હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની દુઆ

خاطب رسول الله صلى الله عليه وسلم الأزواج المطهرات مرة فقال: إن الذي يحنو عليكن بعدي لهو الصادق البار

ثم دعا رسول الله صلى الله عليه وسلم لسيدنا عبد الرحمن بن عوف رضي الله عنه قائلا: اللهم اسق عبد الرحمن بن عوف من سلسبيل الجنة.

فكان في ذلك إشارة إلى أن سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه هو الذي يحنو على الأزواج المطهرات وينفق عليهن بعده صلى الله عليه وسلم. (مسند أحمد، الرقم: 26559)

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે એકવાર પોતાની પાક બીવીઓને સંબોધીને ફરમાવ્યું: બેશક, જે વ્યક્તિ મારી વફાત પછી તમારા બધા પર ઇહ્સાન કરશે તે ચોક્કસપણે એક મુખ્લિસ અને નેક માણસ છે.

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી: હે અલ્લાહ! જન્નતમાં અબ્દુર્રહ઼્માન ને સલ્સબીલ નહરમાંથી પાણી પીવડાવશે.

આ એક સંકેત (ઇશારો) હતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની વફાત પછી હઝરત અબ્દુર્રહ઼્માન રઝ઼િયલ્લાહુ અન્હુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની પાક બીવીઓ પર ઇહ્સાન કરશે અને તેમના પર ખર્ચ કરશે.

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત

મિસ્વર બિન મખ્રમા રઝ઼િયલ્લાહુ અનહુ બયાન કરે છે:

હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રઝિયલ્લાહુ અન્હુએ એકવાર હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ અન્હુને દ્રાક્ષનો એક બાગ ચાલીસ હજાર દિનારમાં વેચો.

જ્યારે હઝરત અબ્દુર્રહ઼્માન રઝ઼િયલ્લાહુ અન્હુએ હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ અન્હુ પાસેથી બાગના પૈસા લીધા, ત્યારે તેમણે તરત જ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પાક બીવીઓ, મુહાજિર, તેમના કબીલાના લોકો (બનુ-ઝુહરા) અને ગરીબ મુસ્લિમોમાં વહેંચી દીધા.

હઝરત મિસ્વર રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હું હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા પાસે ગયો (તેમને તે રકમ આપવા જે હઝરત અબ્દુર્રહ઼્માન રઝ઼િયલ્લાહુ અન્હુ માટે કાઢવામાં આવી હતી.

જ્યારે મેં તે રકમ તેને સોંપી ત્યારે તેમણે પૂછ્યું કે આ પૈસા મારા માટે કોણે મોકલ્યા છે? મેં જવાબ આપ્યો: અબ્દુર્રહ઼્માન બિન ઔફ. તેમણે કહ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું છે: મારી વફાત પછી ફક્ત તે જ લોકો તમારા પર એહસાન કરશે જેઓ (દીન પર) અડગ રહેશે.

હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હાએ પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ માટે સેમ દુઆ કરી, જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમના મુબારક હયાત દરમિયાન તેમના માટે દુઆ કરી હતી: હે અલ્લાહ! જન્નતમાં ઇબ્ને-ઔફને (હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ) સલ્સબીલ નહરનું પાણી પીવડાવજો.

નોંધ: આજકાલ, ચાલીસ હજાર દિનારની કિંમત અંદાજે 200 મિલિયન રેન્ડ્સ (96 કરોડ ઇન્ડિયન રૂપિયા) છે.

Check Also

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ થી રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની રજામંદી

حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم …