
عن عيسى بن عميلة رحمه الله أنه قال: أخبرني من رأى أبا ذر يحلب غنيمة له، فيبدأ بجيرانه وأضيافه قبل نفسه. (من سير أعلام النبلاء ٣/٣٩٩)
‘ઈસા બિન-‘ઉમૈલહ રહ઼િમહુલ્લાહ એક એવી વ્યક્તિ પાસેથી નકલ કરે છે જેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ અને મહેમાનો સાથે હુસ્ને-સુલૂક (સારો વ્યવહાર) રૂબરૂ જોયો હતો.
ફરમાવે છે કે “જ્યારે પણ અબૂ-ઝર પોતાની બકરીઓનું દૂધ દોહતા, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના પડોશીઓ અને મહેમાનોને દૂધ પીવડાવતા હતા, અને ત્યારપછી જ તેઓ પોતે દૂધ પીતા હતા.”
હઝરત અબૂ-ઝર રઝિયલ્લાહુ ‘અન્હુ અને મહેમાનનવાઝી
ઈસા બિન-‘અમીલા રહ઼્મતુલ્લાહી ‘અલૈહ એક માણસનો કિસ્સો નકલ કરે છે, જેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુનું પોતાના પડોશીઓ અને મહેમાનો સાથેનો સારો વર્તાવ જાતે જોયો હતો. તેઓ ફરમાવે છે:
જ્યારે પણ હઝરત અબૂ-ઝર પોતાની બકરીઓનું દૂધ દોહતા, ત્યારે તે સૌથી પહેલા પોતાના પડોશીઓ અને મહેમાનોને દૂધ પીવડાવતા; ત્યાર પછી જ તે પોતે પીતા હતા.
એક રાત્રે મેં હઝરત અબૂ-ઝરને જોયા કે તે પોતાની બકરીઓનું દૂધ દોહી રહ્યા હતા; ત્યાં સુધી કે બકરીઓના આંચળમાં દૂધ બિલકુલ ન બચ્યું. ત્યારબાદ તેમણે એ દૂધ પોતાના મહેમાનોની ખિદમતમાં પેશ કર્યું અને તેમની સામે થોડી ખજૂર પણ મૂકી દીધી.
પછી તેમણે મહેમાનો પાસે માફી માંગી કે તે જમવા માટે બીજી કોઈ વસ્તુ હાજર કરી શક્યા નથી; કારણ કે એ સમયે તેમની પાસે બીજું કંઈ નહોતું. તેમણે મહેમાનોને સંબોધીને કહ્યું કે જો અમારી પાસે આનાથી સારી કોઈ વસ્તુ હોત, તો અમે તેને ચોક્કસ તમારી સામે પેશ કરત.
મેં એ રાત્રે હઝરત અબૂ-ઝરને જોયા હતા કે તેમણે એ ખાવામાંથી એક કોળિયો પણ નહોતો ખાધો; બલ્કે તેમણે બધું જ પોતાના મહેમાનો સામે મૂકી દીધું હતું.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી