મિસ્વાકનાં ફઝાઈલ(સદગુણો)
عن عائشة قالت قال رسول الله صلى الله عليه وسلم فضل الصلاة التي يستاك لها على الصلاة التي لا يستاك لها سبعين ضعفا (المستدرك للحاكم رقم ٥١٥)[૨૦]
હઝરતે આંઈશા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જે નમાઝ મિસ્વાક કરીને અદા કરવામાં આવે એની ફઝીલત તે નમાઝથી સીત્તેર(૭૦) ગણી વધારે છે, જે મિસ્વાક કરવા વગર પઢવામાં આવે.”
عن عائشة رضي الله عنها قالت قال رسول الله صلى الله عليه وسلم السواك مطهرة للفم مرضاة للرب (صحيح البخاري تعليقا ١/٢٥٩)
હઝરતે આંઈશા (રદિ.) નકલ કરે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ “મિસ્વાક મોઢાની સફાઈ અને અલ્લાહ તઆલાની રઝામંદી નો ઝરીઓ છે.”
عن أبي أيوب رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أربع من سنن المرسلين الحياء والتعطر والسواك والنكاح (سنن الترمذي رقم ١٠٨٠)
હઝરત અબૂ અય્યુબ અંસારી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “ચાર વસ્તુઓ અંબિયાએ કિરામની સુન્નતોમાંથી છેઃ(૧)હયા(ઝિંદગીની દરેક બાબતોમાં હયા(શરમ) અપનાવવુ જોઈએ), (૨) ખુશ્બુ ઈસ્તેમાલ કરવું, (૩)મિસ્વાક કરવું, (૪)નિકાહ કરવું.”
عن ابن عباس قال: قال رسول الله صلى الله عليه وسلم: عليكم بالسواك فإنه مطهرة للفم مرضاة للرب مفرحة للملائكة يزيد في الحسنات وهو من السنة ويجلو البصر ويذهب الحفر ويشد اللثة ويذهب البلغم ويطيب الفم ورواه غيره وزاد فيه: ويصلح المعدة (شعب الإيمان رقم ٢٥٢١)[૨૧]
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “મિસ્વાક કરતા રહો, એટલા માટે કે મોઢાંની સફાઈ, અલ્લાહ તઆલાની રઝામંદી અને ફરીશ્તાઓને ખુશ કરવાનો ઝરીઓ છે, આ(મિસ્વાક) નેકિયોમાં વધારો કરે છે. અને ઈસ્તેમાલ સુન્નત છે. આ(મિસ્વાક) નઝરોને તેજ કરે છે. દાતોં અને મસોઢાની બીમારીયોને દૂર કરે છે. એનાથી મસોઢા મજબૂત થાય છે. બલગમ(કફ) દૂર થાય છે. અને મોં સાફ રહે છે. (બીજી રિવાયતમાં આ પણ છે કે) મિસ્વાકથી પેટનો મેદો(કોઠો) બરાબર થાય છે, પાચનક્રિયાની તાકત વધે છે.”
Source: http://ihyaauddeen.co.za/?cat=217
[૨૦] هذا حديث صحيح على شرط مسلم، ولم يخرجاه
قال الذهبي في التلخيص : على شرط مسلم
[૨૧] قال البيهقي : تفرد به الخليل بن مرة وليس بالقوي في الحديث
قال ابن الملقن في البدر المنير (٢/٢٣) : هو كما قال فقد ضعفه يحيى بن معين والنسائي وقال البخاري منكر الحديث وقال ابن حبان منكر الحديث عن المشاهير كثير الرواية عن المجاهيل وقال أبو زرعة شيخ صالح وقال أبو حاتم ليس بالقوي وقال ابن عدي ليس بمتروك
قال السيوطي رحمه الله كتصانيف البيهقي فقد التزم أن لا يخرج فيها حديثا يعلمه موضوعا . انتهى. (تدريب الراوي ١/٢٣٧)
وقد اعتمد السيوطي وابن عراق رحمهما الله على قول البيهقي هذا. (اللآلىء المصنوعة في الأحاديث الموضوعة ١/١٢)
قال الشيخ محمد عوامة: والشرط الرابع: أن يكون لهذا الحديث الضعيف أصل يندرج تحته، وهو أمر ملاحظ جدا في واقع علمائنا رحمهم الله، فهم -كما نبهت إليه-يروون هذا الحديث الضعيف مع جملة أحاديث تشهد له، إما صحيحة بذاتها فتعضد هذا الضعيف، وإما ضعيفة أيضاً فتتعاضد مع بعضها، وقد لاحظتُ هذا الامر كثيرًا وأنا أستقرئ هذا الاستقراء من الكتب التي نقلت عنها، فوجدته والحمد لله متوفراً مستوفى … (حكم العمل بالحديث الضعيف صـ ١٠٤-١٠٦)