
(૧) તાઝિયતનો મતલબ એ છે કે મય્યિતના સગા-સંબંધીઓ અને અઝીઝોને તેમની મુસીબત પર તસલ્લી (દિલાસો) આપવામાં આવે અને તેમની સાથે હમદર્દી તથા ભલાઈવાળો વ્યવહાર કરવામાં આવે.
તેની રીત એ છે કે મય્યિતના ઘરવાળાઓની હાજરીમાં મય્યિત માટે દુઆ કરવામાં આવે. આ જ રીતે મય્યિતના ઘરવાળાઓ માટે પણ દુઆ કરવામાં આવે કે અલ્લાહ ત’આલા તેમને આ મુસીબત પર સબર અતા ફરમાવે.
(૨) નીચે જણાવેલા અલ્ફાઝમાં દુઆ માંગી શકાય છે: અલ્લાહ ત’આલા મરહુમને જન્નતમાં આલાથી આલા (બુલંદથી બુલંદ) મકામ અતા ફરમાવે, તેમના ગુનાહોને માફ ફરમાવે અને ઘરવાળાઓને સબ્રે-જમીલ અતા ફરમાવે.
(૩) મય્યિતના અહબાબ (દોસ્તો) અને મુત’અલ્લિકીન (તાલ્લુક રાખવા વાળા)ને જોઈએ કે તેઓ મય્યિતના ઘરવાળાઓ અને સગા-સંબંધીઓને તસલ્લી આપે. પરંતુ એ જરૂરી છે કે તાઝિયતના સમયે ના-મહરમ મર્દો અને ઔરતો વચ્ચે પર્દાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી