
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ વાર ફરમાવ્યું:
લોકોને હદિયા, સદકા અને કરઝ (ઉધાર) આપવાના ફઝાઈલ સહાબા રઝ઼િયલ્લાહુ ત’આલા અન્હુમના કિસ્સાઓથી સમજાવવા જોઈએ. સહાબા રઝ઼િયલ્લાહુ ત’આલા અન્હુમ પોતે મજૂરી કરીને પણ સદકો કરતા હતા.
તેમનામાં ફકત માલદાર લોકો જ સદકો નહોતા કરતા, ગરીબો પણ મજૂરી કરીને કંઈક ને કંઈક સદકો કરતા હતા; કારણ કે સદકાના ફઝાઈલ તેમની નજરમાં હતા.
અને જ્યારે સદકાનો આટલો મોટો દરજ્જો છે, તો હદિયા તો તેનાથી પણ વધારે બહેતર છે.
આ જ રીતે કરઝ (ઉધાર પૈસા) આપવાના પણ ઘણા બધા ફઝાઈલ છે; જેમ કે, જ્યારે કરઝ ચૂકવવાની મુદત (સમય) પૂરી થઈ જાય, અને તે પછી જો કોઈ તંગદસ્ત મકરૂઝ (લાચાર દેવાદાર)ને થોડી વધુ મોહલત (સમય) આપવામાં આવે અને તેની પાસે ઉઘરાણી ન કરવામાં આવે, તો (પૈસા પાછા મળવા સુધી) દરરોજ સદકો કરવાનો સવાબ મળે છે. (મલ્ફૂઝાતે હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ, પેજ નંબર: ૫૦)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી