રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન

كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول اللَّه صلى اللَّه عليه وسلّم (من الإصابة ٤/٢٩١)

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ તે સહાબા-એ-કિરામ રદિઅલ્લાહુ અન્હુમાંથી હતા જેમને અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું શર્ફ બખ્શાવામાં આવ્યું હતું.

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ ના દિલમાં મુહ઼ાસબાનો ખૌફ

નવ્ફલ બિન ઇયાસ રહ઼મતુલ્લાહી ‘અલૈહિ બયાન કરે છે:

અમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સોબતમાં બેસતા હતા અને તેઓ કેટલા સારા સાથી હતા.

એક દિવસ તેઓ અમને તેમના ઘરે ખાવા માટે લઈ ગયા. જ્યારે અમે ખાવા બેઠા અને અમારી સામે ખાવાનાની પ્લેટ પેશ કરવામાં આવી, જેમાં ગોશ્ત અને રોટલી હતી, ત્યારે તેઓ રડવા લાગ્યા.

અમે તેમને પૂછ્યું, હે અબૂ-મુહ઼મ્મદ! કેમ રડી રહ્યા છો?

તેમણે જવાબ આપ્યો, હું એટલા માટે રડી રહ્યો છું કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુનિયામાંથી એવી હાલતમાં ગયા કે ન તેમણે અને ન તેમના ઘર વાળાઓએ પેટ ભરીને જવની રોટલી ખાધી હતી. મને ડર છે કે ક્યાંક એવુ ન હોય કે આપણને પાછળ છોડી દેવામાં આવ્યા; જેથી કરીને આપણે આ નેમતોથી ફાયદો ઉઠાવે અને તેના લીધે આપણને આખિરતની નેમતોથી મહ઼રૂમ કરી દેવામાં આવે.

Check Also

હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે

أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد …