અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧)

અઝાન નો પ્રારંભ અને ફેલાવો

જ્યારે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હિજરત(વતન છોડી પરદેશમાં વસવુ)કરીને મદીના મુનવ્વરહ પહોચ્યા, ત્યારે આપે ત્યાં મસ્જીદ નિર્માણ કરી. મસ્જીદ નિર્માણ થઈ જવા પછી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે સહાબએ કિરામ(રદિ.)થી લોકોને નમાઝનાં માટે મસ્જીદમાં બોલાવવાનાં તરીકાનાં બાબતમાં મશવરો કર્યો, એટલા માટે કે નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દીલની ઈચ્છા હતી કે દરેક સહાબએ કિરામ(રદિ.) મસ્જીદમાં એક સાથે નમાઝ અદા કરે(પઢે), રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને એ પસંદ ન હતુ કે સહાબએ કિરામ(રદિં) અલગ અલગ સમય માં મસ્જીદમાં નમાઝ અદા કરે, એવી રીતે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને એ ક્યારેય પસંદ ન હતુ કે લોકો પોતાનાં ઘરોમાં તથા બીજી કોઈ જગ્યા પર નમાઝ અદા કરે(પઢે).

સહાબએ કિરામે(રદિ.) લોકોને ભેગા કરવા માટે અલગ અલગ સલાહોની રજૂઆત કરી. બઘી સલાહોમાંથી એક સલાહ એ હતી કે આગ સળગાવવામાં આવે અથવા ઝંડો ફરકાવવામાં આવે, જેને જોઈ લોકો આપમેલે(જાતેપોતે) સમજી જશે કે નમાઝનો સમય થઈ ગયો છે અને તેઓ નમાઝ પઢવા માટે મસ્જીદમાં હાજર થઈ જશે.

બીજી સલાહ એ હતી લોકોને નમાઝનાં સમયે ખબર આપવા માટે સૂર ફુંકવામાં આવે અથવા નાકૂસ(ઘંટડી) વગાડવામાં આવે(એટલે બે લાકડીઓને એક બીજા પર મારવામાં આવે). આ બઘી તે યુક્તિઓ હતી, જે તે સમયનાં યહૂદીઓ, ઈસાઈઓ અને કાફીરોનાં સમાજમાં લોકોને પોતાની પ્રાર્થના(ઈબાદત) કરવાની જગ્યામાં બોલાવવા માટે પ્રચલિત(ચાલીરહ્યુ)હતુ. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને તે તરીકાઓ પસંદ ન આવ્યા. કારણકે તે તરીકાઓને પસંદ કરવામાં કુફ્ફારની મુશાબહત લાઝીમ આવતે અને નમાઝનાં સમયો માં ગુંચવણ પૈદા થઈ શકતી હતી કારણકે કુફ્ફાર તેજ તરીકાઓને અપનાવતા હતા. એટલા માટે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને તે ક્યારેય અનુકૂળ(ગમતુ) ન હતુ કે મારી ઉમ્મત, પોતનાં દીન તથા દુન્યવી કામોંમાં યહૂદીયો, નસરાનિયો તથા કુફ્ફારોની(અલ્લાહ તઆલાનો ઇન્કાર કરનાર) નકલ કરેં અને તેઓનાં તરીકાઓને અપનાવે.

ટુંકમાં વાત એ છે કે આ મજલિસ(સભા) માં કોઈપણ નિશ્વિત રૂપે કોઈ ફેસલો(નિર્ણય)ન થઈ શક્યો. મજલિસ(સભા) પૂરી થવા પહેલા હઝરત ઉમર(રદિ.)એ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સેવામાં આ અભિપ્રાયન(રાય)ની રજૂઆત કરી કે જ્યાં સુઘી નિર્ણય(ફેસલો) ન થઈ જાય આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કોઈ સહાબીને આ ખિદમત(સેવા) પર જીમ્મેદાર બનાવી(નિયુક્ત કરી) દેવામાં આવે, જેથી કે તે નમાઝનાં સમયે મહોલ્લાઓ(શેરી)માં જઈને લોકોને નમાઝનાં માટે બોલાવે. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આ અભિપ્રાય(રાય) પસંદ આવી. જેથી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ જવાબદારી હઝરતે બિલાલ(રદિ.)ને સોંપવામાં આવી. જ્યારે નમાઝનો સમય થતો, ત્યારે હઝરત બિલાલ (રદિ.) મદીનાં મુનવ્વરહ માં ચક્કર લગાવતા અને લોકોને ખબર આપતા કે જમાઅત ઊભી થવા જઈ રહી છે.

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ચિંતાને જોઈને સહાબએ કિરામ(રદિ.) પણ આ બાબતમાં ઘણાં ચિંતિત થઈ ગયા. થોડા જ દિવસો પછી અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝતનાં તરફથી હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ(રદિ.)ને રાત્રે એક સપનું દેખાયુ. સપનાંમાં તેમણે જોયુ કે એક ફરિશ્તો લિલા કપડા પહેરી માણસનાં રૂપમાં એમની સામે “નાકૂસ(ઘંટડી) લઈ ઉભો છે. એમણે ફરિશ્તાને સવાલ કર્યોઃ અલ્લાહનાં બંદા! શું તમે નાકૂસ(ઘંટડી) વેચી રહ્યા છો? ફરિશ્તાએ જવાબ આપ્યોઃ તમે આનાંથી શું કરવા માંગો છો? હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ(રદિ.) જવાબ આપ્યોઃ મેં આને વગાડી લોકોને નમાઝનાં માટે બોલાવિશ.તો ફરિશ્તાએ કહ્યુઃ શું હું તમને લોકોને નમાઝ માટે બોલાવવા માટે એવો ઉપાય ન બતાવું જે નાકૂસ(ઘંટડી)વગાડવાથી પણ સર્વોત્તમ(સારૂ) છે?

હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ(રદિ.) કહ્યુઃ કયો ઉપાય સર્વોત્તમ(સારો) છે? ફરિશ્તાએ જવાબ આપ્યોઃ તમે અઝાન આપ્યા કરો. ત્યારબાદ તે ફરિશ્તાએ તેમને અઝાનનાં કલીમાત સિખડાવ્યા.

જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ(રદિ.) સવારનાં ઉઠ્યા, તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સેવામાં હાજર થયા અને આખુ સપનુ બયાન કર્યુ. આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સપનુ સાંભળીને કહ્યુઃ બેશક એક સાચુ સપનું છે. તમે હઝરત બિલાલ(રદિ.)ની નજીક ઉભા થઈ જાઓ અને એમને અઝાનનાં કલીમાત સંભળાવો, જે તમને સપનામાં બતાવવામાં આવ્યા છે. જેથી તેઓ તે કલિમાત અઝાનમાં કહી શકે, એટલા માટે કે એમની અવાજ તમારી અવાજથી વધારે ઉંચી છે, આથી તેમનો અવાજ દૂર સુઘી પહોંચશે.

જ્યારે હઝરત ઉમર(રદિ.) હઝરત બિલાલ(રદિ.)ની અઝાનનો અવાજ સાંભળ્યો, તો પોતાની ચાદર લઈને દોડ્યા અને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સેવામાં હાજર થયા અને સભ્યતાપૂર્વક અરજ કર્યુ એ અલ્લાહ નાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તે ઝાતની કસમ જેમણે તમને ઈસ્લામનાં પ્રચાર માટે રસૂલ બનાવીને મોકલ્યા છે, મેં પણ આવીજ રીતનું સપનુ જોયુ છે. આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ સાંભળી ખુશ થયા અને ફરમાવ્યુઃ જ્યારે એકથી વધારે માણસે આવી રીતનું સપનુ જોયુ તો આ વાત વધારે પરિપક્વ(મજબૂત) અને મુહક્કક(પૃષ્ટી) થઈ ગઈ કે આ અલ્લાહ તઆલાનાં તરફથી એક સાચુ સપનુ છે.

રિવાયતોથી ખબર પડે છે કે દસથી વધારે સહાબએ કિરામે(રદિ.) આવીજ રીતનાં સપના જોયા હતા અને સપનામાંજ તેઓને અઝાનનાં કલિમા સિખવવામાં આવ્યા હતા. આ બઘા સહાબએ કિરામ(રદિ.)માંથી હઝરત અબૂ બકર અને હઝરત ઉમર(રદિ.) નો પણ સમાવેશ છે.[૧]

 

 

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] مرقاة ۲/۳۳۱، الدر المنضود ۲/۸٦، درس ترماية ۲/٤ذي ۱/٤۵۱، السع

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …