
ઇયાદતે-મરીઝના ફઝાઇલ
સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ
હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે વ્યક્તિ સવારે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર હજાર ફરિશ્તાઓ સાંજ સુધી અલ્લાહ તઆલાથી રહમતની દુઆ કરશે અને જે સાંજે કોઈ બિમાર માણસની ઇયાદત કરે, તેના માટે સિત્તેર હજાર ફરિશ્તાઓ સવાર સુધી અલ્લાહ તઆલાથી રહમતની દુઆ કરશે અને તેને જન્નતમાં એક બાગ મળશે.”
જન્નતમાં મહેલનું નિર્માણ
હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે “જ્યારે કોઈ શખ્સ કોઈ બિમાર માણસની ઇયાદત કરે છે તો આસમાનમાંથી એક ફરિશ્તો પુકારે છે કે આરામથી અને સુકૂનથી રહો. તમારું ચાલવું કેટલું સારું છે (એટલે કે પોતાના ભાઈથી મુલાકાત અને તેની ખબરગીરી માટે) અને (આ અમલથી) તમે પોતાના માટે જન્નતમાં એક મહેલ બનાવી લીધો છે.”
અલ્લાહની રઝાનો લાભ
હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુથી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે કયામતના દિવસે અલ્લાહ તઆલા ફરમાવશે: “એ આદમના દીકરા! હું બિમાર હતો, પણ તું મારી ઇયાદત કરવા ન આવ્યો.” તે શખ્સ જવાબ આપશે: “એ અલ્લાહ! હું તમારી ઇયાદત કેવી રીતે કરતે, જ્યારે કે તમે તો બંને જહાંના પરવરદિગાર છો? (અને બીમારીથી પાક છો)” અલ્લાહ તઆલા ફરમાવશે: “શું તને ખબર ન હતી કે મારો ફલાં બંદો બિમાર હતો અને તું તેની ઇયાદત માટે ન ગયો? શું તને ખબર ન હતી કે જો તું તેની ઇયાદત કરતે, તો તું મને તેની પાસે પામતે?” (એટલે કે તું મારા સવાબ અને ખુશીને આ અમલ દ્વારા હાસિલ કરતે) (સહીહ મુસ્લિમ, અર્રકમ: ૨૫૬૯)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી