હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું:
بايع رسولَ الله صلى الله عليه وسلم عصابةٌ من أصحابه على (القتال في سبيل الله حتى) الموت يوم أحد، وكان منهم سيدنا طلحة رضي الله عنه (الإصابة ٣/٤٣١)
ઉહુદના દિવસે, કેટલાક સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શહીદ ન થાય ત્યાં સુધી અલ્લાહની રાહમાં જિહાદ કરવા માટે બૈઅત લીધી. હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ પણ આ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમાં હતા.
ઉહુદની લડાઈમાં હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ
હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રઝ઼િયલ્લાહુ અન્હુ બયાન કરે છે:
ગઝ્વહ-એ-ઉહુદના દિવસે, જ્યારે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ લડાઈના મેદાનમાંથી ભાગવા લાગ્યા, ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ એક જગ્યાએ એકલા રહી ગયા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે ફક્ત બાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ હાજર હતા. હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝ઼િયલ્લાહુ અન્હુ પણ આ બાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમમાંથી હતા.
જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને તે બાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ તરફ મુશરિકોએ આગેકૂચ કરી, ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે (તે બાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ તરફ) વળ્યા અને ફરમાવ્યું: તમારામાંથી કોણ આગળ વધશે અને તે લોકોની સાથે લડશે?
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે હું તેમની સાથે લડીશ, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું: તમે અહીં (મારી સાથે) રહો.
પછી એક અન્સારી સહાબી બોલ્યા: હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! હું તેમની સાથે લડીશ, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું: તમે આગળ વધો. તે સહાબી શહીદ થયા ત્યાં સુધી લડતા રહ્યા.
જ્યારે મુશરિકોએ બીજી વખત આગેકૂચ કરી, ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ તરફ વળ્યા અને બીજી વાર પૂછ્યું: આ લોકો સામે કોણ લડશે?
(મુશરિક = અલ્લાહની સાથે બીજાને પણ ઇશ્વર માનનાર, અલ્લાહની જાત અથવા તે ગુણો જે અલ્લાહની સાથે ખાસ છે તેમાં બીજા કોઈને પાર્ટનર બનાવનાર)
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ પછી કહ્યું: હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! હું તેમની સાથે લડીશ, પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને કહ્યું: તમે અહીં (મારી સાથે) રહો.
બીજા અન્સારી સાહબીએ કહ્યું: હું તેમની સાથે લડીશ, હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ!, પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને કહ્યું: તમે આગળ વધો. એ સહાબી પણ શહીદ ન થયા ત્યાં સુધી લડતા રહ્યા.
આ સિલસિલો એ જ રીતે ચાલુ રહ્યો કે આ બાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમમાંથી દરેક આગળ વધ્યા, લડ્યા અને શહીદ થયા; ત્યાં સુધી કે ફક્ત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝ઼િયલ્લાહુ અન્હુ જ બાકી રહી ગયા.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પછી ફરમાવ્યું: આ લોકો સામે કોણ લડશે?
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે હું તેમની સાથે લડીશ; આથી હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ આગળ વધ્યા અને તેમના આગળના અગિયાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમની જેમ ખૂબ જ બહાદુરી, મર્દાનગી અને તાકાતથી લડ્યા; તેમના હાથ પર પણ ઘા કરવામાં આવ્યો અને તેમની આંગળીઓ કપાઈ ગઈ. તે સમયે તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું: હ઼િસ્.
આ સાંભળીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: જો તમે આ સમયે અલ્લાહનું નામ લીધું હોત, તો ફરિશ્તાઓ તમને લોકોની વચ્ચેથી ઉઠાવી લેતે, આ હાલતમાં કે લોકો જોઈ રહ્યા હોય. (સુનનુન્-નસાઇ, અર્-રકમઃ ૩૧૪૯)
તે પછી, અલ્લાહ તઆલાની મદદ એવી રીતે અવતરિત થઈ કે ફરિશ્તાઓએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું રક્ષણ કરવાનું શરૂ કર્યું, અને મુશરિકોને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુથી દુર કરી દીધા.
કેટલીક હદીસોમાં ઉલ્લેખ છે કે હઝરત અલી રઝ઼િયલ્લાહુ અન્હુ પણ આગળ આવ્યા અને કાફિરોના હુમલાથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો બચાવ કર્યો.