
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું):
وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ (જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી તેઓ ખર્ચ કરે છ.) ને ફક્ત ધન-દોલત (પૈસા) સાથે જ જોડી દેવાનું કોઈ કારણ નથી; પરંતુ અલ્લાહ ત’આલાએ આપણને બહારની અને અંદરની જે તાકાત આપી છે; જેમ કે: ફિકર (વિચારવાની તાકાત), રાય (બુદ્ધિ) અને હાથ-પગ, આ બધું પણ અલ્લાહ ત’આલાની જ આપેલી ભેટ (અતિયો) છે. અને અલ્લાહના કામોમાં તથા તેના દીન માટે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો પણ એમાં સામેલ છે. (મલ્ફૂઝાત હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ રહ઼્મતુલ્લાહ અલૈહ, પેજ નંબર: ૧૦૬)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી