હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુનો અઝીમ ઇલ્મ

قال التابعي الجليل مسروق رحمه الله:

لقد جالست أصحاب محمد صلى الله عليه وسلم، فوجدتهم كالإخاذ (الذي يروي غُلّة الناس).

فالإخاذ يروي الرجل، والإخاذ يروي الرجلين، والإخاذ يروي العشرة، والإخاذ يروي المائة، والإخاذ لو نزل به أهل الأرض لأصدرهم، فوجدت عبد الله بن مسعود من ذلك الإخاذ (أي: يروي علمُه غلّة أهل الأرض العلمية) (من الطبقات الكبرى ٢/٢٦١)

જલીલુલ-કદ્ર તાબિઈ હઝરત મસરૂક રહમતુલ્લાહિ અલૈહ ફરમાવે છે:

“હું સહાબા-એ-કિરામ રઝિયલ્લાહુ અન્હુમની સોહબતમાં બેઠો અને મેં તેમાંથી હર એક સહાબીને જોયા કે તેઓ એક તળાવ જેવા હતા (જે લોકોની તરસ બુઝાવી શકે છે). કેટલાક તળાવનો હાલ એ છે કે તે એક આદમીની તરસ બુઝાવી શકે છે, કેટલાક તળાવનો હાલ એ છે કે તે બે આદમીઓની તરસ બુઝાવી શકે છે, કેટલાક તળાવનો હાલ એ છે કે તે દસ આદમીઓની તરસ બુઝાવી શકે છે, જ્યારે કેટલાક તળાવ એવા છે કે તે એક સો આદમીઓની તરસ બુઝાવી શકે છે.

પરંતુ કેટલાક તળાવ એવા છે, જે આખી દુનિયાના લોકોની તરસ બુઝાવી શકે છે. મેં અબ્દુલ્લાહ બિન મસઊદને એવા પામ્યા.” (એટલે કે તેમનું દીની ઇલ્મ અને ફૈઝ આખી દુનિયાની તરસ બુઝાવી શકે છે.)

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની હદીસો રિવાયત કરવામાં હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુની સાવચેતી (એહતિયાત)

એક વખત હઝરત અમ્ર બિન મૈમૂન રહમતુલ્લાહિ અલૈહ એ હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુની અત્યંત ઉચ્ચ કોટિની સાવચેતી (ગાયત દરજાની એહતિયાત) બયાન કરી, જ્યારે તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની હદીસો રિવાયત કરતા હતા.

તેમણે ફરમાવ્યું: “એક વાર જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની એક હદીસ બયાન કરવાનું શરૂ કર્યું, તો તેમના પર એટલો ખૌફ અને ફિક્ર તારી થઈ ગઈ કે તેમની પેશાની પર પરસેવાના ટીપાં (કતરા) નજર આવવા લાગ્યા.”

હદીસ બયાન કર્યા પછી હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુએ લોકોને કહ્યું: “રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આ વાત કહી છે અથવા આનાથી કરીબ કોઈ વાત કહી છે.” (અલ-મુસ્તદરક, હદીસ નંબર: ૫૩૭૪)

આ હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદની ગાયત દરજાની સાવચેતી હતી કે જ્યારે તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક હદીસો બયાન કરતા હતા, ત્યારે તેમના પર આ રીતનો ડર અને ચિંતા છવાઈ જતી હતી કે ક્યાંક હદીસ બયાન કરવામાં કોઈ ભૂલ ન થઈ જાય અથવા તેઓ કોઈ એવી વાત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તરફ મનસૂબ ન કરી દે, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ન ફરમાવી હોય.

અસલ વાત આ છે કે હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુ આટલા બધા ડરતા હતા; કેમ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાની મુબારક હદીસમાં ઇરશાદ ફરમાવ્યું છે: “જે વ્યક્તિ જાણી-બૂજીને મારી તરફ કોઈ જૂઠી વાત મનસૂબ કરે, તે પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.” (સહીહ બુખારી, હદીસ નંબર: ૧૦૭)

Check Also

હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇલ્મે-દીનને ફેલાવવું

لما دخل سيدنا علي رضي الله عنه الكوفة وشاهد علم أهلها، قال: أصحاب عبد الله …