શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું:
એક વાત સાંભળી લો! બડે હઝરત રાયપુરી (રહ઼મતુલ્લાહિ ‘અલૈહિ) કહેતા રહેતા હતા કે મને જેટલો મદ્રસાની સરપરસ્તીથી (ટ્રસ્ટી બનવાથી, મુહતમિમ બનવાથી) ડર લાગે છે એટલો કોઈ ચીજથી નથી લાગતો.
જો કોઈ માણસ કોઈને ત્યાં નોકર હોય, બેદરકારી કરે, ખિયાનત કરે, જો તે તેના માલિક (શેઠ) પાસે માફ કરાવી લે, માફ થઈ જશે.
મદ્રસાના માલના અમે માલિક નથી; અમીન છે; તેથી, અમારા માફ કરવાથી માફ નથી થતુ. તમે મદ્રસાવાળા છો, હું તમને વસિયત કરું છું કે મદ્રસાના મામલામાં ખૂબ જ એહતિયાત રાખજો.
(હઝરત શેખ રહ઼િમહુલ્લાહએ) ફરમાવ્યું: હું એક વખત પાકિસ્તાન ગયો હતો. મૌલાના મુફ્તી શફી’ સાહબ (રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું હતું કે તમારો તે લેખ જે “આપ-બીતી”માં છે, જેમાં મદ્રસાના માલમાં એહ઼તિયાત રાખવા અંગે અકાબિરોનો મામૂલ (આદત) લખવામાં આવ્યો છે, તે મેં ઉસ્તાદો અને ખાદિમોને ખૂબ જ એહતિમામથી સંભળાવ્યો. બધા પર ખૂબ અસર થયો, અલ્લાહ જલ્લ શાનુહૂ તેને નફાકારક બનાવે. (મલફુઝાતે શૈખ, પેજ નં- 123-124)
(એહતિયાત = બચવુ, સાવધાની, સાવચેતી)