
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું:
“તમે તમારી કદ્ર અને કીમત તો સમજો! દુનિયાભરના ખજાના પણ તમારી કીમત નથી. અલ્લાહ ત’આલા સિવાય કોઈ પણ તમારી કીમત લગાવી શકતું નથી.
તમે અમ્બિયા અલૈહિમુસ્સલામના નાઇબીન (નાઇબનું બહુવચન) છો, જે આખી દુનિયાને કહી દે છે:
إِنْ أَجْرِيَ إِلاَّ عَلَى اللَّهِ
“મારો અજ્ર (બદલો/મજૂરી) અલ્લાહ પર છે.”
તમારું કામ એ છે કે બધા લોકોથી ઉમ્મીદોને ખતમ કરીને અને સિર્ફ અલ્લાહના અજ્ર પર યકીન અને ભરોસો રાખીને, તવાઝુ અને તઝલ્લુલ (પોતાને ઝુકાવવું અને કમતર પેશ કરવું) સાથે મોમિનોની ખિદમત કરો.
આનાથી જ ‘અબ્દિય્યત (બંદગી) ની તકમીલ અને તઝઈન (સજાવવું) થશે.” (મલ્ફૂઝાત હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ રહમતુલ્લાહી અલૈહિ, પેજ: ૧૦૬)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી