મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું:

અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ હોને કા યકીન) હી કામયાબી હૈ. કોઈ પણ વ્યક્તિ તેના અમલથી કામયાબ થશે નહીં. અલ્લાહના ફઝલથી જ તે કામયાબ થશે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ ફરમાવે છે:

لن يدخل الجنة احد بعمله قالوا ولا انت يا رسول الله قال ولا انا الا ان يتغمدني الله برحمته

તમારો કોઈપણ અમલ તમને જન્નતમાં દાખલ ન કરવાશે. સહાબા-એ-કિરામ (રઝ઼િયલ્લાહુ અન્હુમે) પૂછ્યું: હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! તમને પણ? રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) જવાબ આપ્યો: મને પણ (એટલે ​​​​કે મારા અમલ પણ મને જન્નતમાં દાખલ કરાવી શકતા નથી) જ્યાં સુધી અલ્લાહ તઆલા મને તેમના ફઝલ અને કરમથી ઢાંકી લે નહીં .

આ હદીસ પઢીને મૌલાના પોતે રડ્યા અને બીજાઓને પણ રડાવ્યા. (મલફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહીમહુલ્લાહ, પેજ નંબર: ૪૮)

Check Also

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે …