હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની નજરમાં હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો અઝીમ મકામ

كتب سيدنا عمر رضي الله عنه إلى أهل الكوفة:

إني قد بعثت عمار بن ياسر أميرا، وعبد الله بن مسعود معلما ووزيرا (لسيدنا عمار رضي الله عنه) ، وهما من النجباء من أصحاب رسول الله صلى الله عليه وسلم من أهل بدر، فاقتدوا بهما، وأطيعوا واسمعوا قولهما، وقد آثرتكم (أهل الكوفة) بعبد الله على نفسي (أي: بعثته إلى الكوفة مع أني كنت أحتاج إليه في المدينة المنورة) (أسد الغابة ٣/٣٨١)

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અહ્લે-કૂફાને લખ્યું:

“મેં અ઼મ્માર બિન-યાસીરને તમારા લોકોના ગવર્નર અને અ઼બ્દુલ્લાહ બિન-મસઊદને તમારા લોકોના મુઅ઼લ્લિમ (ઉસ્તાદ) અને (અ઼મ્માર માટે) વજીર બનાવીને મોકલ્યા છે. આ બંને હઝરતો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ખાસ સહાબામાંથી છે અને ગઝવ-એ-બદરમાં શરીક થનારાઓમાંથી છે; એટલા માટે તેમની ઇત્તિબા (ફોલો) કરો, તેમની ઇતાઅ઼ત કરો અને જે કંઈ તેઓ કહે, તેને સાંભળો. મેં અબ્દુલ્લાહ બિન-મસઊદના બાબતમાં તમારા લોકોને પોતાના પર તર્જીહ આપી છે (એટલે કે હું અબ્દુલ્લાહ બિન-મસઊદનો મોહતાજ છું અહીં મદીના મુનવ્વરામાં, પરંતુ તેના છતાં મેં તમારા લોકોની રાહબરી માટે તેમને કૂફા મોકલ્યા છે).”

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનું હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને આખિરત તરફ બોલાવવું

સલમા બિન-તમામ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહ બયાન કરે છે:

“હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની વફાતથી થોડાક દિવસ પહેલાં એક શખ્સ તેમને મળવા આવ્યો. તેમને મળ્યા પછી તે શખ્સે તેમને કહ્યું: હે ઇબ્ને-મસઊદ! ગઈ કાલે રાત્રે મેં તમને ખ્વાબમાં જોયા. મેં જોયું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ એક મિમ્બર પર બેઠા હતા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સામે તમે જમીન પર બેઠેલા હતા.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તેમને મુખાતબ કરીને ફરમાવ્યું: હે ઇબ્ને-મસઊદ! મારી પાસે આવી જાઓ; કારણ કે લોકોએ (મારા ઇંતિકાલ પછી) તમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી.

આ ખ્વાબ આ વાત તરફ ઈશારો હતો કે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની વફાતનો સમય નજીક આવી ચૂક્યો છે.”

જ્યારે તે શખ્સે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ સામે પોતાના ખ્વાબનો ઉલ્લેખ કર્યો, ત્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમને પૂછ્યું કે અલ્લાહની કસમ! શું સાચે જ તમે ગઈ કાલે રાત્રે આ ખ્વાબ જોયો હતો? તે માણસે જવાબ આપ્યો કે હા, સાચે જ મેં ગઈ કાલે રાત્રે આ ખ્વાબ જોયો હતો.
આ સાંભળીને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તે શખ્સને કહ્યું કે મારી આપને વિનંતી છે કે તમે થોડા દિવસો મદીના-મુનવ્વરામાં રહો અને મારી નમાઝે-જનાઝામાં શિર્કત કર્યા પછી જ મદીના-મુનવ્વરાથી વિદાય થજો.

થોડા દિવસો પછી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો ઇંતિકાલ થયો અને તેમની નમાઝે-જનાઝા મદીના-મુનવ્વરામાં પઢાવવામાં આવી. (ઉસ્દુલ-ગાબા: ૩/૨૮૫)

Check Also

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુનો અઝીમ ઇલ્મ

قال التابعي الجليل مسروق رحمه الله: لقد جالست أصحاب محمد صلى الله عليه وسلم، فوجدتهم …