સવાલ- સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીનાં ઘરેણાં (જવેરાત)ની ઝકાત કાઢતા સમયે શું કિંમત (ભાવ) નક્કિ કરવામાં કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?
જવાબ- અગર કોઈની પાસે સોના યા ચાંદી નિસાબનાં બરાબર હોય, (સોના નો નિસાબ સિત્યાસી (૮૭) ગ્રામ ચારસો એંસી (૪૮૦) મિલીગ્રામ છે અને ચાંદી નો નિસાબ છ સો બાર (૬૧૨) ગ્રામ ત્રણસો સાંઠ (૩૬૦) મિલીગ્રામ છે) તો એના પર ઝકાત ફર્ઝ થશે.
અગર તેવણ ઠીક સોના યા ચાંદીથી જ ઝકાત અદા કરે તો તેનાં ઉપર સોના અથવા ચાંદીનો ચાલીસમો હિસ્સો જકાત માં આપવું પડશે. અને અગર તેવણ ઠીક સોના અથવા ચાંદીથી ઝકાત અદા ન કરે, બલકે તેવણ રૂપીયા અથવા ડોલર વગૈરહથી ઝકાત અદા કરે, તો આ સૂરતમાં તેમને જુવે કે તે સોનું અથવા ચાંદીની કિંમત (ભાવ)નો અઢી ફિસદ (પ્રતિશત) અદા કરેગા.
નોટ: સોના અને ચાંદીની કિંમત (ભાવ) નક્કી (નિયુક્ત) કરવામાં કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે.
ઉદાહરણ તરીકે ઘરેણાં (ઝવેરાત) ની કિમ્મત (ભાવ) પચાસ હજાર રૂપિયા છે. ચાલીસ હઝાર રૂપિયા ઠીક સોનાની કિમ્મત (ભાવ) છે અને વધુ દસ હજાર રૂપિયા ઘડામણી નાં લીધે છે.
તો જો આદમી રૂપિયા થી ઝકાત અદા કરે તો તે પચાસ હજાર રૂપિયા પર જકાત અદા કરશે (એટલે કે તે પચાસ હજાર રૂપિયા ની ઢાઈ ફીસદ જકાત કાઢશે).
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ولو كان له إبريق فضة وزنه مائتان وقيمته ثلاثمائة إن أدى خمسة من عينه فلا كلام أو من غيره جاز عندهما خلافا لمحمد وزفر إلا أن يؤدي الفضل وأجمعوا أنه لو أدى من خلاف جنسه اعتبرت القيمة حتى لو أدى من الذهب ما تبلغ قيمته خمسة دراهم من غير الإناء لم يجز في قولهم لتقوم الجودة عند المقابلة بخلاف الجنس فإن أدى القيمة وقعت عن القدر المستحق (رد المحتار۲/۲۹۷)
ولو كان له إبريق فضة وزنه مائتان وقيمته لصياغته ثلثمائة إن أدى من العين يؤدي ربع عشره وهو خمسة قيمتها سبعة ونصف وإن أدى خمسة قيمتها خمسة جاز، ولو أدى من خلاف جنسه يعتبر القيمة بالإجماع كذا في التبيين (الفتاوى الهندية ۱/۱۷۹)
فتاوى محموديه ۱٤/۸۸
فتاوى دار العلوم ٦/۱۲٤
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/35