અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છેઃ
(૧) કોઈ રીતે ખબર પડે કે મુસલમાનોની સંખ્યા ગૈર મુસ્લિમોથી વધારે હોય, તો દરેક લાશોને ગુસલ આપવામાં આવશે અને કફન પહેરાવવામાં આવશે. તથા બઘાનાં ઉપર જનાઝાની નમાઝ પણ અદા કરવામાં આવશે આ નિય્યતથી કે જનાઝાની નમાઝ માત્ર મુસલમાનોં માટે અદા કરવામાં(પઢવામાં) આવી રહી છે. ત્યારપછી બઘાને મુસલમાનોનાં કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવે. [૮]
(૨) કોઈ રીતે ખબર પડે કે ગૈર મુસ્લિમોની સંખ્યા મુસલમાનોં થી વધારે હોય, તો તે લાશોને ન ગુસલ આપવામાં આવે, અને ન તો કફન પહેરાવવામાં આવે. અલબત્તા દરેક લાશોને ધોવામાં આવે જેવી રીતે નાપાક કપડાને ધોવામાં આવે છે પછી તે બઘાને કપડામાં લપેટીને ગૈર મુસ્લિમોનાં કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવે. તેઓની જનાઝાની નમાઝ પણ પઢવામાં નહી આવશે. [૯]
(૩) કોઈ રીતે ખબર પડે કે મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની સંખ્યા બરાબર હોય, તો કોઈપણ લાશને ન ગુસલ આપવામાં આવશે અને ન તો કફન પહેરાવવામાં આવશે. અલબત્તા દરેક લાશોને નાપાક કપડાને ધોવામાં આવે છે. પછી તે બઘાને કપડામાં લપેટીને જનાઝાની નમાઝનાં વગર દફન કરી દેવામાં આવશે.
નોંઘઃ- ત્રીજી સૂરતમાં(જ્યારે મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની સંખ્યા બરાબર હોય)ફુકહાએ કિરામ(ધર્મશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવનાર લોકો)ની આ બાબતમાં ત્રણ અભિપ્રાયો છે કે લાશોને ક્યાં દફન કરવામાં આવે. આ ત્રણ રાયોમાંથી અગર કોઈપણ રાય પર અમલ કરવામાં આવશે તો જાઈઝ છે.
પ્રથમ અભિપ્રાયઃ- લાશોને ગૈર મુસ્લિમોનાં કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે.
બીજો અભિપ્રાયઃ- લાશોને મુસલમાનોનાં કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે.
ત્રીજો અભિપ્રાયઃ- લાશોને ન મુસલમાનોનાં કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે અને ન ગૈર મુસ્લિમોનાં કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે, બલ્કે બીજી કોઈ અલગ જગ્યામાં દફન કરવામાં આવે. [૧૦]
ઉપર દર્શાવેલી ત્રણેવ સૂરતોમાં(જેવી રીતે મુસલમાનોની સંખ્યા ગૈર મુસ્લિમોથી વધુ હોય તથા ઓછી હોય તથા બરાબર હોય) અમૂક ફુકહાએ કિરામ(ધર્મશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવનાર લોકો) નો અભિપ્રાય એ છે કે બઘી લાશોને ગુસલ આપવામાં આવે, દરેકને કફન પહેરાવવામાં આવે અને તેનાં ઉપર જનાઝાની નમાઝ પઢવામાં આવે આ નિય્યતથી કે જનાઝાની નમાઝ માત્ર મુસલમાનોંની અદા કરી રહ્યો છું.
Source: http://ihyaauddeen.co.za/?p=1662
[૮] اختلط موتانا بكفار ولا علامة اعتبر الأكثر فإن استووا غسلوا واختلف في الصلاة عليهم ومحل دفنهم كدفن ذمية حبلى من مسلم قالوا والأحوط دفنها على حدة ويجعل ظهرها إلى القبلة لأن وجه الولد لظهرها (الدر المختار ۲/۲٠٠) قال الشامي : (قوله اعتبر الأكثر) أي في الصلاة بقرينة قوله في الاستواء واختلف في الصلاة عليهم قال في الحلية : فإن كان بالمسلمين علامة فلا إشكال في إجراء أحكام المسلمين عليهم وإلا فلو المسلمون أكثر صلى عليهم وينوي بالدعاء المسلمين ولو الكفار أكثر ففي شرح مختصر الطحاوي للإسبيجابي لا يصلى عليهم لكن يغسلون ويكفنون ويدفنون في مقابر المشركين اهـ قال ط وكيفية العلم بالأكثر أن يحصى عدد المسلمين ويعلم ما ذهب منهم ويعد الموتى فيظهر الحال قوله ( واختلف في الصلاة عليهم ) فقيل لا يصلى لأن ترك الصلاة على المسلم مشروع في الجملة كالبغاة وقطاع الطرق فكان أولى من الصلاة على الكافر لأنها غير مشروعة لقوله تعالى ولا تصل على أحد منهم مات أبدا وقيل يصلى ويقصد المسلمين لأنه إن عجز عن التعيين لا يعجز عن القصد كما في البدائع قال في الحلية فعلى هذا ينبغي أن يصلى عليهم في الحالة الثانية أيضا أي حالة ما إذا كان الكفار أكثر لأنه حيث قصد المسلمين فقط لم يكن مصليا على الكفار وإلا لم تجز الصلاة عليهم في الحالة الأولى أيضا مع أن الاتفاق على الجواز فينبغي الصلاة عليهم في الأحوال الثلاث كما قالت به الأئمة الثلاث وهو أوجه قضاء لحق المسلمين بلا ارتكاب منهي عنه اهـ ملخصا قوله ( كدفن ذمية ) جعل الأول مشبها بهذا لأنه لا رواية فيه عن الإمام بل فيه اختلاف المشايخ قياسا على هذه المسألة فإنه اختلف فيها الصحابة رضي الله تعالى عنهم على ثلاثة أقوال فقال بعضهم تدفن في مقابرنا ترجيحا لجانب الولد وبعضهم في مقابر المشركين لأن الولد في حكم جزء منها ما دام في بطنها وقال وائلة بن الأسقع يتخذ لها مقبرة على حدة قال في الحلية وهذا أحوط والظاهر كما أفصح به بعضهم أن المسألة مصورة فيما إذا نفخ فيه الروح وإلا دفنت في مقابر المشركين قوله ( لأن وجه الولد لظهرها ) أي والولد مسلم تبعا لأبيه فيوجه إلى القبلة بهذه الصفة ط (رد المحتار ۲/۲٠۱)
[૯] وإن كانت الغلبة للمشركين فإنه لا يصلى على الكل ولكن يغسلون ويكفنون ولكن لا على وجه غسل موتى المسلمين وتكفينهم ويدفنون في مقابر المشركين وإن كانا سواء فلا يصلى عليهم أيضا (الفتاوى الهندية ۱/۱۵۹).
[૧૦] واختلف المشايخ في دفنهم قال بعضهم في مقابر المشركين وقال بعضهم في مقابر المسلمين وقال بعضهم يتخذ لهم مقبرة على حدة (الفتاوى الهندية ۱/۱۵۹)