝાનુલ-મુબારકમાં તમે વધારેથી વધારે ઈબાદત કરી શકો.

(૬) રમઝાનુલ-મુબારકથી પહેલા ખૂબ ઇસ્તિગ્ફાર કરે અને દુઆઓ પણ કરે.

(૭) રમઝાનુલ મુબારક થી પેહલા દરેક જરૂરતો અને મસરૂફિયાતો(કામકાજો) થી ફારિગ થવાની કોશિશ કરેં, જેથી રમઝાનુલ મુબારકમાં વધારેથી વધારે ઈબાદત કરી શકે.

عن عبادة بن الصامت رضي الله عنه أن رسول الله صلى الله عليه و سلم قال يوما وحضر رمضان أتاكم رمضان شهر بركة يغشاكم الله فيه فينزل الرحمة ويحط الخطايا ويستجيب فيه الدعاء ينظر الله تعالى إلى تنافسكم فيه ويباهي بكم ملائكته فأروا الله من أنفسكم خيرا فإن الشقي من حرم فيه رحمة الله عز و جل رواه الطبراني ورواته ثقات إلا أن محمد بن قيس لا يحضرني فيه جرح ولا تعديل (الترغيب و الترهيب رقم ۱٤۹٠)

હઝરત ઉબાદહ બિન સામિત(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક દિવસે ઈરશાદ ફરમાવ્યુ કે રમઝાન આવી ગયો છે જે ખૈર અને બરકત નો મહિનો છે. આ મહિનામાં અલ્લાહ તઆલા તમને(પોતાની રહમત અને બરકતો થી) ઘાંકી લે છે. રહમત નાઝિલ ફરમાવે છે, ગુનાહોને માફ ફરમાવે છે અને દુઆ કબૂલ ફરમાવે છે. અલ્લાહ તઆલા આ મહિનામાં નેક કામોંમાં તમારી મુસાબકત ને જોય છે અને પોતાનાં ફરિશ્તાઓની સામે તમારા ઉપર ખુશીનો ઈઝહાર ફરમાવે છે, તેથી અલ્લાહ તઆલાને પોતાનાં સારા અને નેક કામ દેખાડો, બેશક બદનસીબ છે જે આ(રમઝાનનાં મહિનામાં) અલ્લાહ તઆલાની રહમતથી મહરૂમ થઈ ગયો.

(૮) રમઝાન શરૂ થવા પછી અને રમઝાનના દરમિયાન નિચે પ્રમાણેની દુઆ માંગેઃ

اَللّهُمَّ سَلِّمْنِيْ لِرَمَضَان وَسَلِّمْ رَمَضَانَ لِيْ وَسَلِّمْهُ لِيْ مُتَقَبَّلًا

ઈલાહી! રમઝાનના મહીના માટે મને સલામત રાખજો અને રમઝાનના મહીનાને મારા માટે સલામત રાખજો અને એને મારા તરફથી કબૂલ ફરમાવજો.

عن عبادة بن الصامت رضي الله عنه قال: كان رسول الله صلى الله عليه وسلم يعلمنا هؤلاء الكلمات إذا جاء رمضان: اللهم سلمني لرمضان وسلم رمضان لي وسلمه لي متقبلا (كنز العمال، الرقم: ۲٤۲۷۷، وقال: رواه الطبرناني في الدعاء والديلمي وسنده حسن)

હઝરત ઉબાદહ બિન સામિત રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે જ્યારે રમઝાનનો મહીનો આવતો, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અમોને આ કલિમાત સીખવતા હતા:

اَللّهُمَّ سَلِّمْنِيْ لِرَمَضَان وَسَلِّمْ رَمَضَانَ لِيْ وَسَلِّمْهُ لِيْ مُتَقَبَّلًا

(૯) રમઝાનનાં મહીનામાં નેક આમાલ કરો અને ખરાબ આમાલથી બચવાની આદત પાડો.

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم إذا كان أول ليلة من شهر رمضان صفدت الشياطين ومردة الجن وغلقت أبواب النار فلم يفتح منها باب وفتحت أبواب الجنة فلم يغلق منها باب وينادي مناد يا باغي الخير أقبل ويا باغي الشر أقصر ولله عتقاء من النار وذلك كل ليلة (ترمذي رقم ٦۸۲)

હઝરત અબુ હુરૈરહ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે રમઝાનની પેહલી રાત હોય છે, તો શયાતીન અને સરકશ જીન્નાત જકડી દેવામાં આવે છે અને જહન્નમનાં બઘા દરવાજા બંદ કરી દેવામાં આવે છે. તેમાંથી કોઈ દરવાજો પણ ખુલ્લો નથી રેહતો. અને જન્નતનાં બઘા દરવાજા ખોલી દેવામાં આવે છે. તેમાંથી કોઈ દરવાજો બંદ નથી કરવામાં આવતો. અને અલ્લાહ તઆલા તરફથી અવાજ લગાવવા વાળો ફરિશ્તો અવાજ લગાવે છે કે એ નેકીનો ચાહવા વાળો ! અગાળી વઘ. અને એ બુરાઈનો ખ્વાહિશમંદ ! થોભી જા. અને અલ્લાહ તઆલાની તરફથી ઘણા બંદાઓને દોઝખથી આઝાદ કરવામાં આવે છે. અને આ બઘુ રમઝાનુલ મુબારકની દરેક રાતમાં થાય છે.

(૧૦) જો તમે કોઈ રોઝાદારને ઈફ્તાર કરાવવાની તાકાત ધરાવતા હોવ, તો ચોક્કસ કરાવો, એક ખજૂર હોય તો એક ખજૂર.

عن زيد بن خالد الجهني قال قال رسول الله صلى الله عليه وسلم من فطر صائما كان له مثل أجره غير أنه لا ينقص من أجر الصائم شيئا (سنن الترمذي، الرقم: 807، وقال: هذا حديث حسن صحيح)

હઝરત ઝૈદ બિન-ખાલિદ અલ-જુહની રઝ઼િયલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ કોઈ રોઝાદારને ઈફ્તાર કરાવે, તો તેને પણ એટલો જ સવાબ મળશે જેટલો રોઝાદારને મળે છે, એ વાતની ખાતરી સાથે કે રોઝાદારના સવાબમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.

(૧૧) બુઝુર્ઝાને દીનની સોહબત(સંગાત) માં સમય ગુઝારો, જેથી તમે રમઝાનુલ મુબારકની બરકતોથી વધારેથી વધારે ફાયદો હાસિલ કરી સકો.

(૧૨) હરામ અને મુશ્તબા વસ્તુઓ (શકવાળી વસ્તુઓ) થી એહતિરાઝ કરે (બચે) ચાહે તે મુશ્તબા (શક વાળુ) તથા હરામ વસ્તુ ખાવા પીવાથી સંબંધિત હોય અથવા અમલથી સંબંધિત હોય.

(૧૩) રોઝો એક મહાન ઈબાદત છે, તેથી રોઝાની હાલતમાં દરેક તે અમલ (કામ) થી બચવુ જરૂરી છે, જેનાથી રોઝાનો સવાબ બરબાદ થઈ જાય. તેથી રોઝેદારના માટે જરૂરી છે કે તે દરેક કિસ્મની લાયાની કામોથી (જરૂરતવગરના કામોથી) અને ફુઝૂલ વાતોથી (બેકાર વાતોથી) બરાબર પરહેઝ કરે (બચે).

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رب صائم ليس له من صيامه إلا الجوع ورب قائم ليس له من قيامه إلا السهر (سنن ابن ماجة، الرقم: ۱٦۹٠)

હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે ઘણા બઘા રોઝેદાર એવા છે કે તેઓને રોઝાથી ભૂખના વગર કંઈપણ હાસિલ થતુ નથી અને ઘણા લોકો રાતના નમાઝ પઢવાવાળા (રાતના ઈબાદતગુઝાર) એવા છે કે તેઓને રાતની ઈબાદતથી જાગવા વગર કંઈપણ મળતુ નથી.

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من لم يدع قول الزور والعمل به فليس لله حاجة في أن يدع طعامه وشرابه (صحیح البخاري، الرقم: ۱۹٠۳)

હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે માણસ (રોઝાની હાલતમાં) જુઠુ બોલવાનું અને તેના પર અમલ કરવાનુ ન છોડે, તો અલ્લાહ તઆલાને એ વાતની કોઈ જરૂરત નથી કે તે ખાવાનું પીવાનું છોડી દે.

(૧૪) રોઝાની હાલતમાં ગાલી ગલોચ કરવુ (ગાળ આપવુ) અને લડાઈ ઝઘડો કરવુ અને બેહુદા (ખરાબ) વાતચીતથી બચવુ જરૂરી છે. જો કોઈ માણસ રોઝેદારથી ઝઘડો કરવા ચાહે, તો રોઝેદારને જોઈએ કે તેને સારી રીતે સમજાવી કહી દે કે ભાઈ મારો રોજો છે (એટલે રોઝેદારના માટે ઝઘડવું બિલ્કુલ મુનાસિબ નથી).

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: وإذا كان يوم صوم أحدكم فلا يرفث ولا يصخب فإن سابه أحد أو قاتله فليقل إني امرؤ صائم (صحیح البخاري، الرقم: ۱۹٠٤)

હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જ્યારે તમારામાંથી કોઇએ રોજો રાખ્યો હોય, તો તે ફુહશ (ગંદી) વાતચીત ન કરે અને શોરબકોર ન કરે (એટલે જાહિલોના તરીકા પર શોર મચાવતા વાત ન કરે). જો કોઈ તેમની સાથે ગાલી-ગલોચ (ગાળમગાળ) કરે અથવા તેમની સાથે ઝઘડો કરે તો તે તેને કહી દે કે મારો રોજો છે.

(ફુહશ વાતો = બેશરમીની વાતો, બદકારીની વાતો, ગંદી વાતો)

(૧૫) રમઝાનના મહિનામાં નફલ નો સવાબ ફર્ઝના બરાબર થઈ જાય છે અને ફર્ઝનો સવાબ સિત્તેર ગણો વધી જાય છે, તેથી રમઝાનના મહિનામાં વધારેથી વધારે નવાફિલનો એહતિમામ કરે અને ફરાઈઝથી ગફલત ન કરે.

عن سلمان رضي الله عنه قال: خطبنا رسول الله صلى الله عليه و سلم في آخر يوم من شعبان … من تقرب فيه بخصلة من الخير كان كمن أدى فريضة فيما سواه ومن أدى فريضة فيه كان كمن أدى سبعين فريضة فيما سواه (الترغيب و الترهيب، الرقم: ۱٤۸۳)

હઝરત સલમાન ફારસી રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે શાબાનના છેલ્લા દિવસે અમારી સામે ખુત્બો આપ્યો. (આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આ ખુત્બામાં ઈરશાદ ફરમાવ્યું કે) જે માણસ આ મહિનામાં કોઈ સારૂ (નફલ) કામ કરીને અલ્લાહ તઆલાનો કુર્બ હાસિલ કરે, તો તેને રમઝાનના મહિનાના અલાવામાં બીજા કોઈ મહિનામાં ફર્ઝ અદા કરવા વાળાના બરાબર સવાબ મળે છે અને જો આ મહિનામાં એક ફર્ઝ અદા કરે, તો તેને તે માણસના બરાબર સવાબ મળે છે, જેણે બીજા મહિનાઓમાં સિત્તેર ફરાઈઝ અદા કર્યા.

(૧૬) રમઝાનુલ મુબારકની દરેક રાત વીસ રકાત તરાવીહની નમાઝ અદા કરો. તરાવીહની નમાઝ સુન્નતે મુઅક્કદહ છે. હઝરત ઉમર(રદિ.) નાં ઝમાનામાં દરેક સહાબએ કિરામ(રદિ.) ને વિસ રકાત તરાવીહની નમાઝ પર સંતોષ કર્યો હતો. તરાવીહની નમાઝમાં ઓછામાં ઓછુ એક કુર્આન પુરૂ કરવાની કોશીશ કરો.

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من قام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه (ابو داود رقم ۱۳۷۳)

હઝરત અબૂ હુરૈરહ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ ઈમાન અને ષવાબ ની ઉમ્મીદ ની સાથે રમઝાનની રાતોમાં તરાવીહની નમાઝ પઢે, તેનાં પાછલા (બઘા નાનાં) ગુનાહને માફ કરી દેવામાં આવશે.

عن عبد الرحمن بن عوف رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن الله تبارك و تعالى فرض صيام رمضان عليكم و سننت لكم قيامه فمن صامه و قامه إيمانا و احتسابا خرج من ذنوبه كيوم ولدته أمه (سنن النسائي ۱/۳٠۸)

હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક અલ્લાહ તઆલાએ તમારા ઉપર રમઝાનનાં રોઝા ફર્ઝ કર્યા છે અને મેં તમારા માટે તેની રાતોમાં તરાવીહ પઢવુ સુન્નત કર્યુ છે, તેથી જે માણસ રમઝાનનાં મહીનામાં ઈમાન અને ષવાબની ઉમ્મીદની સાથે રોઝો રાખે અને તરાવીહ ની નમાઝ પઢે, તો તે (પોતાના બઘા નાનાં) ગુનાહોથી પાક અને સાફ થઈ જશે, તે દિવસની જેમ જે દિવસે તેની માંતાએ(વાલિદા) જન્મ આપ્યો હતો(જે દિવસે તે જનમ્યો હતો).

عن ابى الحسناء أن علي بن أبي طالب أمر رجلا أن يصلي بالناس خمس ترويحات عشرين ركعة – باب ما روي في عدد ركعات القيام في  شهر رمضان (سنن الكبرى للبيهقي رقم ٤۸٠۵)

હઝરત અબુલ હસના(રહ.)થી મરવી છે કે હઝરત અલી બિન અબી તાલિબ(રદિ.) એક માણસ ને હુકમ(આદેશ) આપ્યો કે તે લોકોની સાથે વીસ રકાત તરાવીહની નમાઝ પઢાવે.

عن الأعمش عن زيد بن وهب قال كان عبد الله بن مسعود يصلي لنا في شهر رمضان فينصرف عليه ليل قال الأعمش كان يصلي عشرين ركعة و يوتر بثلاث (عمدة القاري ۱۱/۱۲۷)

હઝરત અઅમશ(રહ.) ફરમાવે છે કે રમઝાનનાં મહીનામાં હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ(રદિ.) અમારી સાથે વીસ રકાત(તરાવીહ) પઢાવતા હતા અને ત્રણ રકાતો વિત્ર પઢાવતા હતા.

روى البيهقي بإسناد صحيح انهم كانوا يقيمون على عهد عمر بعشرين ركعة و علي عهد عثمان و علي (و هكذا هو في عمدة القاري) (فتح الملهم ۲/۳۲٠)

ઈમામ બયહકી(રહ.) સહીહ સનદથી નકલ કર્યુ છે કે સહાબએ કિરામ(રદિ.) હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી(રદિ.)નાં ઝમાનામાં વીસ રકાતો(તરાવીહની નમાઝ) પાબંદીથી પઢતા હતા.

(૧૭) નિચે પ્રમાણેની ચાર વસ્તુઓ વધારે પ્રમાણમાં કરોઃ

(અ) કલિમએ તય્યિબાનો ઝિક્ર કરે (એટલે لا الٰە الا الله (લા ઈલાહ ઈલ્લાહ) નો ઝિક્ર કરવું).

(બ) ઈસ્તિગફાર કરવું.

(જ) જન્નતનો સવાલ કરવું.

(ચ) જહન્નમથી પનાહ માંગવું.

عن سلمان رضي الله عنه قال خطبنا رسول الله صلى الله عليه و سلم في آخر يوم من شعبان… واستكثروا فيه من أربع خصال خصلتين ترضون بهما ربكم وخصلتين لا غناء بكم عنهما  فأما الخصلتان اللتان ترضون بهما ربكم فشهادة أن لا إله إلا الله وتستغفرونه وأما الخصلتان اللتان لا غناء بكم عنهما  فتسألون الله الجنة وتعوذون به من النار (الترغيب و الترهيب رقم ۱٤۸۳)

હઝરત સલમાન ફારસી રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ શાબાનનાં છેલ્લા દિવસે અમારી સામે બયાન કર્યું. (આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તે બયાનમાં ફરમાવ્યું કે) આ મહીનામાં (રમઝાનના મહિનામાં ચાર આમાલ (કામો) વધારે પ્રમાણમાં કરો. (તે ચાર આમાલમાંથી) બે અમલ એવા છે કે તમે તેના થકી તમારા પાલનહારની ખુશનૂદી હાસિલ કરશો અને બિજા બે અમલ એવા છે કે તેના વગર તમારા માટે કોઈ ચારો (છુટકારો) નથી. અલ્લાહ તઆલાને ખુશ કરવાવાળા આમાલ: કલિમા “લા ઈલાહ ઈલ્લાહ” અને ઈસ્તિગફાર છે અને બે જરૂરી આમાલ (જેના વગર કોઈ ચારો નથી) અલ્લાહ તઆલાથી જન્નતનો સવાલ કરવું અને જહન્નમથી પનાહ માંગવું.

(૧૮) રમઝાન મહિનામાં ખૂબ દુઆ કરવુ જોઈએ. રોઝેદારની દુઆ જરૂર કબૂલ કરવામાં આવે છે, ખાસ કરીને ઈફતારથી પેહલા જે દુઆ માંગવામાં આવે છે તે કબૂલ થાય છે.

عن أبي هريرة رضی الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: ثلاثة لا ترد دعوتهم الصائم حتى يفطر والإمام العادل ودعوة المظلوم يرفعها الله فوق الغمام ويفتح لها أبواب السماء ويقول الرب: وعزتي لأنصرنك ولو بعد حين (سنن الترمذي، الرقم: ۳۵۹۸)

હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો મુબારક ઈરશાદ છે કે ત્રણ જણાની દુઆ રદ કરવામાં નથી આવતીઃ (૧) રોઝેદાર ની દુઆ, અહીંયા સુઘી કે તે ઈફતાર કરી લે, (૨) ન્યાયી (ઈન્સાફ કરવા વાળા) બાદશાહની દુઆ, (૩) મઝલૂમની દુઆ (બદ દુઆ) અલ્લાહ તઆલા તેને વાદળોનાં ઉપર ઉઠાવી લે છે અને તેના માટે આસમાનના દરવાજા ખોલી દેવામાં આવે છે અને અલ્લાહ તઆલા ફરમાવે છે કે મારી ઈઝ્ઝતની કસમ! હું ચોક્ક્સ તારી મદદ કરીશ, જુએ પછી તે થોડા સમય પછી કેમ ન હોય.

(મઝલૂમ= જેના પર જુલમ કરવામાં આવ્યો હોય.)

عن عمرو بن شعيب عن أبيه عن جده قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: للصائم عند إفطاره دعوة مستجابة وكان عبد الله بن عمرو إذا أفطر دعا أهله وولده ودعا (شعب الايمان، الرقم: ۳٦۲٤)

હઝરત અમ્ર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ ફરમાવતા સાંભળ્યા છે કે ઈફતારના સમયે રોઝેદારની દુઆ કબૂલ કરવામાં આવે છે. (રિવાયત કરવા વાળો ફરમાવે છે કે) હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ની મુબારક આદત આ હતી કે જ્યારે ઈફતારનો સમય થતો, તો પોતાના ઘરવાળાઓ અને છોકરાઓને બોલાવતા અને (તેઓની સાથે) દુઆ કરતા.

(૧૯) રમઝાનના મહિનાને શહરૂલ-કુર્આન (કુર્આનનો મહિનો) કહેવામાં આવે છે, તેથી આ મહિનામાં જેટલુ વધારે બની શકે કુર્આનની તિલાવત કરવુ જોઈએ. હાફિઝ સાહબે જે લોકો હાફિઝ નથી તેઓથી વધારે કુર્આન પાક પઢવુ જોઈએ.

(૨૦) રમઝાનનાં મહીનામાં ખૂબ સખાવત કરો. રમઝાનનાં મહીનામાં નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સખાવત ખૂબ વધી જતી હતી.

عن ابن عباس قال كان رسول الله صلى الله عليه وسلم أجود الناس وكان أجود ما يكون في رمضان حين يلقاه جبريل وكان يلقاه في كل ليلة من رمضان فيدارسه القرآن فلرسول الله صلى الله عليه وسلم أجود بالخير من الريح المرسلة (بخاري رقم ٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બઘા લોકોમાંથી સૌથી વધારે સખી(દાન કરવાવાળા) હતા. અને બિજા સમયોથી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રમઝાનુલ મુબારકમાં સૌથી વધારે સખી(દાન કરવાવાળા) હતા, જ્યરે જીબ્રઈલ(અલૈ.) આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મળ્યા કરતા હતા અને હઝરત જીબ્રઈલ(અલૈ) આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)સાથે દરેક રમઝાનની રાતમાં મળતા હતા અને આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે કુર્આનનો દૌર કરતા હતા.(હેતુ આ છે કે) રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)  રમઝાનુલ મુબારક માં સખાવત અને ફય્યાઝીમાં રહમતની તેજ(ઝડપી) હવાથી ભલાઈ અને ખૈરમાં આગળ વધેલા હતા.

(૨૧) સેહરી ખાવામાં બેપનાહ બરકતો છે, તેથી રોઝો શરૂ કરવા પેહલો સેહરી માટે જરૂર જાગો.

عن أبي سعيد الخدري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم السحور كله بركة فلا تدعوه ولو أن يجرع أحدكم جرعة من ماء فإن الله عز و جل وملائكته يصلون على المتسحرين رواه أحمد وإسناده قوي  (الترغيب و الترهيب رقم ۱٦۲۳)

હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે સેહરી ખાવામાં બરકત છે. એટલા માટે તેને કદાપી ન છોડો, અગરચે પાણીનો એક ઘોંટ કેમન હોય, કારણકે અલ્લાહ તઆલા સેહરી ખાવાવાળા પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે છે અને ફરિશ્તા તેનાં માટે ખૈરની દુઆ કરે છે.

وعن عمرو بن العاص رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم  فصل ما بين صيامنا وصيام أهل الكتاب أكلة السحر. (مسلم رقم ۱٠۹٦)

હઝરત અમ્ર બિન આસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “આપણાં અને એહલેકિતાબ(યહુદી) નાં રોઝાઓનાં દરમિયાન ફર્ક કરવાવાળી વસ્તુ સેહરીનું ખાવાનું છે.”

(૨૨) સેહરી ખાવામાં તાખીર(વિલંબના) અફઝલ છે. રાતનાં છેલ્લા હિસ્સામાં સેહરી કરવુ મુસ્તહબ છે(એટલે સુબહ સાદિકથી થોડા સમય પેહલા).

عن أنس بن مالك رضي الله عنه أن نبي الله صلى الله عليه وسلم وزيد بن ثابت تسحرا فلما فرغا من سحورهما قام نبي الله صلى الله عليه وسلم إلى الصلاة فصلى قلنا لأنس كم كان بين فراغهما من سحورهما ودخولهما في الصلاة قال قدر ما يقرأ الرجل خمسين آية (بخاري رقم ۵۷٦)

હઝરત અનસ બિન માલિક(રદિ.)થી રિવાયત છે કે અલ્લાહ નાં  નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને ઝૈદ બિન ષાબિત(રદિ.) સેહરી ખાઘી અને જ્યારે બન્નેવ સેહરીથી ફારિગ થઈ ગયા, તો અલ્લાહનાં નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફજરની નમાઝનાં માટે ઊભા થયા. અમે પુછ્યુ(એટલે હઝરત અનસ(રદિ.)નાં શાગિર્દો(શિષ્યો)એ પુછ્યુ કે) સેહરી ખાવા અને ફજરની નમાઝનાં દરમિયાન કેટલો વકફો(અંતર) હતુ? તેવણે જવાબ આપ્યોઃ પચાસ આયતોની તિલાવતનાં બકદર.

(૨૩) રમઝાનુલ-મુબારક તહજ્જુદની નમાઝ પઢવાનો બેહતરીન મોકો છે, એટલા માટે કે સેહરી માટે ઉઠવાનાજ છે.

(૨૪) ગુરૂબે આફતાબ(સુરજનાં ડુબવા) પછી ઈફતાર જલદી કરો.

عن سهل رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : لا يزال الناس بخير ما عجلوا الفطر. قال أبو عيسى حديث سهل بن سعد حديث حسن صحيح  (ترمذي رقم ٦۹۹)

હઝરત સહલ બિન સઅદ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યાં સુઘી લોકો ઈફતારીમાં જલદી કરતા રહેશે ત્યાં સુઘી તેઓ હંમેશા ભલાઈમાં રહેશે.

عن أبي هريرة رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم  قال الله تعالى أحب عبادي إلي أعجلهم فطرا. (ترمذي رقم ۷٠٠)

હઝરત અબુ હુરૈરહ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાનો ફરમાન છે કે મારા બંદાઓમાંથી મને તે બંદોઓ સૌથી વધારે મહબૂબ છે જે ઈફતારમાં જલદી કરે.

(૨૫) ખજૂર અને પાણીથી ઈફતાર કરવુ બેહતર છે.

عن سلمان بن عامر قال : قال رسول الله صلى الله عليه وسلم  إذا أفطر أحدكم فليفطر على تمر فإنه بركة فإن لم يجد تمرا فالماء فإنه طهور (ترمذي رقم ٦۵۸)

હઝરત સલમાન બિન આમિર(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઈ રોઝાથી હોય, તો તે ખજૂર થી ઈફતાર કરે, કારણકે તેમાં બરકત છે. અને અગર ખજૂર ન મળે, તો પાણીથી ઈફતાર કરે, કારણકે આ એક પાકીઝા વસ્તુ છે.

عن أنس قال : كان النبي صلى الله عليه وسلم يفطر قبل أن يصلي على رطبات فإن لم تكن فتميرات فإن لم تكن تميرات حسى حسوات من ماء . (ترمذي رقم٦۹٦)

હઝરત અનસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મગરિબની નમાઝથી પેહલા થોડી ખજૂરોંથી ઈફતાર ફરમાવતા હતા. અગર તર(ભિની) ખજૂરો મૌજૂદ ન હોતી, તો સુકી ખજૂરોથી ઈફતાર ફરમાવતા હતા અને અગર સુકી ખજૂરો પણ મૌજૂદ ન હોતી, તો થોડા ઘુંટડા પાણી નોશ ફરમાવી લેતા હતા.

(૨૬) ઈફતારનાં પછી નિચે પ્રમાણેની દુઆ પઢોઃ

اَللّهُمَّ لَكَ صُمْتُ وَعَلى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّيْ إِنَّكَ أَنْتَ السَّمِيعُ العَلِيم

હે અલ્લાહ ! મેં તમારા માટેજ રોઝો રાખ્યો અને તમારીજ રોઝીથી ઈફતારી કરી. બેશક તમે વધારે સાંભળવા વાળા અને જાણનાર છો.

ذَهَبَ الظَّمَأُ وَابْتَلَّتِ الْعُرُوقُ وَثَبَتَ الأَجْرُ إِنْ شَاءَ اللَّهُ

પ્યાસ મટી ગઈ અને રગો ભીની થઈ ગઈ અને અજરો ષવાબ સાબિત(અને હાસિલ) થઈ ગયો.

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِرَحْمَتِكَ الَّتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ أَنْ تَغْفِرَ لِي

હે અલ્લાહ! હું તારી એ રહમત ના વાસ્તે તારી પાસે માંગું છું, જે દરેક વસ્તુ પર છવાયેલી છે, કે તું મારી મગ઼્ફિરત (માફી) ફરમાવી દે.

يَا وَاسِعَ الْمَغْفِرَةِ اغْفِرْ لِي

હે ખૂબ જ વધારે માફી આપનાર! તું મને માફ કરી દે.

(૨૭) અગર તમારા માટે શક્ય હોય, તો રમઝાનનાં છેલ્લા અશરામાં એતેકાફ કરો.

عن ابن عباس رضي الله عنه أن رسول الله صلى الله عليه و سلم قال في المعتكف هو يعتكف الذنوب ويجري له من الحسنات كعامل الحسنات كلها (ابن ماجة رقم ۲۱٠۸)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એતેકાફ કરવા વાળાનાં વિષે ફરમાવ્યુ કે જે માણસ એતેકાફમાં બેસે છે, તો તે પોતાને ગુનાહોથી મહફુઝ કરે છે. અને તેનાં માટે બઘી નેકિયો જારી રહે છે(એટલે બઘી નેકિયો તેનાં નામએ આમાલમાં લખાતી રહે છે) અને તે તે માણસની જેમ હોય છે જે બઘી નેકિયોં કરે છે(એટલે એતેકાફથી પેહલા તે જે નેકિયોનો આદી હતો અને એતેકાફનાં કારણે તે તે બઘી નેકિયોંને નથી કરી શકતો. અલ્લાહ તઆલા તેને તે બઘી નેકિયોંનો ષવાબ  અતા(અર્પણ) કરી દે છે.

عن ابن عباس  الله عنه أن رسول الله صلى الله عليه و سلم قال من اعتكف يوما ابتغاء وجه الله تعالى جعل الله بينه وبين النار ثلاث خنادق أبعد مما بين الخافقين رواه الطبراني في الأوسط والبيهقي واللفظ له (الترغيب  رقم ۱٦۵٠)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ અલ્લાહ તઆલાની ખુશનુદીનાં ખાતર એક દિવસ એતેકાફ કરે છે, અલ્લાહ તઆલા તેનાં અને જહન્નમનાં દરમિયાન ત્રણ ખંદકો(ખાઈ)નો ફાસલો કરી દે છે. દરેક ખંદકનાં વચ્ચે પુર્વ અને પશ્વિમની દુરીનાં બકદર ફાસલો હોય છે.

(૨૮) રમઝાનનાં છેલ્લા અશરાની તાક (એકી) રાતોમાં શબે કદ્ર શોઘો.

عن أنس بن مالك قال : دخل رمضان فقال رسول الله صلى الله عليه وسلم : إن هذا الشهر قد حضركم وفيه ليلة خير من ألف شهر من حرمها فقد حرم الخير كله ولا يحرم خيرها إلا محروم  (ابن ماجه رقم ۱٦٤٤)

હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવે છે કે જ્યારે રમઝાન શરૂ થઈ, તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક રમઝાનનો મહીનો તમારી પાસે આવી ગયો. તેમાં એક એવી રાત છે જે હઝાર મહીનાઓથી અફઝલ છે. જે માણસ આ રાતની બરકત અને ફૈઝથી મહરૂમ રહી ગયો, તે તમામ ભલાઈઓ થી મહરૂમ રહી ગયો. અને વાકઈ બદનસીબ માણસ તેજ છે જે તેની ભલાઈઓથી મહરૂમ રહે છે.

(૨૯) તાક(એકી) રાતોમાં સુવા પેહલા થોડો સમય ઈબાદતમાં ગુઝારો. પછી તહજ્જુદનાં માટે ઉઠવાની નિય્યત કરે જેથી તમે તેજ સમયે વઘારે ઈબાદત કરી શકશો.

(૩૦) શબે કદ્રમાં નિચે પ્રમાણેની દુઆ પઢોઃ

اَللّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنّيْ

હે અલ્લાહ ! બેશક તમે સૌથી વધારે માફ કરવા વાળા છો. તમે માફી ને પસંદ કરો છો. મને માફ ફરમાવજો.

عن عائشة قالت : قلت يا رسول الله أرأيت إن علمت أي ليلة ليلة القدر ما أقول فيها ؟ قال قولي اللهم إنك عفو تحب العفو فاعف عني قال هذا حديث حسن صحيح (ترمذي رقم ۳۵۱۳)

હઝરત આંઈશા(રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અર્જ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અગર મને ખબર થઈ જાય કે કઈ રાત, શબે કદ્ર છે, તો હું તેમાં કઈ દુઆ માંગુ? રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો કે તમે આ દુઆ માંગોઃ

اَللّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنّيْ

(૩૧) જે માણસ ઈશા, ફજર અને તરાવીહની નમાઝ જમાત સાથે પઢે છે, અલ્લાહ તઆલા તેને પૂરી રાત ઈબાદત કરવાનો ષવાબ અતા(અર્પણ) ફરમાવે છે અને અગર તે રાત, શબે કદ્ર હોય, તો અલ્લાહ તઆલા શબે કદ્રનો ષવાબ અતા ફરમાવે છે.

عن عثمان رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : من صلى العشاء في جماعة فكأنما قام نصف الليل ومن صلى الصبح في جماعة فكأنما صلى الليل كله . (مسلم رقم ٦۵٦)

હઝરત ઉષ્માન(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે ઈશાની નમાઝ જમાતની સાથે અદા કરી, તો જેવીરીતે કે તેણે અડધી રાત ઈબાદત કરી અને જેણે ફજરની નમાઝ જમાત સાથે અદા કરી, તો જેવીરીતે કે તેણે પૂરી રાત ઈબાદત કરી.

عن أبي ذر: قال … فقام بنا حتى ذهب ثلث الليل ثم لم يقم بنا في السادسة وقام بنا في الخامسة حتى ذهب شطر الليل فقلنا له يا رسول الله لو نفلتنا بقية ليلتنا هذه ؟ فقال إنه من قام مع الإمام حتى ينصرف كتب له قيام ليلة (ترمذي رقم ۸٠٦)

હઝરત અબુ ઝર ગિફારી(રદિ.) ફરમાવે છે કે હમોએ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે(રમઝાનનાં) રોઝા રાખ્યા. તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રમઝાનની પચ્ચીસમી રાત અમારી સાથે અડધી રાત સુઘી તરાવીહની નમાઝ પઢાવી. તો અમે અર્જ કર્યુ, હે અલ્લાહ નાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કાશ તમે હમોને રાતનાં બાકી હીસ્સામાં પણ નમાઝ પઢાવતે. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જેણે ઈમામની સાથે નમાઝ પઢી, ત્યાં સુઘી કે તે(નમાઝ પૂરી કરી)પાછો ફરે, તો તેને પૂરી રાત ઈબાદત કરવાનો ષવાબ આપવામાં આવશે.

(૩૨) ઈદની રાતોમાં જાગો અને ઈબાદત કરો.

عن أبي أمامة رضي الله عنه عن النبي صلى الله عليه و سلم قال من قام ليلتي العيدين محتسبا لم يمت قلبه يوم تموت القلوب  رواه ابن ماجه ورواته ثقات إلا أن بقية مدلس وقد عنعنه (الترغيب و الترهيب رقم ۱٦۵۵)

હઝરત અબુ ઉમામા(રદિ.)થી રિવાયત છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાની રાતોમાં ષવાબ હાસિલ કરવાની ઉમ્મીદ કરવાની હાલતમાં ઈબાદત કરશે, તેનુ દિલ તે દિવસે મુરદા નહી થશે, જે દિવસે(ગુનેહગારોનાં) દિલ મુરદા થઈ જશે.

(૩૩) રમઝાન પછી શવ્વાલનાં છ(૬) રોઝા રાખવાનો એહતેમામ કરો.

عن أبي أيوب الأنصاري أن رسول الله صلى الله عليه وسلم قال: من صام رمضان ثم أتبعه ستا من شوال كان كصيام الدهر (مسلم رقم ۱۱٦٤)

હઝરત અબુ અય્યુબ અંસારી (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જેણે રમઝાનનાં રોઝા રાખ્યા પછી શવ્વાલનાં છ(૬) (નફલી) રોઝા રાખ્યા, તો તેને પૂરા વર્ષ રોઝા રાખવાનો ષવાબ મળશે.

Source: http://ihyaauddeen.co.za/?p=6546


Check Also

ઇયાદતની સુન્નતો અને આદાબ – ૨

ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ …