વુઝૂનાં મસાઈલ

સવાલ – વુઝૂનાં ફરાઈઝ શું છે?

જવાબ – વુઝૂનાં ફરાઈઝ નિચે પ્રમાણે છેઃ

(૧) એક વખત પુરૂ મોઢું ઘોવું.

(૨) એક વખત બન્નેવ હાથોંને કોણીઓની સાથે ઘોવું.

(૩) ઓછામાં ઓછા માંથાના ચોથા ભાગનો મસહ કરવું.

(૪) એક વખત બન્નેવ પગોને પગની ઘુંટી સાથે ઘોવું.

સવાલ – વુઝૂમાં ચેહરાનાં કયા હિસ્સાઓને ઘોવું જરૂરી છે?

જવાબ – વુઝૂમાં આખો ચેહરો એક કાનની લવ(બુટી) થી બીજા કાનની લવ(બુટી) અને પેશાનીથી લઈને ઠોડી સુઘી ધોવુ જરૂરી છે.[૪૧]

સવાલ – શું વુઝૂમાં કાન અને ખત્તોં નાં દરમિયાની ભાગને ઘોવુ જરૂરી છે?

જવાબ – હાં, જરૂરી છે.[૪૨]

સવાલ – અગર કોઈ વુઝૂ કરવા પછી બાલ કપાવે, તો શું મસહનો ઈઆદહ(ફરીથી મસહ) કરવુ જરૂરી છે?

જવાબ – નહી, ઈઆદહ(ફરીથી મસહ) કરવુ જરૂરી નથી.[૪૩]

સવાલ – શું વુઝૂનાં ટાઈમે વીટીં, બંગડી(કડા) અને ઘડિયાળ કાઢવુ જરૂરી છે?

જવાબ – જો પાણી વીટી, બંગડી (કડા) અને ઘડિયાળનાં નીચે સુઘી એને કાઢવા વગર પહોંચી જતુ હોય, તો એને કાઢવુ જરૂરી નથી. અગર એને કાઢવા વગર પાણી ન પહોંચે તો એને કાઢવું જરૂરી છે. [૪૪]

સવાલ – દાઢીનો ખિલાલ કરવાનો તરીકો શું છે?

જવાબ – દાઢીનો ખિલાલ કરવાનો તરીકો એ છે કે હાથની ભિંનાયલી આંગળીઓને થોડીનાં નીચેથી દાઢીનાં બાલોમાંથી પસાર કરવામાં આવે. See 14

સવાલ – વુઝૂની સુન્નતોં શું છે?

જવાબ – વુઝૂની સુન્નતોં નીચે પ્રમાણે છેઃ

(૧) વુઝૂની નિય્યત કરવું.

(૨) મિસ્વાક કરવું.

(૩) બિસ્મિલ્લાહ પઢવું.

(૪) બન્નેવ હાથોને કોણીઓની સાથે ઘોવું.

(૫) કુલ્લી કરવું.

(૬) નાકનાં અંદર પાણી નાંખવું.

(૭) દાઢી નું ખિલાલ કરવું.

(૮) હાથ અને પગની આંગળીઓનો ખિલાલ કરવું.

(૯) દરેક અંગોને ત્રણ વખત ઘોવું.

(૧૦) આખા માથાનો મસહ કરવું.

(૧૧) કાનોનું મસહ કરવું.

(૧૨) તરતીબ થી વુઝૂ કરવું.

(૧૩) દરેક અંગોને એક પછી એક મોડુ કરવા વગર એવી રીતે ઘોવુ કે વુઝૂ પુરૂ થવા પેહલા અંગો સુકાઈ ન જાય.[૪૫]

સવાલ – શું ઝખમ(ઘા) અને હાથ પગનાં તિરાડોથી વુઝૂ કરતી વખતે મલમ વગેરે હટાવવુ જરૂરી છે?

જવાબ – અગર ઝખમોં(ઘા) યા તિરાડો પર પાણી નાંખવુ તકલીફદાયક હોય યા તેના કારણે ઝખમ(ઘા) વગેરે સારૂ થવા માં મોડુ થશે, તો મર્હમ વગેરે હડાવવુ જરૂરી નથી, તે ઉઝ્વ(અંગ) પર મસહ કરી લેવુ કાફી થશે(ખાલી ભીનેલો હાથ, ઝખમ(ઘા) યા તિરાડ પર ફેરવી લેવો જોઈએ.[૪૬]

સવાલ – અગર કોઈ નો હાથ કોણીથી નીચેનો ભાગ કાપી લેવામાં આવ્યો હોય, તો વુઝૂમાં હાથ કોણીથી બચેલા ભાગ સુઘી ઘોવુ જરૂરી છે?

જવાબ – એના માટે હાથનો બચેલા ભાગનાં હિસ્સાને કોણીની સાથે ઘોવુ જરૂરી છે.[૪૭]

સવાલ – શું માથાનો મસહ કરવા માટે નવુ (તાજુ) પાણી લેવુ સુન્નત છે યા હાથોને ઘોવા પછી હાથો પર બચેલા પાણીથી માથાનો મસહ કરવુ દુરૂસ્ત છે?

જવાબ – માથાનો મસહ કરવા માટે નવુ (તાજુ) પાણી લેવુ સુન્નત નથી. હાથોને ઘોવા પછી હાથો પર બચેલા પાણીથી મસહ કરવુ દુરૂસ્ત છે. [૪૮]

 

Source: http://ihyaauddeen.co.za/?cat=130


[૪૧]  وهو من مبدأ سطح جبهته الي أسفل دقنه طولا وما بين شحمتي الأذنين عرضا (تنوير الأبصار مع رد المحتار ج١ ص٩٧)

[૪૨] ( فيجب غسل المياقي ) وما يظهر من الشفة عند انضمامها ( وما بين العذار والأذن ) لدخوله في الحد وبه يفتى (الدر المختار ١/٩٧)

[૪૩] ( ولا يعاد الوضوء ) بل ولا بل المحل ( بحلق رأسه ولحيته كما لا يعاد ) الغسل للمحل ولا الوضوء ( بحلق شاربه وحاجبه و قلم ظفره ) وكشط جلده (الدر المختار ١/١٠١)

[૪૪] وفي مجموع النوازل تحريك الخاتم سنة إن كان واسعا وفرض إن كان ضيقا بحيث لم يصل الماء تحته كذا في الخلاصة وهو ظاهر الرواية هكذا في المحيط (الفتاوى الهندية ١/٥)

[૪૫] ( وسننه ) … ( البداية بالنية ) … ( و ) البداية ( بالتسمية ) … ( و ) البداية ( بغسل اليدين ) … ( إلى الرسغين ) … ( والسواك ) … ( وغسل الفم ) أي استيعابه ولذا عبر بالغسل أو للاختصار ( بمياه ) ثلاثة ( والأنف ) ببلوغ الماء المارن ( بمياه ) وهما سنتان مؤكدتان مشتملتان على سنن خمس الترتيب والتثليث وتجديد الماء وفعلهما باليمنى ( والمبالغة فيهما ) بالغرغرة ومجاوزة المارن ( لغير الصائم ) لاحتمال الفساد … ( وتخليل اللحية ) لغير المحرم بعد التثليث ويجعل ظهر كفه إلى عنقه ( و ) تخليل ( الأصابع ) اليدين بالتشبيك والرجلين بخنصر يده اليسرى بادئا بخنصر رجله اليمنى وهذا بعد دخول الماء خلالها فلو منضمة فرض ( وتثليث الغسل ) المستوعب … ( ومسح كل رأسه مرة ) … ( وأذنيه ) معا ولو ( بمائه ) … ( والترتيب ) المذكور في النص … ( والولاء ) (الدر المختار ١/ ١٠٢-١٢٢)

[૪૬] فروع في أعضائه شقاق غسله إن قدر وإلا مسحه وإلا تركه ولو بيده ولا يقدر على الماء تيمم

قال الشامي : قوله ( تيمم ) زاد في الخزائن وصلاته جائزة عنده خلافا لهما ولو كان في رجله فجعل فيه الدواء يكفيه إمرار الماء فوقه ولا يكفيه المسح ولو أمره فسقط إن عن برء يعيده وإلا فلا كما في الصغرى اهـ ابن عبد الرزاق (رد المحتار ١/١٠٢)

[૪૭] ولو قطع من المرفق غسل محل القطع

قال الشامي : قوله ( ولو قطع الخ ) قال في البحر ولو قطعت يده أو رجله فلم يبق من المرفق والكعب شيئ سقط الغسل ولو بقي وجب (رد المحتار ١/١٠٢)

[૪૮] ولو كان في كفه بلل فمسح به أجزأه سواء كان أخذ الماء من الأناء أو غسل ذراعيه وبقي بلل في كفه هو الصحيح (الفتاوى الهندية ١/٧)

عن الربيع أن النبي صلى الله عليه وسلم مسح برأسه من فضل ماء كان في يده (سنن أبي داود رقم ١٣٠)

وقال ابن قدامة في المغني : روي عن علي وابن عمر وأبي أمامة فيمن نسي مسح رأسه إذا وجد بللا في لحيته أجزأه أن يمسح رأسه بذلك البلل انتهى

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …