દુઆ માંગવા પહેલા દુરૂદ શરીફ પઢવુ

عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا أراد أحدكم أن يسأل فليبدأ بالمدحة والثناء على الله بما هو أهله ثم ليصل على النبي صلى الله عليه وسلم ثم ليسأل بعد فإنه أجدر أن ينجح (المعجم الكبير للطبراني، الرقم: 8780، ورجاله رجال الصحيح إلا أن أبا عبيدة لم يسمع من أبيه كما في مجمع الزوائد، الرقم: 17255)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ’ઉદ રદ઼િય અલ્લાહુ અન્હૂએ ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઈ અલ્લાહ તઆલાથી દુઆ કરવા માંગે, તો સૌથી પેહલા તે અલ્લાહ તઆલાની એમની શાનના લાયક હમ્દો-સના (તારીફ અને પ્રશંસા) કરે. પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલે. ત્યાર પછી દુઆ કરે. કારણકે (આ રીતે દુઆ કરવામાં) કબૂલ થવાના વધારે ચાન્સ છે. (કારણકે તે દુઆ ના આદાબ ને ધ્યાન માં રાખીને દુઆ કરી રહ્યો છે.)

દુરૂદની વિપુલતાનાં કારણે જન્નતમાં દાખલો

એક સાહબે અબુ હફ્સ કાગઝી(રહ.)ને તેમનાં મૃત્યુ પછી સપનાંમાં જોયા. એમને પુછ્યુ કે શું મામલો થયો? એમણે કહ્યુ કે અલ્લાહ તઆલાએ મારા પર રહમ(કૃપા કરી) ફરમાવ્યો,મારી મગફીરત ફરમાવી(ક્ષમા કરી દીધો)ને જન્નતમાં દાખલ કરવાનો હુકમ આપી દીઘો. તેમણે કહ્યુ આ કેવી રીતે થયુ? એમણે કહ્યુ કે જ્યારે મારી હાજરી થઈ તો ફરિશ્તાઓને હુકમ આપવામાં આવ્યો. તેઓએ મારાં ગુનાહ અને મારા દુરૂદ શરીફ ને ગણ્યા તો મારા દુરૂદ શરીફ ગુનાહોથી વઘી ગયા તો મારાં અલ્લાહ તઆલાએ ઈરશાદ ફરમાવ્યુ કે “હે ફરિશ્તાઓ બસ બસ અગાડી હિસાબ ન કરશો અને તેને મારી જન્નતમાં લઈ જાવો.”(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૭)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://whatisislam.co.za/index.php/history/seerah/seeratul-mustafaa/item/481http://ihyaauddeen.co.za/?p=6230

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …