ઇયાદતની સુન્નતો અને આદાબ – ૧

બીમારની ઇયાદત

ઇસ્લામ ઇન્સાનને અલ્લાહ તઆલાના અને તેના બંદાના હકો પૂરા કરવાનો હુકમ આપે છે.

ઇન્સાનના હકો જે ઇન્સાન પર લાઝિમ છે: બે પ્રકારના છે:

પહેલો પ્રકાર = તે હકો જે દરેક વ્યક્તિ પર ઇન્ફિરાદી તૌર પર (વ્યક્તિગત રીતે) ફરજિયાત છે. ઉદાહરણ તરીકે: દરેક વ્યક્તિ તેના માં-બાપ, રિશ્તેદારો, પડોશીઓ વગેરેના હકો પૂરા કરવા માટે જવાબદાર છે.

બીજો પ્રકાર = તે હકો જે સામાન્ય રીતે બધા મુસલમાનોને લગતા હોય છે. આ પ્રકાર વિશે, નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) એક હદીસ-શરીફમાં ઇર્શાદ ફરમાવ્યું છે કે દરેક મુસલમાન માટે બીજા મુસલમાનો પર છ હક છે. આ છ ઉમૂમી હકોમાંથી એક એ છે કે જ્યારે કોઈ મુસલમાન ભાઈ બીમાર હોય તો તેની ઇયાદત માટે જવું.

હઝરત અલી (રદ઼િયલ્લાહુ અન્હુ)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: દરેક મુસલમાન માટે બીજા મુસલમાન પર છ હકો છે: જ્યારે તે તેને મળે, ત્યારે તેને સલામ કરે. જો તે તેને દાવત આપે, તો તેની દાવત કબૂલ કરે. જ્યારે તેને છીંક આવે (અને અલ્હ઼મદુલિલ્લાહ કહે), ત્યારે તેને જવાબમાં યર્હ઼મુકલ્લાહ કહે. જ્યારે તે બીમાર હોય, ત્યારે તેની ઇયાદત કરે. જ્યારે તેનો ઇન્તિકાલ થઈ જાય, ત્યારે તેની જનાજ઼ાની નમાઝમાં શરીક થાય અને તેના માટે તેજ પસંદ કરે જે તે પોતાના માટે પસંદ કરે.

(‘ઈયાદત = બીમારની ખબર અંતર પૂછવુ, બીમાર-પુર્સી)
(યર્હ઼મુકલ્લાહ = અલ્લાહ તારા પર રહ઼મ કરે)

Check Also

તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧

મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુષ્યની દરેક …