
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું:
જો માલની ઝકાત ન કાઢવામાં આવે, તો પછી તે ઝકાત વાળો ભાગ (જે ગરીબોનો હક હતો અને તમારા માલમાં રહી ગયો) તે બીજા બાકીના બધા જ સારા માલને પણ ખાઈ જાય છે.
ઝકાત આપવાથી માલમાં કોઈ ઘટાડો થતો નથી; પરંતુ ઝકાત ન આપવાથી માલ ટકતો નથી. આગ લાગી જાય, કોર્ટ-કચેરીના કેસમાં ખર્ચ થઈ જાય, દુખ-બીમારીમાં વપરાઈ જાય, ટૂંકમાં કોઈ ને કોઈ બહાને તે માલ હાથમાંથી નીકળી જ જાય છે.
(મલ્ફૂઝાતે હઝરત શૈખ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ, હિસ્સો અવ્વલ, પેજ નંબર: ૩૯)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી