હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:

طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧)

તલ્હા જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.)

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત

સુ’દા બિન્ત-ઔફ અલ-મુરિય્યાએ તેમના શૌહર તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે નીચેની ઘટના વર્ણવી:

એક દિવસ હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ પરેશાનની હાલતમાં ઘરમાં પ્રવેશ્યા. જ્યારે મેં તેમને આ હાલતમાં જોયા ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે પરેશાન કેમ દેખાય રહ્યા છો? શું છે મામલો? શું મેં એવું કંઈ કર્યું જેનાથી હું તમને પરેશાન જોઈ રહી છું? મહેરબાની કરીને મને બતાઓ; જેથી હું તમારી પરેશાની દૂર કરી શકું.

તેમણે જવાબ આપ્યો: ના, તમે એવું કંઈ કર્યું નથી જેનાથી મને તકલીફ પહોંચી હોય અને ખરેખર, તમે મારા જેવા મુસલમાન માટે કેટલા સારા જીવનસાથી છો!

પછી મેં તેમને ફરી પૂછ્યું કે મને કહો કે તે કઈ બાબત છે જેના કારણે તમે પરેશાન છો.

તેમણે મને કહ્યું: મારી પાસે જે માલ છે તે વધી ગયો છે અને મારા માટે એક મોટો બોજ બની ગયો છે.

મેં તેમને દિલાસો આપ્યો અને કહ્યું: તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તે માલ ગરીબોમાં કેમ તકસીમ ન કરો?

તે પછી હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ તે માલ ગરીબોમાં વહેંચવાનું શરૂ કર્યું; ત્યાં સુધી કે એક દિરહમ પણ ન બચ્યો.

તલ્હા બિન યાહ્યા રહ઼િમહુલ્લાહ બયાન કરે છે કે મેં હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ ના ખજાનચીને પૂછ્યું કે તે મૌકા પર હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ કેટલો માલ વહેંચ્યો હતો? તેમણે જવાબ આપ્યો કે તે સમયે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ ચાર લાખ દિરહમ વહેંચ્યા હતા.

Check Also

કોહે-હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال …