જનાઝાની નમાઝ સહીહ થવા માટે મય્યિત થી સંબંધિત શરતો

બીજી પ્રકારની શરતોં તે છે જે મય્યિત થી મુતઅલ્લિક(સંબંધિત) છે. એવી શરતોં છ(૬) છે જે નિચે પ્રમાણે છેઃ[૧]

(૧) મય્યિત મુસલમાન હોય. અગર મય્યિત કાફિર યા મુરતદ હોય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં(પઢવામાં) નહી આવશે અને મુસલમાન અગર ચે ફાસિક, ફાજીર અથવા બિદઅતી હોય, તો પણ તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[]

(૨) મય્યિતનાં શરીરને નજાસતે હકીકી અને નજાસતે હુકમિય્યહ થી પાક હોવુ જરૂરી છે. મય્યિતનાં શરીરનુ નજાસતે હકીકી થી પાક હોવાથી મુરાદ એ છે કે તે પેશાબ, પાખાના અને બીજી ગંદગીથી પાક હોય. નજાસતે હુકમિય્યહથી પાક હોવાનો મુરાદ એ છે કે મય્યિતને પાણીની મૌજૂદગીમાં ગુસલ આપવુ જરૂરી છે અને મય્યિતને પાણીની ગૈરમૌજૂદગીમાં તયમ્મુમ કરાવવુ જરૂરી છે.

તેથી અગર આ પ્રકારની નાપાકીયો મય્યિતનાં કફનથી દૂર ન કરવામાં આવી(એટલે કે મય્યિતને કફન ઓઢાવવાથી પેહલા નાપાકિયોં દૂર ન કરવામાં આવી) અથવા મય્યિતનાં બદનથી દૂર ન કરવામાં આવી તો જનાઝાની નમાઝ દુરૂસ્ત નહીં થશે. એવીજ રીતે અગર મય્યિતને ગુસલ આપવામાં ન આવ્યુ પાણી મૌજૂદ હોવાની સૂરતમાં, યા મય્યિતને તયમ્મુમ કરાવવામાં ન આવ્યુ પાણી ની ગૈરમૌજૂદગીની સૂરતમાં તો જનાઝાની નમાઝ દુરૂસ્ત નહી થશે.

નોટઃ-

(૧) અગર નજાસતે હકીકી(પેશાબ અને પાખાના વગેરે) મય્યિતનાં શરીરથી ગુસલ આપવા પછી નીકળી જાય, તો ગુસલનો ઈઆદો(પાછુ ગુસલ) કરવામાં નહી આવશે અને જનાઝાની નમાઝ સહીહ થશે.

(૨) એવીજ રીતે અગર ગુસલ પછી મય્યિતનાં જીસ્મથી નજાસત નીકળી જાય અને કફન મેલુ કરી નાંખે, તો પણ જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે.[૩]

(૩) કેટલાક આલિમો(વિદ્વાનો) ની રાય(અભિપ્રાય) એ છે કે જેવી રીતે મય્યિતને નજાસતે હકીકીય્યા અને જનાસતે હુકમિય્યાથી પાક હોવુ શરત છે એવીજ રીતે મય્યિતની જગ્યાનું(તે જગ્યા જ્યાં મય્યિતને જનાઝાની નમાઝ માટે રાખવામાં આવે છે) પાક હોવુ જનાઝાની નમાઝની સિહત નાં માટે શરત છે, પણ જગ્યાની પાકી આ સૂરતમાં જરૂરી છે, જ્યારે મય્યિતને ખાલી જમીન પર રાખવામાં આવે અને અગર મય્યિત ચારપાઈ(ખાટલા) પર હોય, તો અગર ચે ઝમીન નાપાક હોય, તો પણ જનાઝાની નમાઝ દુરૂસ્ત થઈ જશે, જ્યારે કે ચારપાઈ(ખાટલો) પાક છે.[૪]

(૩) મય્યિતનાં શરીરનાં તે ભાગોને ઢાંકવુ જરૂરી છે, જેને જીવતા માણસનાં માટે નમાઝનાં દરમિયાન ઢાંકવુ જરૂરી છે, તેથી અગર મય્યિતનું આખુ શરીર ખુલ્લુ હોય, યા શરીરનાં તે ભાગો ખુલ્લા હોય, જેને નમાઝમાં ઢાંકવુ જરૂરી છે, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત નહીં થશે.[૫]

(૪) જનાઝાની નમાઝની જગ્યાએ મય્યિતનું હોવુ જરૂરી છે, તેથી અગર જનાઝાની નમાઝ ગાઈબાના અદા કરવામાં આવે, તો દુરૂસ્ત નહી થશે.[૬]

(૫) મય્યિતનું ઈમામ અને મુકતદીયોની સામે હોવુ જરૂરી છે. મય્યિતનાં સામે હોવાના ઉપરાંત મય્યિતનાં શરીરનું અમુક ભાગ બિલકુલ ઈમામની સામે હોવુ જોઈએ. અગર મય્યિત ઈમામની સામે ન હોય અને ન એનાં શરીર નો કોઈ ભાગ ઈમામની સામે હોય, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત નહી થશે. એવીજ રીતે અગર મય્યિતને ઈમામ અને મુકતદીયોની પછાડી રાખવામાં આવે, તો પણ જનાઝાની નમાઝ સહીહ નહી થશે.[૭]

(૬) મય્યિતને જમીન પર મુકવામાં આવે.

અગર મય્યિતની જનાઝાની નમાઝ એવી હાલતમાં અદા કરવામાં આવે કે લોકોએ તેને ઉઠાવેલુ હોય યા તેને જાનવરનાં ઉપર મુકવામાં આવ્યુ હોય, તો જનાઝાની નમાઝ સહીહ નહી થશે. અલબત્તા અગર મય્યિતને એવી વસ્તુ પર મુકવામાં આવે, જે જાનદાર ન હોય, જેવી રીતે કુરસી યા મેઝ વગૈરહ અને તે વસ્તુ(ખુરશી યા મેઝ વગૈરહ) જમીન પર મુકેલી હોય તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે.[૮]

Source: http://ihyaauddeen.co.za/?p=1773


[૧] ( وشرطها ) ستة ( إسلام الميت وطهارته )

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله ( وشرطها ) أي شرط صحتها وأما شروط وجوبها فهي شروط بقية الصلوات من القدرة والعقل والبلوغ والإسلام مع زيادة العلم بموته تأمل قوله ( ستة ) ثلاثة في المتن وثلاثة في الشرح وهي ستر العورة وحضور الميت وكونه أو أكثره أمام المصلي وزاد أيضا سابعا وهو بلوغ الإمام ثم هذه الشروط راجعة إلى الميت وأما الشروط التي ترجع إلى المصلي فهي شروط بقية الصلوات من الطهارة الحقيقية بدنا وثوبا ومكانا والحكمية وستر العورة والاستقبال والنية سوى الوقت (رد المحتار ۲/۲٠۷)

[૨] وأما بيان من يصلى عليه فكل مسلم مات بعد الولادة يصلى عليه صغيرا كان أو كبيرا ذكرا كان أو أنثى حرا كان أو عبدا إلا البغاة وقطاع الطريق ومن بمثل حالهم لقول النبي صلى الله عليه وسلم صلوا على كل بر وفاجر وقوله للمسلم على المسلم ست حقوق وذكر من جملتها أن يصلى على جنازته من غير فصل إلا ما خص بدليل والبغاة ومن بمثل حالهم مخصوصون لما ذكرنا (بدائع الصنائع ۱/۳۱۱) انظر أيضا السنن الكبرى للبيهقي، الرقم: ۷٠۸٠

[૩] الطهارة من النجاسة في ثوب و بدن و مكان و ستر العورة شرط في حق الميت والإمام جميعا

قال العلامة ابن عابدين – رحمه الله -: وكذا لو تنجس بدنه بما خرج منه إن كان قبل أن يكفن غسل و بعده لا (رد المحتار ۲/۲٠۸)

[૪]  وفي القنية الطهارة من النجاسة في ثوب و بدن ومكان

قال العلامة ابن عابدين – رحمه الله -: لكن في التتارخانية سئل قاضيخان عن طهارة مكان الميت هل تشترط لجواز الصلاة عليه ؟ قال إن كان الميت على الجنازة لا شك أنه يجوز وإلا فلا رواية لهذا وينبغي الجواز (رد المحتار ۲/۲٠۸)

( و ) الثاني ( طهارته ) وطهارة مكانه لأنه كالإمام قوله ( والثاني طهارته ) عن نجاسة حكمية وحقيقية في البدن فلا تصح على من لم يغسل ولا على من عليه نجاسة وهذا الشرط عند الإمكان فلو دفن بلا غسل ولم يمكن إخراجه إلا بالنبش سقط الغسل وصلي على قبره بلا غسل للضرورة بخلاف ما إذا لم يهل عليه التراب بعد فإنه يخرج ويغسل ولو صلي عليه بلا غسل جهلا أو نسيانا ثم دفن ولا يخرج إلا بالنبش أعيدت على قبره استحسانا لفساد الأولى ويشترط طهارة الكفن إلا إذا شق ذلك لما في الخزانة أنه إن تنجس الكفن بنجاسة الميت لا يضر دفعا للحرج بخلاف الكفن المتنجس ابتداء اهـ قوله ( وطهارة مكانه ) قال في القنية الطهارة من النجاسة في الثوب والبدن والمكان وستر العورة شرط في حق الإمام يعني المصلي والميت جميعا اهـ وفي السيد وأما مكانه أي إذا كان نجسا فإن كان الميت على الجنازة تجوز الصلاة وإن كان على الأرض ففي الفوائد يجوز وجزم في القنية بعدمه اهـ نهر وجه الجواز أن الكفن حائل بين الميت والنجاسة ووجه عدمه أن الكفن تابع فلا يعد حائلا ثم المراد بالمكان الذي يشترط طهارته أما الجنازة أو الأرض إن لم يكن جنازة والحاصل أن طهارة الأرض إنما تشترط على ما في القنية إذا وضع الميت بدون جنازة أما بها فعدم اشتراط طهارة الأرض متفق عليه (حاشية الطحطاوي على مراقي الفلاح ص۵۸۱)

[૫] (ستة) ثلاثة في المتن وثلاثة في الشرح وهي ستر العورة وحضور الميت وكونه أو أكثره أمام المصلي (رد المحتار ۲/۲٠۷)

[૬] (ووضعه) وكونه هو أو أكثره (أمام المصلي) وكونه للقبلة فلا تصح على غائب ومحمول على نحو دابة وموضوع خلفه

قال العلامة ابن عابدين – رحمه الله -: لأنه احتراز عن كونه خلفه (رد المحتار ۲/۲٠۸)

[૭] وقوله ( ووضعه ) أي على الأرض أو على الأيدي قريبا منها … فلا تصح على غائب و محمول على نحو دابة

قال العلامة ابن عابدين – رحمه الله -: أي كمحمول على أيدي الناس ، فلا تجوز في المختار إلا من عذر (رد المحتار ۲/۲٠۸)

من الشروط حضور الميت ووضعه وكونه أمام المصلي فلا تصح على غائب ولا على محمول على دابة ولا على موضوع خلفه هكذا في النهر الفائق (الفتاوى الهندية ۱/۱٦٤)

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: وكونه هو أو أكثره أمام المصلي) المناسب ذكر قوله هو أو أكثره بعد قوله حضوره لأنه احتراز عن كونه خلفه مع أنه يوهم اشتراط محاذاته للميت أو أكثره وليس كذلك، فقد ذكر القهستاني عن التحفة أن ركنها القيام ومحاذاته إلى جزء من أجزاء الميت اهـ لكن فيه نظر، بل الأقرب كون المحاذاة شرطا فيزاد على السبعة المذكورة، ثم هذا ظاهر إذا كان الميت واحدا، وإلا فيحاذي واحدا منهم بدليل ما سيأتي من التخيير في وضعهم صفا طولا أو عرضا تأمل ثم رأيته في ط.ثم قال: إن هذا ظاهر في الإمام لأن صف المؤتمين قد يخرج عن المحاذاة (رد المحتار ۲/۲٠۸) انظر أيضا بداية المجتهد ۳/۵٠

[૮] وشرطها أيضا حضوره … فلا تصح على غائب (الدر المختار ۲/۲٠۸-۲٠۹)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …