હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ)એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું:
ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી.
ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી આ જમાઅતની જેમ બીજા લોકો પર સુન્નતને છોડવાનો શુબો (શંકા) ન થાય.
હવે, આને કારણે, ફઝીલત આમાં જ છે કે મુઅક્કદ-સુન્નતને મસ્જિદોમાં પઢવામાં આવે. (મલફૂઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ 8, પેજ નં. ૨૨૨)