હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી

لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص  وسيدنا عبد الله بن عمر رضي الله عنهما ممن غسّله (من مجمع الزوائد، الرقم: ١٤٨٨٠ وصحيح البخاري، الرقم: ٣٩٩٠)

જ્યારે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુનો ઇન્તિકાલ થયો, ત્યારે હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદિયલ્લાહુ અન્હુમ તે લોકોમાંથી હતા જેમણે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુને ગુસ્લ દીધુ હતુ.

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસલમાં હઝરત સાદ બિન-અબી વક્કાસ રદ઼િયલ્લાહુ અન્હુની ભાગીદારી

જ્યારે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુનો ઇન્તિકાલ થયો, ત્યારે હઝરત સા’દ બિન-અબી વક્કાસ રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમ તે લોકોમાંથી હતા, જેમણે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુને ગુસલ આપ્યુ હતુ.

ગુસલ પછી લોકો તેમના જનાઝાને ‘અકીક નામના સ્થળેથી મદીના-મુનવ્વરા તરફ લઈ ગયા, જેથી તેમને મદીના-મુનવ્વરાના કબ્રસ્તાન જન્નતુલ-બકીઅમાં દફન કરી શકાય.

જ્યારે જનાઝો હઝરત સાદ રદ઼િયલ્લાહુ અન્હુના ઘર પાસેથી પસાર થયો, ત્યારે હઝરત સા’દ રદ઼િયલ્લાહુ અન્હુ ઝડપથી પોતાના ઘરમાં દાખલ થયા, જેથી તેઓ ગુસલ કરીને દફનમાં સામેલ થઈ શકે.
ઘરમાંથી બહાર નીકળતા પહેલાં હઝરત સાદ રદ઼િયલ્લાહુ અન્હુએ પોતાના ઘરના લોકોને સંબોધતા ફરમાવ્યું કે:

“મેં ગુસલ એટલા માટે નથી કર્યો કે હું હઝરત સઈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસલમાં શરીક હતો; પરંતુ મેં તો ફકત ગરમીથી ઠંડક મેળવવા માટે ગુસલ કર્યો છે.”

Check Also

હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ

ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ …