શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું:
એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ.
તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો (ભલે બીજે ક્યાંકથી પૈસા ઉછીના લઈને જ દેવુ પડે પણ ટાઇમ પર આપી દો).
નિય્યત ખાલિસ રાખશો તો અલ્લાહ તરફથી ખૂબ મદદ મળશે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી