
جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا كان كما رأيت أو كما بلغك (أنه كان يعبد الله لا يشرك به شيئا وإن لم يدرك زمن البعثة)، فأستغفر له؟ قال: نعم، فاستغفر له، فإنه يبعث يوم القيامة أمة وحده (أي يبعث وعنده من الخير والفضل ما يكون عند أمة) (المعجم الكبير، الرقم: ٣٥٢)
એકવાર, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)પાસે આવ્યા અને કહ્યું:
હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! ઝૈદ (મારા વાલિદ-સાહેબ), જેમ કે તમે (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) તેમને જાણતા જ છો, (એક અલ્લાહને જ ઈશ્વર માનતા હતા અને અલ્લાહની સાથે ઈશ્વરીમાં બીજા કોઈને જોઈન્ટ કરતા ન હતા; પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નબી હોવાનો દાવો કરે તે પહેલા તેમનો ઇન્તિકાલ થઈ ગયો હતો). તો હું તેમના માટે અલ્લાહ તઆલાથી મગ઼્ફિરત તલબ કરી શકું.
અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: હા, તમે તેમના માટે ઇસ્તિગ઼્ફાર કરી શકો છો, કારણ કે તેઓ કયામતના દિવસે એક પૂરી ઉમ્મતની ભલાઈ સાથે આવશે.
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ અને જિહાદનો જઝ્બો
જ્યારે મુસલમાનોએ દમાસ્કસ શહેર પર વિજય મેળવ્યો, ત્યારે ઇસ્લામિક લશ્કરના અમીર હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ)ને દમાસ્કસના ગવર્નર તરીકે મુકર્રર કર્યા.
આ પછી, હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) અને તેમની સેના જોર્ડન તરફ રવાના થઈ. જોર્ડન પહોંચીને, તેઓએ ત્યાં પડાવ નાખ્યો અને દુશ્મનોનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી.
હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ હઝરત ખાલિદ બિન-વલીદ (રદ઼િયલ્લાહુ અન્હુ) અને હઝરત યઝીદ બિન-અબૂ સુફ્યાન (રદ઼િયલ્લાહુ અન્હુ) ને લશ્કરના કમાન્ડર તરીકે મુકર્રર કર્યા.
જ્યારે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ)ને સમાચાર મળ્યા કે ઈસ્લામી-ફૌજ કાફિરો સામે લડશે, ત્યારે તેમને મુસલમાન ફૌજમાં જોડાઈને અલ્લાહના રસ્તામાં પોતાની જાન કુર્બાન કરવાની સખ્ત ઇચ્છા થઈ.
આ શૌક અને જુસ્સો તેમના પર એટલો હાવી થઈ ગયો કે તેમણે હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને એક પત્ર લખીને જિહાદ પ્રત્યેનો પોતાનો શૌક વ્યક્ત કર્યો. તેમણે એવી પણ વિનંતી કરી કે તેમને તેમના પદ પરથી હટાવવામાં આવે (એટલે કે તેમની જગ્યાએ અન્ય કોઈને દમાસ્કસના ગવર્નર તરીકે મુકર્રર કરવામાં આવે).
આ પત્રમાં, તેમણે પહેલા અલ્લાહની તારીફ અને વખાણ કર્યા અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલ્યુ, અને પછી લખ્યું:
હું જિહાદના મામલામાં પાછળ રહી શકતો નથી, અને હું તમને અને તમારા સાથીઓને જિહાદના મામલામાં મારી જાત પર તર્જીહ઼ આપી શકતો નથી, (કે તમે લોકો અલ્લાહ ખાતર જિહાદ કરો અને હું પાછળ રહું) ખાસ કરીને જયારે કે જિહાદ મારા માટે મારા રબની ખુશી હાસિલ કરવાનો એક ઝરિયો (માધ્યમ) છે. આથી, તમને આ પત્ર મળતાં જ, બરાહે-કરમ! મારી જગ્યાએ આ પદ માટે વધુ લાયક વ્યક્તિને મુકર્રર કરો, કારણ કે હું ટૂંક સમયમાં જ લશ્કરમાં જોડાઈશ, ઈન્શાઅલ્લાહ.
જ્યારે હઝરત અબૂ-ઉબૈદહ (રદિયલ્લાહુ અન્હુ) ને હઝરત સઈદ બિન-ઝૈદ (રદિયલ્લાહુ અન્હુ) તરફથી પત્ર મળ્યો, ત્યારે તેમણે કહ્યું: તેમણે (એટલે કે હઝરત સઈદ બિન-ઝૈદે) પોતાનું પદ છોડવાનો (અને જિહાદમાં જોડાવાનો) મજબૂત ઇરાદો કરી લીધો છે; તેથી, આપણે તેમને હવે રોકી શકતા નથી.
આ પછી, તેમણે હઝરત યઝીદ બિન-અબૂ સુફ્યાન (રદ઼િયલ્લાહુ અન્હુ) ને બોલાવ્યા અને તેમને હઝરત સઈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ની જગ્યા પર દમાસ્કસના ગવર્નર તરીકે કોઈ અન્યને મુકર્રર કરવાનો હુકમ આપ્યો.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી