હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇલ્મે-દીનને ફેલાવવું

لما دخل سيدنا علي رضي الله عنه الكوفة وشاهد علم أهلها، قال: أصحاب عبد الله سرج هذه القرية (في نشر علم الدين وإرشاد الناس) (الطبقات الكبرى ٦/٩٠)

જ્યારે હઝરત અલી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કૂફા શહેરમાં દાખલ થયા અને ત્યાંના રહેવાસીઓના ઇલ્મને જોયો, તો તેમણે ફરમાવ્યું:

“અબ્દુલ્લાહ (બિન-મસઊ઼દ)ના તમામ શાગિર્દો આ શહેરના ચરાગ છે” (એટલે કે હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના તમામ શાગિર્દોએ અહલે-કૂફામાં ઇલ્મે-દીનને ફેલાવ્યો અને લોકોની રહનુમાઈ કરી). (અત-તબ્કાતુલ-કુબ્રા: ૬/૯૦)

હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ અને તેમનું કુરાન મજીદનું ઇલ્મ

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના શાગિર્દ હઝરત શકીક બિન-સલમહ રહ઼મતુલ્લાહિ અલૈહ બયાન કરે છે કે એક વખત હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ખુત્બો આપ્યો.

ખુત્બાના દોરાન તેમણે ફરમાવ્યું: “અલ્લાહની કસમ! મેં કુરાન કરીમની સિત્તેર થી વધુ સૂરતો બરાહે-રાસ્ત (સીધે) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી શીખી છે. હું અલ્લાહના નામ પર કસમ ખાઉં છું કે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમ આ વાતથી વાકિફ છે કે હું કુરાન કરીમના બારામાં તે સૌથી વઘુ ઇલ્મ રાખવા વાળો છું; આની સાથે-સાથે હું પોતાની જાતને તેમનાથી બેહતર નથી સમજતો.”

એક બીજી રિવાયતમાં છે કે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ આ પણ ફરમાવ્યું: “જો મને કોઈ એવા આદમીના બારામાં જાણકારી હોત, જે કુરાને-કરીમમાં મારાથી વધારે ઇલ્મ રાખતો હોય, તો હું ઇલ્મ હાસિલ કરવા માટે તેની પાસે જાત.”

હઝરત શકીક બિન-સલમહ રહ઼મતુલ્લાહિ અલૈહ બયાન કરે છે કે (આ ખુત્બા પછી) હું બીજા સહાબા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમની મજલિસોમાં જઈને બેઠો, જેથી હું સાંભળું કે તેઓ (હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના આ બયાનના બારામાં) શું કહે છે? મેં કોઈના પાસેથી પણ એવું ન સાંભળ્યું કે તેમણે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના આ દાવાની કોઈ તર્દીદ (ખંડન) કરી હોય.

(સહીહ બુખારી: ૫૦૦૦; સહીહ મુસ્લિમ: ૨૪૬૨; ફતહુલ-બારી: ૯/૪૮)

Check Also

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મહોબ્બત

قال سيدنا عمرو بن العاص رضي الله عنه: سأحدثك برجلين (معينين) مات رسول الله صلى …