બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું:

“જી હા! આજ-કાલ બે-પર્દગીનો જોર છે. મોટા ફિત્નાનો જમાનો છે.

આ એતિરાઝ (વાંધો) કરવામાં આવે છે કે આ પર્દો ઓરતોને કૈદમાં રાખવું છે.

હું કહું છું કે આ કૈદ નથી; બલ્કે હિફાઝત છે, જે દરેક નફીસ (કીમતી અને ઉમદા) ચીજ માટે અક્લી તોર પર જરૂરી સમજવામાં આવે છે.

જુઓ! રેલના સફરમાં કોઈ પોતાના રૂપિયા-પૈસાને ખોલીને આમ મન્ઝર પર દેખાડતો નથી ચાલતો, કેટલી હિફાઝતથી રાખે છે. એવી જ રીતે ઓરતને આમ લોકોના સામે લાવવું ઝાહિર છે કે ખતરાઓથી ખાલી નથી. પસ્ જે અન્દેશો (ડર) ત્યાં છે, એ જ અન્દેશો અહીં છે.

એક આ એતિરાઝ કરવામાં આવે છે કે ઓરતને પર્દામાં રાખવાની મસ્લિહત (ફાયદો) આ કહેવામાં આવે છે કે ઇફ્ફત (પાકદામની) મહફૂઝ રહે; પરંતુ અમે જોઈએ છીએ કે પર્દામાં પણ ખરાબીઓ થઈ જાય છે.

હું કહું છું કે પર્દાના અંદર કિયામત સુધી ખરાબી ન થશે. ખરાબી જ્યારે થશે, બે-પર્દગીથી જ થશે. જ્યાં સુધી તેઓ પર્દો રાખશે, ખરાબી થઈ જ નથી શકતી. ખરાબીની ઇબ્તિદા (શરૂઆત) હંમેશા બે-પર્દગીથી જ થશે.” (મલ્ફૂઝાત હકીમુલ-ઉમ્મત: જિલ્દ ૭, પેજ ૧૨૮)

Check Also

તકબ્બુર (ઘમંડ) દૂર થવાની નિશાની

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: એક સાહેબે ખત (પત્ર) …