સવાલ-: કયા પ્રકારનાં માલ પર ઝકાત ફર્ઝ છે?
જવાબ-: નિચે પ્રમાણેનાં માલો પર ઝકાત ફર્ઝ છેઃ
(૧) રોકડ રકમ જે માણસનાં કબજામાં છે અથવા જે તેણે બેંકમાં જમા કરી છે તે બઘા પર ઝકાત ફર્ઝ છે.
(૨) જે માલ લોકો ને કર્ઝ (ઉધાર) નાં તૌર પર આપ્યા છે અથવા જે કર્ઝાઓ લોકોનાં સીરે છે એના માટે વ્યાપારનો સામાન વેચવાનાં બદલામાં તે બઘા કર્ઝાઓ અને દેવાઓ પર ઝકાત ફર્ઝ છે.
(૩) વિદેશી સીક્કાઓ જે માણસની માલિકીમાં હોય એ બઘા પર પણ ઝકાત ફર્ઝ છે. ઉદાહરણ તરીકે ડોલર, પાઉન્ડ વગેરે.
(૪) સોના અને ચાંદી જે માણસની માલિકીમાં છે એ બઘા પર ઝકાત ફર્ઝ છે.
(૫) જો કોઈ તિજારતી (ટ્રેડિંગ) કંપની માં ભાગીદારી છે તો પોતાના ભાગનાં પ્રમાણે કંપની નાં વ્યાપારનાં સામાન પર જકાત ફર્ઝ છે (એટલે કે બજાર કિંમત નાં એ’તેબારથી જે પણ પોતાનાં ભાગની કિંમત છે, તેનાં પર જકાત ફર્ઝ છે). તેમાં તે વસ્તુઓનો સમાવેશ નથી, જે વ્યાપારનાં સામાનનો ભાગ નથી. ઉદાહરણ તરીકે કંપનીનું મકાન, મકાનમાં લાગેલ સામાન અને બીજી વસ્તુઓ જેવી રીતે કે અલમારીઓ અને કુર્સીઓ, કંપનીની ગાડીઓ વગેરે. તે વસ્તુઓ પર ઝકાત ફર્ઝ નથી. બલકે ફકત તે વસ્તુઓનો ભાવ લગાવવામાં આવશે, જે કંપનીનાં વેપારનાં માલ માં સમાયેલ છે.
(૬) વ્યાપાર (વેચાણ) નાં સામાન પર ઝકાત ફર્ઝ છે. વ્યાપાર (વેચાણ) નાં સામાન ની કિંમત બજારના ભાવના પ્રમાણે થશે. બજારના ભાવનો મતલબ આ છે કે તે સામાન બજારમાં મોટા ભાગની જગ્યાઓ એ કેટલી કિંમતમાં વેચાતો છે તે હિસાબથી તેની કિંમત લગાડી જકાત અદા કરવામાં આવશે. જો વ્યાપારનો સામાન (વેચાણનો સામાન) એવો છે કે જે વિવિધ વસ્તુઓને જોડીને બને છે,(ઉદાહરણ તરીકે શર્ટનાં માટે કપડા, દોરો, બટન વગેરે ની જરુરત છે) તો તે વસ્તુઓ પર પણ તેની કીમતનાં મુતાબિક ઝકાત ફર્ઝ છે, કારણકે આ વસ્તુઓ પણ તિજારતનાં માટે ખરીદવામાં આવી છે.
(૭) માલિયાતી દસ્તાવેજોની કિંમત મિસાલનાં તૌર પર બોન્ડ (Bond) ની રકમ જે માણસ સરકાર ને દેવું તરીકે આપી છે તે બઘા પર ઝકાત ફર્ઝ છે.
નોંધ:- આ મસઅલો ધ્યાનમાં રાખવો જોઈએ કે જ્યારે સરકાર કર્ઝ અદા કરશે તો વ્યાજની સાથે અદા કરશે.જ્યારે માણસ ને તે રકમ વ્યાજનાં સાથે પાછી મળે, તો એમાંથી એના માટે ફકત તે રકમનું લેવુ અને ઉપયોગ કરવુ સહી છે, જે સરકાર ને દેવું તરીકે આપી છે. જે રકમ તેને વ્યાજનાં તરીકે મળી છે દેવાનાં ઉપર, તો તેનું ઉપયોગ કરવુ તેના માટે જાઈઝ નથી. બલકે તેના પર જરુરી છે કે તેવણ તે વ્યાજ ની રકમ ને ષવાબની નીય્યત કર્યા વગર કોઈ ગરીબને આપી દે, એટલા માટે કે મુસલમાન નાં માટે કોઈપણ પ્રકારનો વ્યાજનો મામલો અને લેવડદેવડ કરવુ જાઈઝ નથી.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(لا زكاة في اللآلىء والجواهر ) وإن ساوت ألفا اتفاقا ( إلا أن يكون للتجارة ) والأصل أن ما عدا الحجرين والسوائم إنما يزكى بنية التجارة (الدر المختار ۲/۲۷۳)
وآلات الصناع الذين يعملون بها وظروف الأمتعة لا تجب فيها الزكاة (الفتاوى التاتارخانية ۱٦۹/۳)
(و) اعلم أن الديون عند الإمام ثلاثة قوي ومتوسط وضعيف (فتجب) زكاتها إذا تم نصابا وحال الحول لكن لا فورا بل (عند قبض أربعين درهما من الدين) القوي كقرض (وبدل مال تجارة) فكلما قبض أربعين درهما يلزمه درهم (و) عند قبض (مائتين منه لغيرها) أي من بدل مال لغير تجارة وهو المتوسط كثمن سائمة وعبيد خدمة ونحوهما مما هو مشغول بحوائجه الأصلية كطعام وشراب وأملاك ويعتبر ما مضى من الحول قبل القبض في الأصح ومثله ما لو ورث دينا على رجل (و) عند قبض (مائتين مع حولان الحول بعده) أي بعد القبض (من) دين ضعيف وهو (بدل غير مال) كمهر ودية وبدل كتابة وخلع
قال العلامة ابن عابدين – رحمه الله -: قوله (في الأصح) قد علمت أنه ظاهر الرواية وعبارة الفتح و البحر في صحيح الرواية قلت لكن قال في البدائع إن رواية ابن سماعة أنه لا زكاة فيه حتى يقبض المائتين ويحول الحول من وقت القبض هي الأصح من الروايتين عن أبي حنيفة اهـ ومثله في غاية البيان وعليه فحكمه حكم الدين الضعيف الآتي (رد المحتار ۲/۳٠٦)
وزكاة الدين على أقسام فإنه قوي ووسط وضعيف فالقوي وهو بدل القرض ومال التجارة إذا قبضه وكان على مقر ولو مفلسا أو على جاحد عليه بينة زكاة لما مضى ويتراخى وجوب الأداء إلى أن يقبض أربعين درهما ففيها درهم لأن ما دون الخمس من النصاب عفو لا زكاة فيه وكذا فيما زاد بحسابه والوسط وهو بدل ما ليس للتجارة كثمن ثياب البذلة وعبد الخدمة ودار السكنى لا تجب فيه الزكاة فيه ما لم يقبض نصابا ويعتبر لما مضى من الحول من وقت لزومه لذمة المشتري في صحيح الرواية والضعيف وهو بدل ما ليس بمال كالمهر والوصية وبدل الخلع والصلح عن دم العمد والدية وبدل الكتابة والسعاية لا تجب فيه الزكاة ما لم يقبض نصابا ويحول عليه الحول بعد القبض وهذا عند الإمام وأوجبا عن المقبوض من الديون الثلاثة بحسابه مطلقا (مراقي الفلاح صـ ۷۱۵-۷۱٦)
وذكر محمد فى الرقيات أنه يقوم فى البلد الذى حال الحول على المتاع بما يتعارفه أهل ذلك البلد نقدا فيما بينهم يعني غالب نقد ذلك البلد ولا ينظر الى موضع الشراء ولا الى موضع المالك وقت حولان الحول وروي عن أبي يوسف أنه يقوم بما اشترى به وفى الخلاصة إن كان الثمن من النقود لأنه أبلغ فى معرفة المالية وإلا فبالنقد الغالب وبه قال الشافعى وفى الولوالجية يقوم يوم حال عليها الحول بالغة ما بلغت بعد أن كات قيمتها فى أول الحول مائتين ويزكى مائتى درهم خمسة دراهم (الفتاوى التاتارخانية ۱٦۵/۳)
نصاب الذهب عشرون مثقالا والفضة مئتا درهم كل عشرة دراهم وزن سبعة مثاقيل (الدر المختار ۲/۲۹۵)
જવાબ આપનારઃ
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/29