
كان سيدنا عمر رضي الله عنه يقول: أبو بكر سيدنا، وأعتق سيدنا يعني بلالا (صحيح البخاري، الرقم: 3754)
હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવતા હતા: “અબૂ-બક્ર આપણા સરદાર છે અને તેમણે આપણા સરદાર (એટલે કે બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ) ને આઝાદ કર્યા.”
મુલ્કે-શામમાં હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની અઝાન
આ કિસ્સો તે સમયનો છે જ્યારે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ પોતાના ખિલાફત કાળ દરમિયાન બૈતુલ-મુકદ્દસના સફરે હતા. રસ્તામાં તેઓ ‘જાબિયા’ (સીરિયાનો એક વિસ્તાર) માં રોકાયા હતા. ત્યાંના લોકોએ હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુને એક ખાસ દરખાસ્ત કરી.
તેમણે કહ્યું કે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ, જેઓ તે સમયે સીરિયામાં જ રહેતા હતા, તેઓ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખાસ મુઅઝ્ઝિન રહ્યા છે. લોકોની ઈચ્છા છે કે તેઓ ફરી એકવાર હઝરત બિલાલ (રઝ઼િયલ્લાહુ અન્હુ)ના અવાજમાં અઝાન સાંભળે.
હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુએ હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુને અઝાન આપવા માટે વિનંતી કરી, જેનો તેમણે તરત જ સ્વીકાર કર્યો.
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુએ અઝાન આપવાનું શરૂ કર્યું, લોકોના દિલમાં મદીના-મુનવ્વરાનો તે મુબારક સમય તાજો થઈ ગયો જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમની વચ્ચે હાજર હતા. અઝાન સાંભળીને લોકોને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની જુદાઈનું દુઃખ સતાવવા લાગ્યું અને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.
હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુના આઝાદ કરેલા ગુલામ, હઝરત અસલમ રહ઼િમહુલ્લાહ આ દ્રશ્યનું વર્ણન કરતા કહે છે:
”મેં મારા જીવનમાં ક્યારેય લોકોને તે દિવસ કરતા વધારે રડતા જોયા નથી.”
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી