હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની જિંદગીની આખરી પળો

لما حضرت سيدنا أبا ذر رضي الله عنه الوفاة، بكت زوجته. فقال لها: ما يبكيك؟ فقالت: وما لي لا أبكي وأنت تموت بفلاة من الأرض

قال سيدنا أبو ذر رضي الله عنه: فأبشري ولا تبكي، فإني سمعت رسول الله صلى الله عليه وسلم، يقول: لا يموت بين امرأين مسلمين ولدان أو ثلاثة (في الطفولة) فيصبران ويحتسبان فيريان النار أبدا، وقد مات لنا ثلاثة من الولد (في الطفولة، فينجينا الله عزّ وجلّ من العذاب في الآخرة) (الاستيعاب ١/٢٥٣)

જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇન્તેકાલનો સમય નજીક આવ્યો, તો તેમની અહલિયા (ઘરવાળી) રડવા લાગી. ઘરવાળીને પૂછ્યું: “તું કેમ રડી રહી છે?” તેમણે કહ્યું: “હું કેમ ન રડું, જ્યારે કે આપ એક વેરાન જમીનમાં ઇન્તેકાલ પામી રહ્યા છો!”

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “ખુશ થઈ જાઓ અને ન રડો! કારણ કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને ફરમાવતા સાંભળ્યા છે: ‘જે બે મુસલમાન હઝબન્ડ-વાઇફના બે કે ત્રણ બાળકો બાળપણમાં જ ફૌત (ઇન્તેકાલ) થઈ જાય, અને તે બંને સબર કરે અને સવાબની ઉમ્મીદ રાખે, તો તે ક્યારેય દોઝખની આગ નહીં જુએ.’

અને આપણા પણ ત્રણ બાળકો (બાળપણમાં) ઇન્તિકાલ કરી ચૂક્યા છે, (તેથી અલ્લાહ અઝ્ઝ વ જલ્લ આપણને આખિરતના અઝાબથી નજાત અતા ફરમાવશે).

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તરફથી લશ્કરના અમીરને ઇન્સાફની નસીહત

ઇમામ બૈહકી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે:

જ્યારે હઝરત યઝીદ બિન-અબી સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ શામના ગવર્નર હતા, તો મુસલમાનોએ જિહાદ કર્યો અને ફતેહ હાસિલ કરી, જેનાથી તેમણે કેટલોક માલે-ગનીમત હાસિલ કર્યો.

માલે-ગનીમતમાં એક ખૂબસૂરત બાંદી હતી, જે એક મુસલમાન સિપાઈના હિસ્સામાં આવી. જ્યારે તે મુસલમાન સિપાઈને માલે-ગનીમતમાંથી તેનો હિસ્સો આપવામાં આવ્યો, તો લશ્કરના અમીર હઝરત યઝીદ બિન-અબી સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તે બાંદીને તે મુસલમાન સિપાઈ પાસેથી (જેના હિસ્સામાં તે બાંદી આવી હતી) પોતાના માટે લઈ લીધી.

તે સમયે હઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ મુલ્કે-શામમાં હતા; તેથી આ સિપાઈ તેમની પાસે ગયો જેથી તેમની મદદ લે કે તેઓ હઝરત યઝીદ બિન-અબી સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ સાથે વાત કરે કે તે એ બાંદીને તેને પાછી આપી દે.

તેથી હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તે સિપાઈને સાથે લઈને હઝરત યઝીદ બિન અબી-સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પાસે ગયા અને તેમણે તેમને ત્રણ વાર હુકમ આપ્યો કે તેઓ તે બાંદીને તે સિપાઈના હવાલે કરી દે.

તે પછી હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમને ફરમાવ્યું: “સાંભળો! અલ્લાહની કસમ! જો તમે આ બાંદીને સિપાઈ પાસેથી નાહક છીનવી લેશો, તો સારી રીતે જાણી લો કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને આ ફરમાવતા સાંભળ્યા છે કે સૌથી પહેલો માણસ જે મારી સુન્નતને બદલશે, તે બનૂ-ઉમૈયહનો માણસ હશે (અને કેટલીક રિવાયતોમાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે એ પણ ફરમાવ્યું કે બનૂ-ઉમૈયહનો જે માણસ મારી સુન્નતને બદલી દેશે, તેનું નામ યઝીદ હશે).”

આ કહીને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પોતાની પીઠ ફેરવીને પાછા જવા લાગ્યા.

હઝરત યઝીદ બિન-અબી સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તરત જ બાંદી તે સિપાઈને પાછી આપી દીધી અને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની પાછળ ગયા. તેમની પાછળ ચાલતા તેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને કહ્યું: “હું આપને અલ્લાહના નામનો વાસ્તો આપીને સવાલ કરું છું, શું તમારો ખ્યાલ છે કે હું એ જ માણસ છું, જેના વિશે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે આ વાત ફરમાવી (કે તે હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મુબારક સુન્નતને બદલશે)?” હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ જવાબ આપ્યો કે ના, આપ તે શખ્સ નથી (તે શખ્સ કોઈ બીજો હશે).

ઉપર ઝિક્ર કરવામાં આવેલો વાકિઓ બયાન કર્યા પછી ઇમામ બૈહકી રહીમહુલ્લાહએ ઝિક્ર કર્યું છે કે હઝરત યઝીદ બિન-અબી સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના સહાબી હતા અને તેઓ હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ અને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દોરમાં શામના લશ્કરના સરદાર હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે બનૂ-ઉમૈયહના જે માણસ વિશે ફરમાવ્યું કે તે મારી મુબારક સુન્નતને બદલી દેશે, તે આ યઝીદ બિન-અબી સુફયાન નથી (કારણ કે હઝરત યઝીદ બિન-અબી સુફયાન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના સહાબી હતા અને નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મુબારક સુન્નતો મુજબ પોતાની પૂરી જિંદગી વિતાવી અને તેમણે હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સુન્નત નથી બદલી).

ઇમામ બૈહકી રહ઼િમહુલ્લાહએ એ કહ્યું કે જે યઝીદ વિશે હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે કહ્યું કે તે મારી સુન્નતને બદલી દેશે, મુમકિન છે કે તે યઝીદ બિન-મુઆવિયા હતો (કારણ કે તેણે બનૂ-ઉમૈયહના દોરમાં ઇસ્લામને બહુ નુકસાન પહોંચાડ્યું હતું અને હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સુન્નત બદલવાની કોશિશ કરી). (દલાઇલુન્ન-નુબુવ્વહ: ૬/૪૧૦)

Check Also

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અન્હુની હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુ સાથે મોહબ્બત

જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇન્તેકાલની ખબર મળી, તો તેઓ …