સૂરહ-નાસની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ‎﴿١﴾‏ مَلِكِ النَّاسِ ‎﴿٢﴾‏ إِلَٰهِ النَّاسِ ‎﴿٣﴾‏ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ‎﴿٤﴾‏ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ‎﴿٥﴾‏ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ‎﴿٦﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ લોકોને) કહો કે હું પનાહ માંગું છું લોકોના રબ પાસે (૧) લોકોના બાદશાહ પાસે (૨) લોકોના મા’બૂદ પાસે (૩) તે વસવસો નાંખવા વાળા ના શર થી, જે પાછળ હટી જવા વાળો છે (૪) જે લોકોના દિલોમાં વસવસો નાંખે છે (૫) પછી ભલે તે (વસવસો નાંખવાવાળો) જીનમાંથી હોય કે લોકોમાંથી (હું પનાહ માંગું છું) (૬) 

રુહાની શરારતો થી સુરક્ષા મેળવવી

પાછલી સૂરહ (અર્થાત સૂરહ ફલક)માં મુખ્યત્વે શારીરિક તકલીફો અને શરારતો સુરક્ષા માટે પનાહ માંગવામાં આવી હતી (અગર ચે من شر ما خلق દ્વારા સૃજાયેલા તમામ ચીજોની ખોટી સેવા થી સુરક્ષા માટે પનાહ માંગુ છું, તેમાં આધ્યાત્મિક તકલીફોં અને શરારતો પણ સામેલ હતા).

આ સૂરહમાં આધ્યાત્મિક તકલીફોં અને શરારતો થી સુરક્ષા માટે પનાહ માંગવામાં આવી છે.

કારણ કે આધ્યાત્મિક તકલીફો અને શરારતો શારીરિક તકલીફો અને શરારતો ઘણી વધારે ખરાબ છે, આ કારણસર આ સૂરહ સાથે કુરાન મુજદનું ઈખ્તિતામ કરવામાં આવ્યું છે.

જે પણ શારીરિક શરારત અને તકલીફ ઇન્સાનને પહોંચે છે, તે ઇન્સાનની જીવન સુધી મહદૂદ રહે છે. જેમ જ ઇન્સાનનુ અવસાન થાય છે, તેની કસોટી અને તકલીફ સમાપ્ત થઈ જાય છે.

જ્યાં સુધી આધ્યાત્મિક શરારત અને તકલીફ વિશે વાત છે, તે ફક્ત દૈનિક જીવન સુધી મહદૂદ નથી રહેતી; પરંતુ તે આખિરત પણ ઇન્સાનને અસર કરે છે, તેથી આમાંથી સાફ થાય છે કે આધ્યાત્મિક તકલીફ અને શરારતો દુનિયાની શારીરિક તકલીફ અને શરારતો માથી વધારે ગંભીર અને જોખમી છે.

Check Also

સૂરહ ફલકની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …