કયામતની નિશાનીઓ – સાતમો એપિસોડ

પ્રથમ ભાગ:

દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ

જ્યારે દજ્જાલ લોકો સામે હાજર થશે, ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ત્રણ ખાસ હથિયારોનો ઉપયોગ કરશે અને તે ત્રણ હથિયારો છે દૌલત, ઔરત અને ખેલકૂદ.

અલ્લાહ તઆલા તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે મનુષ્યના બસની વાત નથી. જે તેને જોશે તે દજ્જાલના ફિતનામાં ફસાઈ જશે.

અલ્લાહ તઆલા તેને વાદળોમાંથી પાણી વરસાવવા અને જમીનમાંથી પાક ઉત્પન્ન કરવાની શક્તિ આપશે; તે જ્યાં જશે ત્યાં જમીનની સંપત્તિ પણ તેની પાછળ આવશે, જેમ મધમાખીઓ તેની રાણીની પાછળ-પાછળ ચાલે છે.

જ્યારે લોકો તેની પાસે તમામ પ્રકારની દૌલત જોશે, ત્યારે માલ-દૌલતની લાલચ (લોભ) તેમને દજ્જાલ તરફ ખેંચીને લઈ જશે, ત્યારબાદ તેઓ તેની જાળ અને કપટમાં ફસાઈ જશે અને તેની સાથે જોડાઈ જશે. અંતિમ પરિણામ તેમના ઇમાનનો વિનાશ હશે.

દજ્જાલના ફિત્નાઓની ગંભીરતાનું બયાન કરતા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:

દજ્જાલ એક સમુદાયમાં આવશે અને તેમને આમંત્રણ આપશે (કે તેને અલ્લાહ માને) પછી તેઓ તેને ખુદા માની લેશે અને તેના આમંત્રણને સ્વીકારી લેશે. પછી તે આકાશને આદેશ આપશે અને તે વરસાદ વરસાવશે અને તે જમીનને આદેશ આપશે અને તે પાક ઉગાડશે; તેથી સાંજે તેમના જાનવર તેમની પાસે એવી રીતે પાછા ફરશે કે તેમના કોહાન પહેલા કરતા ઉંચા, તેમના આંચળ પહેલા કરતા વધુ ભરેલા અને તેમના પગ પહેલા કરતા વધુ જાડા હશે. તે પછી દજ્જાલ બીજા સમુદાયમાં જશે અને તેમને આમંત્રણ આપશે (તેને અલ્લાહ માને) પરંતુ તેઓ તેના આમંત્રણને સ્વીકારશે નહીં, તેથી તે તેમનાથી મુંહ ફેરવીને ચાલ્યો જશે. તે પછી તેઓ દુકાળથી પીડિત થશે અને તેમની પાસે કોઈ પણ માલ રહેશે નહીં. પછી દજ્જાલ એક બંજર જમીન પાસેથી પસાર થશે અને તેને કહેશે કે તેનો ખજાનો બહાર લાવે. તેથી, જેમ મધમાખીઓ તેમની રાણીની પાછળ ચાલે છે તેમ ખજાનાઓ તેની પાછળ ચાલશે. (સહીહ મુસ્લિમ, અર્-રકમઃ ૨૯૩૭)

Check Also

બાગે-મોહબ્બત (ચોત્રીસમો એપિસોડ)

એક મહાન વલી – હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ પોતાના …