કોહે-હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اثبت حراء، فما عليك إلا نبي، أو صديق، أو شهيد وعدهم رسول الله صلى الله عليه وسلم: أبو بكر، وعمر، وعثمان، وعلي، وطلحة، والزبير، وسعد، وابن عوف، وسعيد بن زيد (سنن ابن ماجه، الرقم: ١٣٤)

એક મૌકા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કોહે-હિરા પર ચઢ્યા તો પહાડ (ખુશીથી) હલવા લાગ્યો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહાડ તરફ મુખાતબ થયા અને ફરમાવ્યું:

“ઓ હિરા! શાંત થઈ જા; કારણ કે તારા ઉપર નબી, સિદ્દીક કે શહીદ સિવાય બીજુ કોઈ નથી. પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:(તારા પર) અબૂ-બક્ર, ઉમર, ઉસ્માન, અલી, તલ્હા, ઝુબૈર, સા’દ, (અબ્દુર્રહ઼્માન) ઇબ્ને-ઔફ, ઔર સઈદ બિન ઝૈદ હૈં.”

ખ્વાબમાં સઆદત અને મગ્ફિરતની બશારત

(સઆદત = સારો નસીબ, ખુશનસીબી)

(બશારત = સારા સમાચાર, ખુશખબરી)

એક રાત્રે, હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ, તેમની બીમારી દરમિયાન, મોડી રાત સુધી બેભાન રહ્યા, ત્યાં સુઘી કે તેમની આસપાસના લોકો સમજ્યા કે તેમની રૂહ પર્વાઝ કરી ગઈ છે; તેથી તેઓએ તેમને કપડાથી ઢાંકી દીધા અને તેમનાથી અલગ થઈ ગયા.

તેમની અહલિયા ઉમ્મે-કુલસૂમ બિન્ત ‘ઉક્બા રદ઼િયલ્લાહુ અન્હાએ સબર અને નમાઝ દ્વારા અલ્લાહ ત’આલા પાસે મદદ માંગી (જેમ કે દુઃખ ના સમયે આપણને કુરાને-કરીમમાં આ રીતે કરવાનુ કહેવામાં આવ્યું છે).

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ, લાંબા સમય સુધી બેભાન રહ્યા. જ્યારે તે હોશમાં આવ્યા, સૌથી પહેલા તેઓ અલ્લાહુ-અકબરનું પઢ્યા. તેમની તકબીર સાંભળીને ઘર અને આસપાસના લોક પણ અલ્લાહુ અકબર પઢ્યા.

તે પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ તેમને પૂછ્યું: શું હું બેહોશ થઈ ગયો હતો? તેમણે જવાબ આપ્યો: હા.

પછી તેમણે કહ્યું: તમે સાચું કહ્યું. (જ્યારે હું બેભાન હતો) મને બે ફરિશ્તાઓ લઈ ગયા જેઓ ખૂબ જ કડક સ્વભાવ વાળા લાગતા હતા. તેઓએ મને કહ્યું: આગળ વધો! અમે તમને અલ્લાહ તઆલા પાસે હિસાબ-કિતાબ માટે લઈ જઈ રહ્યા છીએ, જે કુદરત વાળો, પનાહ દેવા વાળો, અને બધુંજ જાણે છે.

તેથી તેઓ મને તેમની સાથે લઈ ગયા અને ત્યાં સુધી કે તેઓ એક ફરિશ્તાને મળ્યા જે ઇન્સાનની શકલમાં હતા. તે ફરિશ્તાએ તેઓને પૂછ્યું કે તેઓ મને ક્યાં લઈ જાય છે. તેઓએ કહ્યું કે અમે તેમને અલ્લાહ તઆલા પાસે હિસાબ-કિતાબ માટે લઈ જઈ રહ્યા છીએ, જે કુદરત વાળો, પનાહ આપનાર અને તે બધુંજ જાણે છે.

પછી ફરિશ્તાએ તેમને કહ્યું કે તેમને દુનિયામાં પાછા લઈ જાઓ; કારણ કે તેઓ એવા લોકોમાંથી છે જેમના માટે અલ્લાહ તઆલાએ તેમની માઓના પેટમાં જ નેક-નસીબી અને મગફિરત લખી દીધી છે. તદુપરાંત, અલ્લાહ ત’આલાએ તેમને થોડા વધુ સમય માટે દુનિયામાં રહેવાની ઇજાઝત આપી છે; જેથી તેમના છોકરાઓ તેમની સોહ્બત થી લાભ મેળવે અને ફૈઝ હાસિલ કરે; અહિંયા સુધી કે અલ્લાહ ત’આલા તેમને પોતાની પાસે બોલાવી ન લે.

આ પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ એક મહિના સુધી જીવિત રહ્યા. એક મહિના પછી, અલ્લાહ તઆલાના હુકમ મુજબ તેમનો ઇન્તિકાલ થઈ ગયો.

Check Also

તબુકની જંગ અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુની) ઉદારદિલી

لما حضّ رسول الله صلى الله عليه وسلم الصحابة رضي الله عنهم على الإنفاق تجهيزا …