સવાલ: એક માણસ ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ પઢી રહ્યો હતો. ચોથી રકાત અદા કર્યા પછી તે છેલ્લી અત્તહિય્યાત માટે ન બેઠો; બલ્કે ભૂલથી પાંચમી રકાત માટે ઊભો થઈ ગયો. પછી તેણે પાંચમી રકાતમાં રુકૂઅ અને સજદો પણ કરી લીધો, તે પછી તે અત્તહિય્યાત માટે બેઠો અને સલામ ફેરવી દીધું.
આ સૂરતમાં તેની નમાઝનો શો હુકમ છે? શું તેની ફર્ઝ નમાઝ દુરુસ્ત થઈ ગઈ કે તેના પર નમાઝ દોહરાવવી લાઝિમ થશે?
જવાબ: ચાર રકાતવાળી ફર્ઝ નમાઝમાં છેલ્લી અત્તહિય્યાતમાં બેસવું ફર્ઝ છે. જો કોઈ શખ્સ છેલ્લી અત્તહિય્યાત માટે ન બેસે, તો તેની ફર્ઝ નમાઝ અદા થતી નથી અને તેના પર નમાઝ દોહરાવવી લાઝિમ થઈ જાય છે. તેથી, તે શખ્સ ચોથી રકાતમાં છેલ્લી અત્તહિય્યાત માટે નહોતો બેઠો, એટલા માટે તેની તે ફર્ઝ નમાઝ દુરુસ્ત થઈ નથી અને તેના પર તે ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ દોહરાવવી (એટલે કે નમાઝ ફરીથી પઢવી) લાઝિમ છે.
ફકત અને અલ્લાહ તઆલા જ સૌથી વધુ જાણનાર છે.
દારુલ ઇફ્તા, મદ્રસા તાલીમુદ્દીન
ઇસ્પિંગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રિકા
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી